ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
બ્લૂપ્રિન્ટ
બ્લૂપ્રિન્ટ : મકાન કે અન્ય બાંધકામ માટેના તૈયાર કરેલ મૂળ નકશાની નકલ (copy). જેમ ફોટોગ્રાફર કોઈ વસ્તુ/વ્યક્તિનો ફોટો પાડી તેની નૅગેટિવ પરથી ચિત્ર તૈયાર કરે તેવી રીતે મૂળ નકશા પર ફોટોગ્રાફિક (પ્રકાશીય) અસરથી બ્લૂપ્રિન્ટ તૈયાર કરાય. સ્થપતિઓ, ઇજનેરો અને ડિઝાઇનરો પોતે તૈયાર કરેલ મૂળ નકશા પ્રમાણે કામ કરાવવા સંબંધિત કાર્યકર્તાઓને…
વધુ વાંચો >ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ
ભટ્ટ, ઉપેન્દ્ર જીવરામ (જ. ફેબ્રુઆરી 1909; અ. નવેમ્બર 1997) : ભારતના એક ઉચ્ચ કક્ષાના સિવિલ ઇજનેર. વતન ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં લીધું. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ તે વખતે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન, કરાંચી ખાતેની જાણીતી એન.ઈ.ડી.ઇજનેરી કૉલેજમાં 1931માં પૂરો કર્યો. ત્યારબાદ ભાવનગર રાજ્ય તરફથી પ્રોત્સાહન મળતાં…
વધુ વાંચો >ભટ્ટ, વૈજનાથ મોતીરામ
ભટ્ટ, વૈજનાથ મોતીરામ (યોગી શ્રી જગન્નાથ તીર્થ) (જ. 1858, વિરમગામ; અ. 1916, લીંબડી) : યોગવિદ્યાના સાધક અને ‘યોગપ્રકાશ’ના કર્તા. માતા સંતોકબા અને પિતા મોતીરામ ડોસારામજી ભટ્ટ. બાલ્યાવસ્થાથી જ તંદુરસ્ત, શાંત અને ગંભીર પણ ચપળતા ઘણી. ગુજરાતી અને સંસ્કૃતમાં થોડો અભ્યાસ પૂરો કરી પોતાના ગામ લીંબડીમાં જ શિક્ષકની નોકરી સ્વીકારી. ચિત્તવૃત્તિમાં…
વધુ વાંચો >ભંગાર
ભંગાર : ઉપયોગમાં ન લઈ શકાતી વસ્તુઓ. ઉત્પન્ન થયેલ વસ્તુઓ અમુક સમયના વપરાશ પછી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં રહે નહિ અથવા તો ઉપયોગમાં ચાલુ રાખવી એ તેમાં થતા ખર્ચને લીધે મોંઘી પડતી હોય ત્યારે તેને ભંગાર તરીકે કાઢી નાખવામાં આવે. અમુક પ્રકારના ઉત્પાદનમાં જે કાચો માલ વપરાય તે કાચા…
વધુ વાંચો >ભૂ-ગણિત
ભૂ-ગણિત (geodesy) : પૃથ્વીની સપાટીનું સર્વેક્ષણ અને નકશા તૈયાર કરવા અંગેનું વિજ્ઞાન. ભૂ-ગણિત દ્વારા સ્થાન, અંતર, દિશાઓ, ઊંચાઈ વગેરે બાબતો મળી રહે છે; જે સિવિલ ઇજનેરી નૌકાવ્યવહાર (navigation), જમીનોની હદ નક્કી કરતી સંસ્થાઓ વગેરે માટે ઉપયોગી બની રહે છે. ભૂ-ગણિતમાં પૃથ્વીનાં આકાર અને કદ, બાહ્ય ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર, ક્ષૈતિજ અને લંબક-દિશામાં નિયંત્રણો…
વધુ વાંચો >ભૂતાપીય ઊર્જા
ભૂતાપીય ઊર્જા (geothermal energy) : પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માશક્તિ. પૃથ્વીના ઊંડાણમાં ઉષ્માશક્તિનો મોટો ભંડાર છે. પૃથ્વીના અંદરના ભાગેથી જેમ ઉપર આવીએ તેમ ઉષ્માશક્તિનું પ્રસરણ (diffusion) થાય છે અને તેનો ફેલાવો થતાં તાપમાન ઘટે છે. તેમ છતાં ઊંડાણે કેન્દ્રમાં તાપમાન વધુ અને મહદ્અંશે એકસરખું રહે છે. આ કારણસર ભૂસ્તરીય ઊર્જા એ…
વધુ વાંચો >મહાવર્તુળ માર્ગ
મહાવર્તુળ માર્ગ (great circle route) : પૃથ્વીના ગોળા પરનાં બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું (સૌથી નાનું) અંતર. આ અંતર, જે સપાટી (plane) પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય તેમાં સમાવાય છે. આ હકીકતનો ખ્યાલ ગણિતજ્ઞોને કોલંબસના સમય પહેલાંથી હતો; પરંતુ અઢારમી સદી પછી પૃથ્વી પરની આડી રેખાઓ, હવાઓના પ્રવાહો વગેરેની જાણકારી વધી…
વધુ વાંચો >માલની હેરફેર
માલની હેરફેર (material handling) : કોઈ પણ પ્રકારના માલને તેની જરૂરિયાત પ્રમાણેની જગ્યાએ લઈ જવો તે. વસ્તુઓના ઉત્પાદનમાં કે બાંધકામકાર્યોમાં માલની હેરફેર, માલનું પરિવહન તે એક મહત્વની ક્રિયા બની રહે છે; દા.ત., રસ્તા, પુલ કે મકાનો બાંધવામાં વપરાતાં રેતી, સિમેન્ટ, પથ્થર, ઈંટો, લાકડું, લોખંડના સળિયા જેવા કાચા માલને જ્યાં બાંધકામ…
વધુ વાંચો >માહિતી તાંત્રિકી
માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની…
વધુ વાંચો >