ગુજરાતી સાહિત્ય

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ)

સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991) : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ઝંપલાવી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926થી 1928 સુધી બે…

વધુ વાંચો >

સ્વપ્નસ્થ

સ્વપ્નસ્થ (જ. 13 નવેમ્બર 1913, રાજકોટ; અ. 23 ઑક્ટોબર 1970) : ગુજરાતી કવિ, વાર્તાકાર અને અનુવાદક. મૂળ નામ લક્ષ્મીનારાયણ ઉર્ફે ભનુભાઈ રણછોડલાલ વ્યાસ. અન્ય તખલ્લુસ ‘મોહન શુક્લ’. વતન જામનગર. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. જામનગરવાસી જાણીતા સંગીતજ્ઞ આદિત્યરામજી (1819–1880) એમના પ્રપિતામહ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. અભ્યાસ માત્ર મૅટ્રિક્યુલેશન સુધી પણ…

વધુ વાંચો >

સ્વાધ્યાય (સામયિક)

સ્વાધ્યાય (સામયિક) : વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર તરફથી ઈ. સ. 1964માં પ્રકાશિત કરવામાં આવેલું ત્રૈમાસિક. આ સામયિકનો મુદ્રાલેખ ‘સ્વાધ્યાય અને સંશોધન’ રાખવામાં આવેલો. આરંભના સમયગાળામાં સંશોધક ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે અને એ પછી અરુણોદય ન. જાનીના સંપાદકપદે પ્રતિષ્ઠા પામેલું સામયિક આજે પણ પ્રકાશિત થાય છે. આ ત્રૈમાસિકમાં પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન તથા અદ્યતન…

વધુ વાંચો >

સ્વામી સચ્ચિદાનંદ

સ્વામી સચ્ચિદાનંદ (જ. 22 એપ્રિલ 1932, મુજપુર, જિ. પાટણ) : આત્મકથાકાર, પ્રવાસનિબંધ અને ચિંતનાત્મક નિબંધના લેખક. સમાજસુધારક ધર્મચિંતક સંન્યાસી. સ્વામી સચ્ચિદાનંદ 21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને, પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી. બનારસમાં અભ્યાસ કરી…

વધુ વાંચો >

હયાતી

હયાતી : હરીન્દ્ર દવેની ચૂંટેલી કવિતાનો સુરેશ દલાલે સંપાદિત કરેલો અને સાહિત્ય અકાદમીના 1978નો પુરસ્કાર જેને એનાયત થયો છે તે કાવ્યગ્રંથ. તેમાં ચોસઠ પાનાંની દીર્ઘ પ્રસ્તાવના લખીને હરીન્દ્ર દવેની કવિતાને સમજાવવાનો સાર્થ પ્રયત્ન કર્યો છે. અહીં એમના કાવ્યસંગ્રહો ‘આસવ’, ‘મૌન’, ‘અર્પણ’, ‘સમય’ અને ‘સૂર્યોપનિષદ’માંથી છ્યાસી રચનાઓ અને અન્ય સોળ અગ્રંથસ્થ…

વધુ વાંચો >

હર્ષ અશોક

હર્ષ, અશોક (જ. 23 સપ્ટેમ્બર 1915, મુન્દ્રા, જિ. કચ્છ; અ. 13 ડિસેમ્બર 2003, અમદાવાદ) : પત્રકાર, સંપાદક, ચરિત્રકાર, વાર્તાકાર અને અનુવાદક. પિતાનું નામ રતનશી અને માતાનું નામ લક્ષ્મીબહેન. પદ્ધતિસરની કેળવણીનો લાભ એમને બહુ ઓછો મળ્યો હતો. જે થોડું શિક્ષણ પામ્યા તે વતન મુન્દ્રામાં જ. રાષ્ટ્રીય ચળવળમાં તેઓ સક્રિય રહેલા. અભ્યાસ…

વધુ વાંચો >

હંસાઉલી

હંસાઉલી : ભવાઈના પિતા કહેવાતા અસાઇતે ઈ. સ. 1371માં લખેલી કુલ 438 કડીનું પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા. દુહા અને ચોપાઈમાં લખાયેલી હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ બનેલી આ પહેલી મનોરંજક પદ્યવાર્તા છે. એનું કથાનક આ પ્રમાણે છે : પાટણપુર પહિઠાણના રાજા નરવાહનને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન કણયાપુર પાટણના કનકભ્રમ રાજાની…

વધુ વાંચો >

‘હિંદ સ્વરાજ’

‘હિંદ સ્વરાજ’ : ગાંધીવિચારના બીજરૂપ ગાંધીજીનું પ્રથમ પુસ્તક. ‘હિંદ સ્વરાજ’ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં ગુજરાતીમાં લખાયું હતું. સમગ્ર પુસ્તક ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન લખાયેલું. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના…

વધુ વાંચો >

હોપ થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft)

હોપ, થિયોડોર ક્રાક્રાફ્ટ (Cracraft) (જ. 9 ડિસેમ્બર 1831; અ. 4 જુલાઈ 1915, લંડન) : અંગ્રેજ કેળવણી અધિકારી, જેમણે વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું હતું તેમજ ગુજરાતી ભાષામાં સ્વતંત્ર રીતે રચાયેલી વાચનમાળાઓનો આગ્રહ રાખી, તે તૈયાર કરાવી હતી. તેમના પિતા જેમ્સ હોપ તબીબ હતા અને હૃદયરોગ સંબંધી સંશોધન માટે પ્રખ્યાત હતા;…

વધુ વાંચો >