ગુજરાતી સાહિત્ય
બોટાદકર, દામોદર ખુશાલદાસ
બોટાદકર, દામોદર ખુશાલદાસ (જ. 27 નવેમ્બર 1870, બોટાદ; અ. 7 સપ્ટેમ્બર 1924) : જાણીતા ગુજરાતી કવિ. સાત વર્ષની ઉંમરે પિતાનું શિરચ્છત્ર ગુમાવ્યું. પરિણામે છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહિ. માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા અનેક વ્યવસાય પર હાથ અજમાવેલ. કવિતા…
વધુ વાંચો >બોરીસાગર, રતિલાલ મોહનલાલ
બોરીસાગર, રતિલાલ મોહનલાલ (જ. 31 ઑગસ્ટ 1938, સાવરકુંડલા, જિ. અમરેલી) : ગુજરાતી હાસ્યલેખક તથા નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ પણ સાવરકુંડલામાં લીધું. 1956ની સાલમાં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પસાર કરી, 1963માં બી.એ.ની અને 1967માં એમ.એ.ની પરીક્ષા પસાર કરી. એ પછી તેમણે શિક્ષકનો વ્યવસાય કરવા માટે બી.એડ.ની પરીક્ષા પણ પસાર કરી.…
વધુ વાંચો >બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય…
વધુ વાંચો >બ્રહ્માનંદ
બ્રહ્માનંદ (જ. 1772, આબુ તળેટીનું ખાણ; અ. 1832) : સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા કવિ. બાળપણનું નામ લાડુદાન. પિતા શંભુદાન ગઢવી. માતા લાલુબા. જ્ઞાતિએ ચારણ. શિરોહી રાજ્યના ખર્ચે કચ્છ-ભુજમાં પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયેલા. ત્યાં ઈ. સ. 1804માં શ્રી સહજાનંદ સ્વામીનાં દર્શન. ઈ. સ. 1805માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. શરૂઆતમાં શ્રી રંગદાસજી નામ,…
વધુ વાંચો >બ્રોકર, ગુલાબદાસ
બ્રોકર, ગુલાબદાસ (જ. 20 સપ્ટેમ્બર 1909, પોરબંદર; અ. 10 જૂન 2006, પુણે) : ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘કથક’. તેમણે ટૂંકી વાર્તા, એકાંકી, નાટક, વિવેચન, ચિંતનાત્મક નિબંધ, પ્રવાસવર્ણન, સંસ્મરણ-આલેખન, અનુવાદ વગેરે ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કર્યું છે. મૅટ્રિક થયા પછી મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1930–32ની સત્યાગ્રહ-લડતોમાં તેમણે…
વધુ વાંચો >ભગત, કહળસંગ
ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…
વધુ વાંચો >ભગત ચુનીલાલ આશારામ
ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી
વધુ વાંચો >ભગત, નિરંજન નરહરિ
ભગત, નિરંજન નરહરિ (જ. 18 મે 1926, અમદાવાદ; અ. 1 ફેબ્રુઆરી 2018) : ગુજરાતી કવિ અને વિવેચક. અર્વાચીન ગુજરાતી કવિતામાં સુન્દરમ્ ઉમાશંકરની કવિ પેઢી પછીના 2 અગ્રણી કવિઓ તે રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. પિતા નરહરિ અમદાવાદની લાલભાઈ દલપતભાઈની પેઢીમાં. માતા મેનાંબહેન. મોસાળમાં ઉછેર. અરુણ અને અજિત બે ભાઈ. અજિતનું…
વધુ વાંચો >ભગવદગોમંડલ
ભગવદગોમંડલ : ગુજરાતી ભાષાનો પ્રથમ બૃહત્ શબ્દકોશ. સાહિત્યવ્યાસંગી ગોંડળનરેશ મહારાજા ભગવતસિંહજી (1865–1944) અને તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ(1889–1964)ના સહિયારા ખંતીલા પુરુષાર્થથી તૈયાર થયેલી કોશ-શ્રેણી. તેના કુલ 9 ખંડમાં રૉયલ 4 પેજી કદનાં અને 3 કૉલમવાળાં કુલ 9,270 પાનાંમાં સરવાળે 2,81,377 શબ્દોના 5,49,455 અર્થો અપાયા છે. પ્રસંગ પ્રમાણે શબ્દના એકથીય…
વધુ વાંચો >ભટ્ટ, અમૃતલાલ લાલજી
ભટ્ટ, અમૃતલાલ લાલજી : જુઓ અમૃત ઘાયલ
વધુ વાંચો >