ખનિજ ઇજનેરી

જેડ

જેડ : જુઓ જેડ અને જેડાઇટ

વધુ વાંચો >

જેડ અને જેડાઇટ

જેડ અને જેડાઇટ : આભૂષણ અને ઝવેરાતમાં વપરાતા – આલંકારિક બે પ્રકારના ખડકો(rocks)ને ‘જેડ’ નામથી ઓળખવામાં આવે છે, જેડની ઓળખ અલગ સિલિકેટ ખનિજ તત્ત્વ પ્રમાણે કરવામાં આવે છે. (1) નેફ્રાઇટ તત્ત્વ સાથેનું ખનિજ ‘જેડ’ તરીકે ઓળખાય છે, (2) જ્યારે પાયરોક્ષિન ગ્રૂપના ખનિજોની ઓળખ સોડિયમ અને ઍલ્યુમિનિયમ સિલિકેટનું રાસાયણિક બંધારણ ધરાવતા …

વધુ વાંચો >

જેડાઇટ

જેડાઇટ : જુઓ જેડ અને જેડાઇટ

વધુ વાંચો >

ટૂફા

ટૂફા : નદીજળ અને ગરમ ઝરાના જળના બાષ્પીભવનમાંથી અવક્ષેપિત થઈને તૈયાર થતો છિદ્રાળુ, કોટરયુક્ત, વાદળી જેવો (spongy) ચૂનાખડક. તેને ચૂનાયુક્ત સિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્યપણે અતિસંતૃપ્ત જળમાંથી અવક્ષેપિત થઈને કૅલ્શિયમ કાર્બોનેટ ઝરાઓ અને જળસંચયસ્થાનોની આસપાસ ઊગતા છોડની ડાળીઓ અને પાંદડાં ઉપર જામે છે, પરંતુ છોડની સંરચનાને અમુક પ્રમાણમાં…

વધુ વાંચો >

ડાયૉપ્સાઇડ

ડાયૉપ્સાઇડ (Diopside) : ડાયૉપ્સાઇડ, મોનોક્લિનિક વર્ગનું ખનિજ છે. તેનું રાસાયણિક બંધારણ અથવા તેની કેમિકલ ઓળખ MgCaSi2O6 છે. ડાયૉપ્સાઇડ, જળકૃત ખડક (જેમાં સિલિકાનું પ્રમાણ જોવા મળે છે) છે. કેટલાક બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે છે. ક્યારેક ઉલ્કાઓના બંધારણમાં પણ મળી આવે છે. ડાયૉપ્સાઇડની અન્ય ઓળખ ઝવેરાતના રત્ન (Gem) તરીકેની પણ છે. આ…

વધુ વાંચો >

પશ્ચાત્-સ્ફુરણ (phosphorescence)

પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે. ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને…

વધુ વાંચો >

પાઇરોપ (pyrope)

પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રસાયણિક બંધારણ : Mg3 Al2 (SiO4)z  , સ્ફટિક વર્ગ : ક્યૂ બિક, સ્ફટિક, સ્વ. (રચના) – સ્ફટિકો જૂજ, પરંતુ તે ડોડેકા હેડ્રલ કે ટ્રેપેઝો હેડ્રલ સ્વરૂપના હોય છે. ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણા રૂપે મળે. પારદર્શકથી માંડી પારભાસક સ્વરૂપે, સંભેદ : નથી.…

વધુ વાંચો >

પાયરાઇટ

પાયરાઇટ (Pyrite) : લોહમાક્ષિક, લોહ સલ્ફાઇડ (Fe2S) બંધારણ ધરાવતું ધાતુખનિજ. આ પાયરાઇટ ‘લોહ પાયરાઇટ’ અથવા ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6% અને સલ્ફર (ગંધક) 53.4% રહેલું છે. જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ગંધક માત્રાને કારણે દહનશીલ બની રહે છે. પાયરાઇટને – ‘મૂર્ખાઓનું સોનું’…

વધુ વાંચો >

પાયરોક્લૉર

પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (011), (113) કે (001) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111)…

વધુ વાંચો >

પાયરોફિલાઇટ

પાયરોફિલાઇટ : શંખજીરાને લગભગ મળતું આવતું અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાતું ખનિજ. રાસા. બં. : Al2O3 . 4SiO2. H2O. સિલિકા 66.7%, ઍલ્યુમિના 28.3% અને જળમાત્રા 5.00. સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક. સ્ફ. સ્વ. : પત્રબંધી રચનાવાળું, વિકેન્દ્રિત-પર્ણવx; અંશત: રેસાદાર; દળદાર, દાણાદારથી ઘનિષ્ઠ (સૂક્ષ્મ સ્ફટિકમય) સ્વરૂપે પણ મળે; આછા પારભાસકથી અપારદર્શક. સંભેદ…

વધુ વાંચો >