ગિરીશભાઈ પંડ્યા
સૉલ્ટ-લેક સિટી
સૉલ્ટ-લેક સિટી : યુ.એસ.ના ઉટાહ રાજ્યનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 45´ ઉ. અ. અને 111° 53´ પ. રે.. તે ગ્રેટ સૉલ્ટ-લેકથી અગ્નિકોણમાં 18 કિમી.ને અંતરે અહીંની જૉર્ડન (ઍટલાસ) નદી પર આવેલું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં રસાયણો, વીજાણુ-સાધનો અને સામગ્રી, ખાદ્યપેદાશો, ધાતુપેદાશો, પોલાદ, ખાણસામગ્રી, શુદ્ધ કરેલું…
વધુ વાંચો >સૉસ્યુરાઇટીકરણ (Sossuritisation)
સૉસ્યુરાઇટીકરણ (Sossuritisation) : સૉસ્યુરાઇટ બનવાની પ્રક્રિયા. બેઝિક (કૅલ્શિયમધારક) પ્લેજિયોક્લેઝનું સૉસ્યુરાઇટ નામના લાક્ષણિક ખનિજજૂથમાં પરિવર્તન પામવાની પ્રક્રિયા. આ લાક્ષણિક ખનિજજૂથમાં ઝૉઇસાઇટ, ક્લોરાઇટ, ઍમ્ફિબોલ અને કાર્બોનેટ ખનિજોનો સમાવેશ થાય છે. અર્થાત્ બેઝિક પ્લેજિયોક્લેઝનું પરિવર્તન કૅલ્સાઇટ, અબરખ અથવા તેને સમકક્ષ અન્ય કોઈ પણ પડગુંથિત ખનિજમાં તેમજ ક્વચિત્ મળી આવતા રંગવિહીન ઍમ્ફિબોલ (જે એપિડૉટને…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર તળ ગુજરાતની પશ્ચિમે આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ.થી 23° 34´ ઉ. અ. અને 68° 57´ પૂ. રે.થી 72° 10´ પૂ. રે. વચ્ચેનો 64,339 ચોકિમી. (ગુજરાત રાજ્યનો 32.8 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છના અખાત સહિતનો ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને…
વધુ વાંચો >સ્કાર્ન
સ્કાર્ન : કણશ: વિસ્થાપન દ્વારા ઉદભવેલો વિશિષ્ટ ખડકપ્રકાર. સ્વીડનના ખાણિયાઓએ ધાતુખનિજ શિરાઓના સંપર્કમાં રહેલી ખડક-દીવાલોમાં મળતા ઘેરા રંગવાળા ખનિજ વિભાગો માટે આપેલું નામ. પછીથી આ નામ એ પ્રકારના સ્થૂળ દાણાદાર ખડક માટે અથવા ચૂનાખડક કે ડોલોમાઇટ પર ઉષ્ણ સિલિકા-સમૃદ્ધ દ્રાવણો કે ઍસિડિક વાયુબાષ્પની પ્રક્રિયાને કારણે ઉદભવતા ખનિજસમૂહો માટે પણ વપરાતું…
વધુ વાંચો >સ્કૅગર-રૅક
સ્કૅગર-રૅક : ઉત્તર સમુદ્રનો ફાંટો. આ ફાંટો ઉત્તરના નૉર્વે-સ્વીડનને દક્ષિણના ડેન્માર્કથી અલગ પાડી આપે છે. તેની લંબાઈ 209 કિમી. જેટલી છે. તે ઉત્તર સમુદ્ર અને કટીગૅટ વચ્ચે કડીરૂપ હોવાથી તેનું મહત્વ છે. તેની બે ખાડીઓ બાલ્ટિક સમુદ્રમાં જવાના પ્રવેશમાર્ગો બની રહેલી છે. જુટલૅન્ડના કાંઠા પર જહાજો માટે સારું બારું અસ્તિત્વ…
