ગુજરાતી સાહિત્ય
જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ
જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ (જ. 10 જાન્યુઆરી 1940, મુ. પો. આકરુ, તા. ધંધૂકા, જિ. અમદાવાદ) : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક. પિતા દાનુભાઈ રાજપૂત ખેડૂત. ગામડામાં ખેડૂત કુટુંબમાં જનમવાને કારણે બાળપણથી જ લોકસાહિત્ય અને લોકકલાઓનો તલસ્પર્શી અનુભવ હતો. તેઓ 1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે…
વધુ વાંચો >જાની, અંબાલાલ બુલાખીરામ
જાની, અંબાલાલ બુલાખીરામ (જ. 18 ઑક્ટોબર 1880, નડિયાદ; અ. 28 માર્ચ 1942, મુંબઈ) : વડનગરા નાગર બ્રાહ્મણ અને નડિયાદના વતની. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં, માધ્યમિક નડિયાદ-અમદાવાદમાં. ગ્રૅજ્યુએશન જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં વિજ્ઞાન વિષયે. 1907માં મુંબઈની પન્નાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી. 1909માં મુંબઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં સહતંત્રી તરીકે જીવનપર્યંત સેવા આપી. 1914–21નાં વર્ષોમાં…
વધુ વાંચો >જાની, ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’
જાની, ચિનુપ્રસાદ વૈકુંઠરામ ‘ચિન્મય’ (જ. 4 જાન્યુઆરી 1933, પુણે, મહારાષ્ટ્ર) : ગુજરાતી નવલકથાકાર અને ગુજરાતની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. પિતાનું નામ વૈકુંઠરામ, માતા લક્ષ્મીબહેન. વતન ટીંટોદણ (ઉ. ગુ.), મૅટ્રિક સુધીનો અભ્યાસ પુણેમાં. ફર્ગ્યુસન અને અન્ય કૉલેજોમાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયો સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 1953માં અન્નપૂર્ણાબહેન સાથે લગ્ન.…
વધુ વાંચો >જાની, જ્યોતિષ જગન્નાથ
જાની, જ્યોતિષ જગન્નાથ (જ. 9 નવેમ્બર 1928, પીજ, તા. પેટલાદ, વતન ભાલેજ; અ. 17 માર્ચ 2005, વડોદરા) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, પત્રકાર. સૂરતની ગોપીપુરાની શાળામાંથી 1945માં મૅટ્રિક, એમ. ટી. બી. અમદાવાદ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે 1951માં બી.એસસી., 1963માં એચ.કે.આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા કોર્સ, 1962 થી 1966 ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના…
વધુ વાંચો >જાની, વિશ્વનાથ (17મી સદી)
જાની, વિશ્વનાથ (17મી સદી) : થોડી પણ પોતીકી મુદ્રાથી અંકિત કૃતિઓ આપી જનાર મધ્યકાળના આખ્યાનકાર અને પદકવિ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. પાટણ કે એની આજુબાજુના પ્રદેશના વતની. વિશ્વનાથ કનોડિયા (પાટણની બાજુના કનોડાના) જાની હોય એવી સંભાવના પણ છે. કુલધર્મે કદાચ શૈવ હોય. એમના ‘સગાળચરિત્ર’માં શિવભક્તિ જોવા મળે છે. પણ એમની કૃતિઓમાં…
વધુ વાંચો >‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ)
‘જામન’ (જમનાદાસ મોરારજી સંપટ) (જ. 9 નવેમ્બર 1888, વરવાડા, જિ. જામનગર; અ. 22 ડિસેમ્બર 1955, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. નાની વયે માબાપ મૃત્યુ પામતાં મોટાં ભાભીને ત્યાં ઊછર્યા. નાટકના શોખીન બનેવી મથુરાદાસ જમનાદાસને નાટક જોવા સાથે લઈ જાય. જામને સૌપ્રથમ ‘કૃષ્ણસુદામા’ નાટક રચ્યું હોવાનું મનાય છે. 16 વર્ષની ઉંમરે લખેલ…
વધુ વાંચો >જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ
જિગર અને અમી [પૂર્વાર્ધ (1943), ઉત્તરાર્ધ : દ્વિતીય તથા તૃતીય દર્શન (1944)] : ચુનીલાલ વર્ધમાન શાહ(1887–1966)ની ગુજરાતી નવલકથા. લેખકના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંડિત વિશ્વંભર મોક્ષાકરને નામે જાણીતા થયેલા કથાનાયક વિશ્વંભરની નોંધ પરથી, તેમની અનુમતિથી આત્મકથન સ્વરૂપમાં લખાયેલી આ સત્યઘટનાત્મક નવલકથા છે. પ્રથમ તે ગુજરાતી પાક્ષિક ‘પ્રજાબંધુ’માં પ્રગટ થઈ હતી. પૂર્વાર્ધની…
વધુ વાંચો >જીવણ (દાસી)
જીવણ (દાસી) [જ. ઈ. સ. 1750 આશરે, ઘોઘાવદર; જીવતાં સમાધિ : ઈ. સ. 1825 (વિ. સં. 1881 આસો વદ અમાસ, દિવાળી) ઘોઘાવદર-ગોંડલ પાસે] કબીરપંથમાંથી ઊતરી આવેલી રવિ-ભાણ પરંપરામાં, ગુજરાતી ભાષાના સમર્થ ભજનકવિ. ભાણસાહેબ – ખીમસાહેબ – ત્રિકમસાહેબ – ભીમસાહેબ(આમરણ) અને દાસી જીવણ એ મુજબની શિષ્યપરંપરા. ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે હરિજન…
વધુ વાંચો >જીવનનું પરોઢ (1948)
જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક ર્દષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમજ સામાજિક ર્દષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ…
વધુ વાંચો >જીવનનો આનંદ (1936)
જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 1885–1952)ના કુદરત અને કલાવિષયક લેખોનો સંગ્રહ. કુદરત અને કલા વિશેની કાકાસાહેબની સૂક્ષ્મ ર્દષ્ટિનો તથા એમની સર્જકપ્રતિભાનો આહલાદક પરિચય આ સંગ્રહમાં થાય છે. નાનપણથી જ એમને પ્રકૃતિ જોડે ઘેરો આત્મીયભાવ જાગેલો. પ્રકૃતિને એમણે જડ નહિ, પણ ચૈતન્યસભર માની છે. નદી, સાગર, સરોવર,…
વધુ વાંચો >