ગુજરાતી સાહિત્ય
બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ
બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ (જ. 20 ઑગસ્ટ 1932, પાલનપુર, ગુજરાત; અ. 25 માર્ચ 2006 અમદાવાદ) : ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર. પિતા વેપાર માટે કોલકાતા આવ્યા તે પછી ઈ. સ. 1948 સુધી વિવિધ કારણોસર બક્ષીપરિવારને કોલકાતા-પાલનપુરમાં અસ્થાયીપણે રહેવાનું બન્યું. 1952માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈને બક્ષી કોલકાતામાં સ્થિર થયા. 1956માં એલએલ.બી.…
વધુ વાંચો >બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર
બક્ષી, રામપ્રસાદ પ્રેમશંકર (જ 20 જૂન 1894, જૂનાગઢ; અ. 22 માર્ચ 1987, મુંબઈ) : ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. 1910માં મૅટ્રિક. 1914માં સંસ્કૃતના વિષય સાથે બી.એ. 1915થી મુંબઈમાં નિવાસ. તેમણે શાળાના આચાર્ય તેમજ ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. 1976–77માં તેઓ…
વધુ વાંચો >બધેકા, ગિજુભાઈ
બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >બરાસ-કસ્તૂરી
બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં…
વધુ વાંચો >બલૂચ અલીખાન ઉસ્માનખાન
બલૂચ અલીખાન ઉસ્માનખાન : જુઓ શૂન્ય પાલનપુરી
વધુ વાંચો >બાદરાયણ
બાદરાયણ (જ. 12 મે 1905, આધોઈ, કચ્છ; અ. 14 નવેમ્બર 1963) : ગુજરાતી કવિ. મૂળ નામ ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. વતન નડિયાદ. સુંદરજી બેટાઈ સાથેના સંયુક્ત લેખન નિમિત્તે ‘મિત્રાવરુણૌ’ એવું ઉપનામ પણ તેમનું અને સુંદરજી બેટાઈનું રખાયેલું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મોરબી અને રાજકોટમાં લીધેલું અને પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ દિવેટિયા…
વધુ વાંચો >બારી બહાર
બારી બહાર (પ્ર. આ. 1940) : ગુજરાતી કવિ પ્રહલાદ પારેખ (જ. 1912; અ. 1962) નો કાવ્યસંગ્રહ. ગાંધીયુગની વિચારસૃષ્ટિ અને વાસ્તવસૃષ્ટિથી અલગ પોતાની ઇન્દ્રિયસંવેદ્ય સૃષ્ટિ રચતું અહીંનું કાવ્યવિશ્વ ગુજરાતી સાહિત્યમાં સૌંદર્યલક્ષી બારી ઉઘાડી કવિતાનો નવો માપદંડ સ્થાપે છે. કવિવર ટાગોરની સંવેદનાને ઝીલી નિજી સંવેદના સાથે આ કવિએ, ઉમાશંકર જોશીએ કહ્યું છે…
વધુ વાંચો >બારોટ, સારંગ
બારોટ, સારંગ (જ. 4 એપ્રિલ 1919, વિજાપુર; અ. 5 ફેબ્રુઆરી 1988) : ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ. ગુજરાતી સાહિત્યમાં ‘સારંગ બારોટ’ તરીકે જાણીતા છે. તેમનો અભ્યાસ મેટ્રિક. ત્યાર પછી વડોદરામાં આવેલી કલાભવન ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો. ’41–50 દરમિયાન મુંબઈમાં ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન…
વધુ વાંચો >બાલજીવન
બાલજીવન : જુઓ બાલસામયિકો
વધુ વાંચો >બાલમિત્ર
બાલમિત્ર : જુઓ બાલસામયિકો
વધુ વાંચો >