કેયૂર કોટક

જેટલી અરુણ

જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, )  : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…

વધુ વાંચો >

જેઠમલાની રામ

જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…

વધુ વાંચો >

ટ્રમ્પ ડોનાલ્ડ

ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 45માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની…

વધુ વાંચો >

દોમ્મરાજુ, ગુકેશ

દોમ્મરાજુ, ગુકેશ (જ. 29 મે 2006, ચેન્નાઈ) : સૌથી યુવાન વિશ્વ ચેસ ચૅમ્પિયન. પિતા રજનીકાંત ઇએનટી સર્જન અને માતા પહ્મ માઇક્રોબાયૉલૉજિસ્ટ. ગુકેશને ચેસ ચૅમ્પિયન બનાવવા પિતાએ 2018માં પોતાનું ક્લિનિક બંધ કરી ડૉક્ટરની કારકિર્દી છોડી દીધી છે. પરિવારની આજીવિકાનો એક માત્ર આધાર માતાની આવક. તેથી મિત્રોની પાસેથી પૈસા ઉધાર લેવા પડ્યા…

વધુ વાંચો >

દોવાલ, અજિત

દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર…

વધુ વાંચો >

પટનાયક, નવીન

પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન…

વધુ વાંચો >

પ્રોજેક્ટ ટાઇગર

પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું…

વધુ વાંચો >

બિરલા, કુમારમંગલમ

બિરલા, કુમારમંગલમ (જ. 14 જૂન 1967, કોલકાતા-) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ. પિતાનું નામ આદિત્ય વિક્રમ. માતાનું નામ રાજશ્રી. શરૂઆતનું શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમની પદવી મેળવી અને પછી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા(ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1992માં લંડન બિઝનેસ સ્કૂલમાંથી એમબીએનું શિક્ષણ પૂર્ણ કર્યું. પત્ની નીરજા…

વધુ વાંચો >

 મહાજન, પ્રમોદ

 મહાજન, પ્રમોદ (જ. 30 ઓક્ટોબર, 1949 ; અ. 3 મે, 2006, મહબૂબનગર, તેલંગાણા, દેશસ્ત બ્રાહ્મણ પરિવાર)  :  પ્રમોદ વેંકટેશ મહાજન, ભાજપની બીજી પેઢીના નેતાઓ પૈકીના એક હતા, ટૅકનૉક્રૅટિક નેતાઓ પૈકીના એક અને 21મી સદીમાં ભાજપના સંકટમોચક તરીકે પ્રસિદ્ધ રાજકારણી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ગઠબંધન સરકારમાં તમામ સાથીદારો પક્ષો સાથે સુમેળયુક્ત…

વધુ વાંચો >