ચન્દ્રકાન્ત મહેતા
ભાવે, પુરુષોત્તમ ભાસ્કર
ભાવે, પુરુષોત્તમ ભાસ્કર (જ. 1910, અમરાવતી; અ. 1980) : મરાઠી લેખક. નવલિકા, નાટક, નવલકથાઓ, લલિત-નિબંધો, પત્રકારત્વ – એમ વિવિધ ક્ષેત્રોમાં તેમનું અઢળક પ્રદાન છે. તેમના પિતા દાક્તર હતા. પિતા કડક શિસ્તપાલનના આગ્રહી એટલે પુત્ર જોડે બહુ કડકાઈથી વર્તતા. તેઓ 8 વર્ષના હતા, ત્યારે માતાનું મૃત્યુ થયું. પિતા બહુ સખત હોવાને…
વધુ વાંચો >ભાસ્કરન, પી.
ભાસ્કરન, પી. (જ. 1924) : મલયાળમ લેખક. પ્રગતિશીલ વિચારસરણીના તેઓ અગ્રેસર કવિ હતા. રાજકારણમાં ઝંપલાવ્યું હોવાથી કૉલેજનું શિક્ષણ તેમને અધવચ્ચેથી જ છોડવું પડ્યું. પછી સામ્યવાદી પક્ષના સક્રિય કાર્યકર્તા થયા અને જેલવાસ પણ ભોગવ્યો. સામ્યવાદી પક્ષના દૈનિક ‘દેશાભિમાની’ના તંત્રીમંડળમાં એમણે સેવા આપી. થોડાં વર્ષો પછી એ રાજકારણમાંથી નિવૃત્ત થયા અને સાહિત્યિક…
વધુ વાંચો >ભુસ્નુરમઠ, એસ. એસ.
ભુસ્નુરમઠ, એસ. એસ. (જ. 1911, નિડાગુંડી, ધારવાર) : કન્નડ લેખક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બેલગામ અને કૉલેજ-શિક્ષણ ધારવાડમાં. ધારવાડમાં એમ. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મળવાથી પોતાની જ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે નિયુક્તિ. પાછળથી કર્ણાટક યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા. ‘વીરશૈવ સંપ્રદાય’ એમનો શોધપ્રબંધ હોવાથી, એ સંપ્રદાયના સાહિત્યના તે નિષ્ણાત છે. એમણે…
વધુ વાંચો >મનોન્મણિયમ્
મનોન્મણિયમ્ (1891) : તમિળ પદ્યનાટક. રાવબહાદુર પી. સુંદરમ્ પિલ્લઈરચિત આ નાટક 1891માં ચેન્નાઈમાં સૌપ્રથમ પ્રગટ થયું. આ કૃતિથી તમિળ નાટ્યસાહિત્યમાં રેનેસાંનો આરંભ થયો ગણાય છે. આ કૃતિ લૉર્ડ લિટનના ‘લૉસ્ટ ટેલ્સ ઑવ્ મિલિયસ : ધ સીક્રેટ વે’નું પદ્યમાં નાટ્યરૂપાંતર છે, જ્યારે નાટકમાંનું નાટક ‘શિવકામી ચરિતમ્’ ઑલિવર ગોલ્ડસ્મિથના ‘ધ હર્મિટ’ પર…
વધુ વાંચો >મહદૂર, ગુલામ અહમદ
મહદૂર, ગુલામ અહમદ (જ. 1895, માંગી, પુલબાયા, કાશ્મીર; અ. 1952) : કાશ્મીરી લેખક. મધ્યવર્ગીય પીર કુટુંબમાં જન્મ. એમણે ફારસી તથા અરબી ભાષા શીખી અને કાશ્મીરની બહાર અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. 19 વર્ષની વયે તેઓ ગામના તલાટી બન્યા. એમના સમકાલીન કેટલાક ખ્યાતનામ કવિઓ વિશેષત: રસૂલ મીરના સંપર્કમાં આવ્યા અને એમને ગુરુ…
વધુ વાંચો >મહાપ્રસ્થાનમ્ (1950)
મહાપ્રસ્થાનમ્ (1950) : તેલુગુ કાવ્ય. તેલુગુ કવિતામાં પ્રગતિવાદ અને આધુનિકતાના પ્રણેતા વિદ્રોહી કવિ શ્રી શ્રીનો કાવ્યસંગ્રહ. તેમાં 40 જેટલાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એ કાવ્યો જૂન 1933થી જૂન 1947ના ગાળામાં રચાયેલાં છે. એ કાવ્યો પુસ્તકાકારે પ્રગટ થતાં પૂર્વે જ લોકપ્રિય બની ગયાં હતાં અને લોકોએ એમને મહાકવિનું બિરુદ પણ આપ્યું…
વધુ વાંચો >મહીપસિંગ
મહીપસિંગ (જ. 1930, અમૃતસર) : હિન્દી તથા પંજાબી લેખક. ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિવેચન, નાટક એમ અનેક ક્ષેત્રોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા પંજાબીમાં પણ અનેક સાહિત્યકૃતિઓની રચના કરનાર મહીપસિંગનો જન્મ શીખ કુટુંબમાં થયો હતો. 1952માં હિન્દી વિષય લઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવીને મેળવી. એ પછી…
વધુ વાંચો >માલપલ્લી
માલપલ્લી (1922–1923) : ઉન્નવ લક્ષ્મીનારાયણે લખેલી તેલુગુ સાહિત્યની સર્વપ્રથમ સામાજિક નવલકથા. આ કૃતિ દ્વારા તેમણે તેલુગુ સાહિત્ય તથા ખાસ કરીને તેલુગુ નવલકથાને બંગાળીમાંથી રૂપાંતરિત કરાયેલ પરીકથાઓ તથા રહસ્યકથાઓમાંથી મુક્ત કરી અને સાંપ્રત વિષયવસ્તુની પસંદગી કરીને તેલુગુ નવલકથાના વિકાસ માટે નવી દિશા ખોલી આપી. બાળ ગંગાધર ટિળક તથા ગાંધીજીના નેતૃત્વ હેઠળના…
વધુ વાંચો >મેરે સૈંયા જિયો
મેરે સૈંયા જિયો (1953) : પંજાબી કાવ્યસંગ્રહ. ભાઈ વીરસિંગ-રચિત આ કાવ્યસંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા સ્વાતંત્ર્યોત્તર શ્રેષ્ઠ પંજાબી કૃતિ તરીકે પુરસ્કૃત છે. એમાં ભાઈ વીરસિંગની લઘુદીર્ઘ 72 કાવ્યરચનાઓ છે. વિષય, ભાવવ્યંજના તથા રચનાશિલ્પની ર્દષ્ટિએ આ કવિતા પાછલા 6 દશકાની બધી કાવ્યરચનાઓથી અનેકધા ભિન્ન છે. એમાંનાં કાવ્યો કવિના અંતર્જગતના દર્પણરૂપ છે.…
વધુ વાંચો >રથ, બલદેવ
રથ, બલદેવ (જ. 1789, આઠગડ, જિ. ગંજમ, ઓરિસા; અ. 1845) : ઊડિયા લેખક. શિક્ષણ આઠગડની શાળામાં. તેઓ બહુભાષાવિદ હતા. સંસ્કૃત, હિન્દી, બંગાળી તથા તેલુગુ ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. 1935 પૂર્વે ઓરિસા રાજ્યનો ગંજમ જિલ્લો મદ્રાસ ઇલાકામાં હતો એથી તેઓ તેલુગુ ભાષા શીખેલા. એમણે અનેક ગીતો રચ્યાં છે. તેમણે…
વધુ વાંચો >