ગુજરાતી સાહિત્ય

શર્વિલક

શર્વિલક (1957) : વિશિષ્ટ ગુજરાતી નાટક. લેખક રસિકલાલ છોટાલાલ પરીખ (1897-1982). સંસ્કૃત નાટ્યકાર શૂદ્રકના ‘મૃચ્છકટિક’ તથા તેની પહેલાંના ભાસકૃત ‘દરિદ્ર ચારુદત્ત’ને અનુસરીને લેખકે ‘શર્વિલક’ની રચના કરી છે. બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્ર્લોકોનો સીધો અનુવાદ તેમણે કરેલો છે. તેમ છતાં આ નાટક નથી અનુવાદ કે નથી અનુકૃતિ. ‘દરિદ્ર…

વધુ વાંચો >

શામળ

શામળ (ઈ. 18મી સદી) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા પદ્યવાર્તાકાર. અમદાવાદના વેગનપુર(હાલનું ગોમતીપુર)માં વસેલા માળવા બાજુના શ્રીગોડ બ્રાહ્મણ. પિતા વીરેશ્વર. માતા આણંદબાઈ. કવિ પોતાને ‘શામળ ભટ્ટ’ તરીકે ઓળખાવે છે, પરંતુ તેમાં ‘ભટ્ટ’ શબ્દ કથાકાર બ્રાહ્મણના અર્થમાં પ્રયોજાયો છે. ખરેખર તો કવિની અટક ‘ત્રવાડી’ હતી. તેઓ પોતાને ઘણી વાર ‘સામકી’ (=…

વધુ વાંચો >

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ (જ. 28 જુલાઈ 1905, માંગરોળ, જિ. જૂનાગઢ) : ગુજરાતના જાણીતા વિદ્વાન. માંગરોળ(સોરઠ)ના વતની. તેઓ શાળાનું મૅટ્રિક્યુલેશન (માધ્યમિક શાળાંત પરીક્ષા) સુધીનું અને પિતાજી પં. કાશીરામ કરશનજી શાસ્ત્રી (બાંભણિયા) પાસે સંસ્કૃત વ્યાકરણ, કાવ્યો અને વેદાંતનું શિક્ષણ પામેલા. 1923માં માંગરોળ (સોરઠ) નજીકના ચંદવાણા ગામમાં અધ્યાપન માટે એક વર્ષ ગાળ્યા પછી…

વધુ વાંચો >

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (જ. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; અ. 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે. ગુજરાતમાં આ…

વધુ વાંચો >

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ

શાસ્ત્રી, વ્રજલાલ કાળીદાસ (જ. 26 નવેમ્બર 1825, મલાતજ, તા. પેટલાદ; અ. 14 નવેમ્બર 1892, મલાતજ) : ગુજરાતી ભાષાશાસ્ત્રી, સંશોધક, અનુવાદક અને કવિ. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. અવટંકે ત્રવાડી. પ્રાથમિક શિક્ષણ મલાતજમાં લીધું. પ્રાકૃત વ્યાકરણ, સંસ્કૃત કાવ્ય, કાવ્યશાસ્ત્ર, દર્શનો અને વ્યાકરણનો અભ્યાસ પેટલાદ સંસ્કૃત પાઠશાળામાં કર્યો. તેઓ પ્રાકૃત વ્યાકરણ અને…

વધુ વાંચો >

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર (જ. 2 મે 1902, ચુણેલ, તા. નડિયાદ, જિ. ખેડા, ગુજરાત; અ. 1 જૂન 1946) : ગુજરાતી વિવેચક અને નવલિકાકાર. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. 1919માં તેઓ મૅટ્રિક થયા. 1923માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. ઑનર્સ અને 1925માં સંસ્કૃત અને…

વધુ વાંચો >

શાહ, ગુણવંત

શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

શાહ, ચુનીલાલ વર્ધમાન

શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી…

વધુ વાંચો >

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના  સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…

વધુ વાંચો >

શાહ, રમણલાલ ચી.

શાહ, રમણલાલ ચી. (જ. 3 ડિસેમ્બર 1926, પાદરા, જિ. વડોદરા; અ. 24 ઑક્ટોબર 2005, મુંબઈ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના લેખક તેમજ જૈનદર્શનના ઊંડા અભ્યાસી. પિતાનું નામ ચીમનલાલ, માતાનું નામ રેવાબહેન. પ્રાથમિક શાળાનો અભ્યાસ પાદરાની સરકારી શાળામાં. માધ્યમિકથી મૅટ્રિક સુધીનું શિક્ષણ મુંબઈમાં. 1948માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ., 1950માં…

વધુ વાંચો >