ચન્દ્રકાન્ત મહેતા

નાયક, વિજયરાઘવ

નાયક, વિજયરાઘવ (સત્તરમી સદી) : તેલુગુ લેખક. તેમના પિતા રઘુનાથ તંજાવુર રાજ્યના રાજકવિ હતા. એટલે કાવ્યત્વ એમના લોહીમાં હતું. એમના પિતાના મૃત્યુ પછી એમની રાજકવિ તરીકે નિયુક્તિ થઈ હતી. યક્ષગાન એ આંધ્રપ્રદેશનું લોકનાટ્ય છે. વિજયરાઘવે અનેક યક્ષગાનો રચ્યાં છે. એમનાં યક્ષગાનો રાજાના દરબારમાં ભજવાતાં. વિજયરાઘવે રચેલાં યક્ષગાનો પૌરાણિક કૃતિઓ, વિશેષે…

વધુ વાંચો >

નાયર, ઈદાસેરી ગોવિંદન્ 

નાયર, ઈદાસેરી ગોવિંદન્  (જ. 23 ડિસેમ્બર, 1906, કુટ્ટીપુરમ્, કેરળ; અ. 16 ઑક્ટોબર, 1974) : મલયાળમ કવિ અને નાટકકાર. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ. માંડ મૅટ્રિક સુધી ભણ્યા અને વકીલના ગુમાસ્તા તરીકે નોકરી લીધી. પણ પછી અનુભવ મેળવી, વકીલાતની પરીક્ષા પાસ કરી, વકીલાત કરવા માંડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એમણે ભાગ લીધેલો અને ‘ના-કર’…

વધુ વાંચો >

નાયર એમ. ટી. વાસુદેવન્

નાયર, એમ. ટી. વાસુદેવન્ (જ. 15 જુલાઈ 1933, કૂડલ્લૂર, જિ. પાલક્કાડ, દક્ષિણ મલબાર–કેરળ) : મલયાળમ ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. 1995માં ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે પ્રગટ થયેલો એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’(લોહીથી રંગાયેલી રેતી)ને કેરળ સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળેલો. તેમનો જન્મ…

વધુ વાંચો >

નાયર, કુન્હીરામન

નાયર, કુન્હીરામન (જ. 1861; અ. 1904) : મલયાળમના પ્રથમ નિબંધકાર તથા વાર્તાકાર. એમણે ‘કેસરી’ તખલ્લુસ નિબંધલેખન માટે રાખ્યું હતું. એ સમકાલીન પત્રપત્રિકાઓ ‘વિદ્યાવિનોદિની’, ‘કેરળ’, ‘સંચારી’, ‘મિતવાદી’માં નિયમિત રીતે નિબંધ લખતા. એમની વાર્તા ‘વાસનાવિકૃતિ’ મલયાળમ સાહિત્યની પ્રથમ વાર્તા ગણાય છે. એમાં કામવાસનાથી પીડાતા માનવીનું માનસ ચિત્રાત્મક રીતે નિરૂપાયું છે. એમની બીજી…

વધુ વાંચો >

નાયર, ગોપીનાથન્

નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના…

વધુ વાંચો >

નારણ, દુરૈક્કણ્ણન

નારણ, દુરૈક્કણ્ણન (જ. 1906, મયિલાનુર, ચેન્નાઈ; અ. 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના…

વધુ વાંચો >

નારાયણશતકમ્

નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય,…

વધુ વાંચો >

નાવરિયા ગીત

નાવરિયા ગીત : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આસામના બરપેટા પ્રદેશમાં નાવમાં યાત્રા કરવા જતી વખતે જે ગીતો ગવાય છે તે નાવરિયા ગીતો કહેવાય છે. ‘નાવ’ પરથી ‘નાવરિયા’ શબ્દ આવ્યો છે. બંગાળીનાં ભાટિયાલી ગીતોના જેવો જ આ ગીતપ્રકાર છે. એ ગીતોનો વિષય છે નાવડું લઈને દૂરદૂર જનારો સોદાગર અને એના ઘરમાં…

વધુ વાંચો >

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્ (જ. 18, માર્ચ 1926, કુમરાનાળાવુર, કેરળ, અ. 15 ઑક્ટોબર 2020, થ્રિસ્સુર, કેરળ) : મલયાળમ લેખક. શરૂઆતમાં એમણે પ્રાચીન વેદનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતનું ઊંડું અધ્યયન કર્યું. સાથે સાથે જ્યોતિષ તથા સંગીતનું પણ શિક્ષણ લીધું. એમને લોકનાટ્ય-નૃત્ય કથકલી પ્રત્યે પણ વિશેષ અભિરુચિ હતી. શારીરિક અસ્વસ્થતાને લીધે કૉલેજશિક્ષણ પૂરું…

વધુ વાંચો >

નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ

નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ (જ. 2 જૂન 1939, તિરુવલ્લ ગામ, કેરળ) : મલયાળમ લેખક. એમનું કુટુંબ ત્રણ પેઢીથી કર્ણાટકથી કેરળમાં આવીને વસેલું. દાદા પાસે સંસ્કૃત શીખ્યા અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન શેફર્ડના વિદ્યાર્થી બન્યા ત્યારે અંગ્રેજી કવિતા માટે શોખ જાગ્યો. સંસ્કૃત સાથે બી. એ. થયા. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ…

વધુ વાંચો >