સ્કોરિયા (scoria) : જ્વાળામુખીજન્ય (કુદરતી) ધાતુમળ. જુદા જુદા કદના પ્રસ્ફુટિત જ્વાળામુખીજન્ય ટુકડાઓથી બનેલું દ્રવ્ય. સ્કોરિયા મોટે ભાગે ઘેરા રંગવાળો, ઓછો વજનદાર, અંશત: કાચમય અને અંશત: સ્ફટિકમય કણરચનાવાળો અને બેઝિક બંધારણવાળો હોય છે. તે વિશિષ્ટપણે અસંખ્ય અનિયમિત કોટરો કે બખોલોની કોષમય લાક્ષણિકતાવાળો હોય છે. સ્કોરિયાનું કણદ્રવ્ય જો 4 મિમી.થી 32 મિમી. પરિમાણવાળું હોય તો તેને આવશ્યકપણે જ્વાળામુખી સિન્ડર(સ્થૂળ છિદ્રવાળો ખડક)ને સમકક્ષ ગણવામાં આવે છે. (જુઓ સિન્ડર.)

ગિરીશભાઈ પંડ્યા