ચન્દ્રકાન્ત મહેતા
અબૂ સઈદ અયૂબ
અબૂ સઈદ અયૂબ (જ. 1906, કૉલકાતા; અ. 21 ડિસેમ્બર 1982, કોલકાતા) : બંગાળી લેખક. ભારતના અગ્રણી તત્વચિંતક અને સાહિત્યના સમાલોચક. માતૃભાષા ઉર્દૂ. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી. સોળ વર્ષના થયા ત્યારે રવીન્દ્રનાથની મૂળ રચનાઓ વાંચી શકે એ માટે બંગાળીનું ઊંડું અધ્યયન કર્યું. કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ફિલસૂફીનો વિષય લઈને એમ. એ.ની ઉપાધિ મેળવી. ‘યુગાન્તર’,…
વધુ વાંચો >અબ્દુલ અહદ ‘આઝાદ’
અબ્દુલ અહદ ‘આઝાદ’ (જ. 1903, ચાદુરા; અ. 4 એપ્રિલ 1948, શ્રીનગર) : કાશ્મીરના ક્રાન્તિકારી સાહિત્યના સર્જક તથા સાંસ્કૃતિક નવજાગરણના પ્રણેતા. એમના પિતા સુલતાન દરવેશ સાહિત્ય-જગતમાં જાણીતા હતા. શરૂઆતમાં ‘અહદ’ તખલ્લુસથી લખતા, પણ પછીથી એમણે ‘જાંબાજ’ નામથી લખવા માંડ્યું. પુત્રના મૃત્યુથી ધર્મ પ્રત્યેનું એમનું દૃષ્ટિબિન્દુ બદલાયું, અને ‘આઝાદ’ તખલ્લુસથી લખવાનું શરૂ…
વધુ વાંચો >અબ્દુલ અહદ નદીમ
અબ્દુલ અહદ નદીમ (19મી સદી) : કાશ્મીરી સૂફી કવિ. સૂફી પરંપરા અનુસાર ઈશ્વરને સનમરૂપે સંબોધીને તેમણે કાવ્યો લખ્યાં છે. એમનાં કાવ્યો ભક્તિમૂલક હોઈ, એમાં પરમાત્માના મિલનની ઝંખના અને વિરહવ્યથાનો સૂર સંભળાયા કરે છે. તેમની વિશેષતા એ છે કે, સનમ ઉપરાંત ઈશ્વરના પુરુષસ્વરૂપની પણ એટલા જ ભાવોદ્રેકથી ઉપાસના કરી છે. એમના…
વધુ વાંચો >અબ્દુલ ‘બહાવ’
અબ્દુલ ‘બહાવ’ (1845-1914) : કાશ્મીરી લેખક. કાશ્મીરના હાજિત ગામમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. અનેક ફારસી ગ્રંથોનો તેમણે કાશ્મીરી છંદોબદ્ધ કવિતામાં અનુવાદ કર્યો છે, જેમાં મુખ્ય છે ફિરદૌસીનું ‘શાહનામા’ તથા હમીદુલ્લાહનું ‘અકબરનામા’. એમની મૌલિક રચનાઓમાં ઉલ્લેખપાત્ર છે, ‘હફ્ત કિસ્સા મકરેજન’, ‘કિસ્સા-એ-બહાર દરવેશ’, ‘કિસ્સા-એ-બહરામગર’, ‘સૈલાબનામા’ અને ‘કારિ પટવાર’. એમના બીજા એક…
વધુ વાંચો >અબ્દુલ મલિક (2)
અબ્દુલ મલિક (2) (જ. 15 જાન્યુઆરી 1919, ગોલાઘાટ, આસામ; અ. 19 ડિસેમ્બર 2000, જોરહટ) : અસમિયા કવિ અને વાર્તાકાર. આસામના નોઆગોંગ નગરમાં જન્મ. એમ. એ. સુધીનું શિક્ષણ પહેલાં નોઆગોંગમાં અને પછી ગુવાહાટી વિશ્વવિદ્યાલયમાં લીધું. પછી આસામ સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધી. વાર્તાઓ તથા કવિતામાં ડાબેરી દૃષ્ટિકોણ હોવાને લીધે તેમણે સામાન્ય…
વધુ વાંચો >અબ્દુલ હલીમ જાફરખાં
અબ્દુલ હલીમ જાફરખાં (જ. 18 ફેબ્રુઆરી 1927, જાવરા, મધ્ય પ્રદેશ; અ. 4 જાન્યુઆરી 2017, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સિતારવાદક. પૈતૃક પરંપરાથી જ તેમને સંગીતની સિદ્ધિ મળી હતી. સતત અભ્યાસને કારણે તેઓ કલાસાધનામાં એટલે ઊંચે પહોંચી ગયા કે જ્યાં કોઈ પ્રતિસ્પર્ધી ન હતો. તેઓ સિતારવાદન તંત્રની વ્યાખ્યા કરવા ઉપરાંત મસીતખાની…
વધુ વાંચો >અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી
અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા,…
વધુ વાંચો >અમાનઅલીખાં
અમાનઅલીખાં (જ. 1888; અ. 11 ફેબ્રુઆરી 1953) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક. બિજનૌર(જિલ્લો મુરાદાબાદ)ના નિવાસી. પિતાનું નામ છજ્જૂખાં ઉર્ફે અમરશા સાહેબ હતું. તેઓ બાળપણમાં રમતિયાળ હતા. પિતાની એક શિષ્યાના હળવા ઠપકાને લીધે કંઠ્ય સંગીતનું શિક્ષણ લેવા તરફ વળ્યા. કાકા નજીરખાં અને ખાદિમહુસેનખાં પાસેથી તાલીમ મેળવીને ટૂંકસમયમાં જ તેઓ…
વધુ વાંચો >અમાસના તારા
અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ…
વધુ વાંચો >અમિતાક્ષર
અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય…
વધુ વાંચો >