કે. કા. શાસ્ત્રી

દાસ

દાસ : દાસ ‘દસ્યુ’ જેવી કોઈ જાતિ હતી અને ઋગ્વેદ(5–34–6, 6, 22–10, 6–33–3, 3–50–6, 7–83–1, 10–38–3, 10–69–6, 7 અથર્વ 5 –11 –3)માં સંસ્કારી (આર્ય) ભારતીયોના શત્રુઓ તરીકે નિર્દિષ્ટ થયેલ જોવા મળે છે. એ લોકોને પોતાના કિલ્લેબંધ પુર હતાં. (2–20–8, 1–103–3, 3–12–6, 4–32–10) ઋગ્વેદ(2–20–8)માં તો આ પુરોને લોખંડનું રક્ષણ હોય એવો…

વધુ વાંચો >

દિવોદાસ અતિથિગ્વ

દિવોદાસ અતિથિગ્વ : પૂર્વના વૈદિક સમયનો એક આગળપડતો રાજવી. એના પિતાનું નામ વધ્ય્ર (ઋ 6–61–1) હતું અને ભરતવંશમાંના તૃત્સુ કુટુંબના સુપ્રસિદ્ધ રાજવી સુદાસનો પિતામહ થતો હતો. સુદાસનો પિતા પિજવન દિવોદાસનો પુત્ર થતો હતો. દિવોદાસ તુર્વશો અને યદુઓનો વિરોધી હતો. એનો મોટો શત્રુ તો ‘દાસ’ વર્ગનો જાણીતો શંબર હતો. આ શંબર…

વધુ વાંચો >

દેવભૂતિ

દેવભૂતિ : ભારતીય સામ્રાજ્ય પર રાજ્ય કરનાર શૂંગ વંશનો છેલ્લો રાજા. મૌર્ય વંશના છેલ્લા રાજવી બૃહદ્રથના સેનાપતિ શૂંગવંશીય પુષ્પમિત્રે સ્વામીની હત્યા કરી ભારતીય સામ્રાજ્ય હસ્તગત કર્યું. એના પછી એનો પુત્ર અગ્નિમિત્ર, એનો સુજ્યેષ્ઠ, સુજ્યેષ્ઠનો વસુમિત્ર, એનો ઉદંક, ઉદંકનો પુલિંદક, એનો ઘોષવસુ, ઘોષવસુનો વજ્રમિત્ર, એનો ભાગવત અને એનો દેવભૂતિ થયો. દેવભૂતિએ…

વધુ વાંચો >

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.…

વધુ વાંચો >

દ્વારકાધીશનું મંદિર

દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…

વધુ વાંચો >

નમુચિ

નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને…

વધુ વાંચો >

નવગ્વ

નવગ્વ : ‘નવ’ એ સંખ્યાવાચક શબ્દ પરથી બનેલો આ શબ્દ ઋગ્વેદમાં વપરાયેલો છે. ‘દશગ્વ’ શબ્દની સાથે તેનો પ્રયોગ ઋગ્વેદમાં 1/62/4, 2/34/12, 3/39/5 અને 5/29/2 – એ ચાર સ્થળોએ થયો છે. નવની સંખ્યામાં ઇન્દ્રની મદદે જનારા ઇન્દ્રનાં ભક્ત એવાં કુળો કે કુટુંબો આ ‘નવગ્વ’ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. નવગ્વ શબ્દ…

વધુ વાંચો >

પદ્મનાભ

પદ્મનાભ (1456માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. ઇતિહાસનો આધાર લઈને ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્ય ઓછાં મળે છે. એમાં પણ જૈનેતર કવિઓએ લખેલાં તો થોડાં જ મળે છે. શ્રીધર વ્યાસના ‘રણમલ્લ છંદ’ પછી ગુજરાતી ભાષાના મધ્યકાલીન સ્વરૂપને સંપૂર્ણ રીતે સાચવી રાખતું તેમજ ઇતિહાસની કેટલીક વિગતોને બરોબર નોંધી રાખતું અને સાથોસાથ તત્કાલીન…

વધુ વાંચો >

પાપ

પાપ : હિન્દુ માન્યતા મુજબ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડવામાં આવેલું, આ લોક અને પરલોકમાં અશુભ ફળ આપે અને મનુષ્યનું અધ:પતન કરે એવું આચરણ. પાપકર્મ કરવાથી પછીનો જન્મ ખરાબ મળે છે અને દુ:ખ ભોગવવું પડે છે તેવું માનવામાં આવે છે. મનુષ્યનું પતન કરનારા કર્મને ‘પાતક’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે, પરંતુ…

વધુ વાંચો >

પુણ્ય

પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે…

વધુ વાંચો >