વધુ વાંચો >સ્કેપોલાઇટ
સ્કેપોલાઇટ : મારીઆલાઇટ, ડાયપાયર, મિઝોનાઇટ અને મીઓનાઇટ ખનિજોને સમાવી લેતા ખનિજ જૂથ માટેનું સામૂહિક નામ. તે વર્નેરાઇટના નામથી પણ ઓળખાય છે. તેમનું સામૂહિક રાસાયણિક બંધારણ દર્શાવતું સૂત્ર (Na, Ca, K) 4Al3 (Al, Si)3 Si6O24 (Cl, F, OH, CO3, SO4) મુકાય છે. બીજી રીતે, મારીઆનાઇટ = 3 આલ્બાઇટ + NaCl, મીઓનાઇટ…
વધુ વાંચો >સ્કોરિયા (scoria)
સ્કોરિયા (scoria) : જ્વાળામુખીજન્ય (કુદરતી) ધાતુમળ. જુદા જુદા કદના પ્રસ્ફુટિત જ્વાળામુખીજન્ય ટુકડાઓથી બનેલું દ્રવ્ય. સ્કોરિયા મોટે ભાગે ઘેરા રંગવાળો, ઓછો વજનદાર, અંશત: કાચમય અને અંશત: સ્ફટિકમય કણરચનાવાળો અને બેઝિક બંધારણવાળો હોય છે. તે વિશિષ્ટપણે અસંખ્ય અનિયમિત કોટરો કે બખોલોની કોષમય લાક્ષણિકતાવાળો હોય છે. સ્કોરિયાનું કણદ્રવ્ય જો 4 મિમી.થી 32 મિમી.…
વધુ વાંચો >સ્કોરોડાઇટ (scorodite)
સ્કોરોડાઇટ (scorodite) : ફેરિક આર્સેનેટ. રાસા. બં. : FeAsO4·2H2O. આર્સેનિક પેન્ટોક્સાઇડ 49.8 %, લોહ સિક્વિઑક્સાઇડ 34.6 %, જળમાત્રા : 15.6 %. સ્ફ. વર્ગ : ઑર્થોરહોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ત્રિપાર્શ્વીય, અષ્ટકોણીય, મૃણ્મય, દળદાર. સંભેદ : (120) અપૂર્ણ, (010) અને (100) પર આંશિક. પ્રભંગ : ખરબચડો, બરડ. ચમક : કાચમયથી આછા…
વધુ વાંચો >સ્કોલેસાઇટ
સ્કોલેસાઇટ : કૅલ્શિયમ ઍલ્યુમિનિયમ સિલિકેટ. રાસાયણિક બંધારણ : CaO·A12O3 · 3SiO2·3H2O. સિલિકા : 45.9 %. ઍલ્યુમિના : 26 %. કૅલ્શિયમ ઑક્સાઇડ : 14.3 %. જળમાત્રા : 13.8 %. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : નાજુક પ્રિઝમેટિક સ્ફટિકો; ગાંઠમય, દળદાર, રેસાદાર કે વિકેન્દ્રિત પણ હોય. યુગ્મતા : (010) ફલક પર,…
વધુ વાંચો >સ્ક્રૉપ જ્યૉર્જ જુલિયસ પૉલેટ (Scrope George Julius Poulett)
સ્ક્રૉપ, જ્યૉર્જ જુલિયસ પૉલેટ (Scrope, George Julius Poulett) (જ. 10 માર્ચ 1797, લંડન; અ. 19 જાન્યુઆરી 1876, ફેરલૉન, સરે, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી તેમજ રાજકીય અર્થશાસ્ત્રી. તેમની મૂળ અટક તો થૉમ્સન હતી, પરંતુ વિલ્ટશાયરના છેલ્લા અર્લ વિલિયમ સ્ક્રૉપની પુત્રી સાથે લગ્ન કરીને તેમણે તેમની અટક ‘સ્ક્રૉપ’ રાખેલી. જ્યૉર્જ જુલિયસ પૉલેટ…
વધુ વાંચો >