કીટકશાસ્ત્ર
ટૉરટૉઇઝ બીટલ
ટૉરટૉઇઝ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીની એક જીવાત. આ જીવાત શક્કરિયાના પાકને જ નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતની કુલ ચાર જાતિઓ છે. તે પૈકી એસ્પિડોમૉર્ફા મિલીયારિસ, એફ. એ ખૂબ જ સામાન્ય અને અગત્યની જીવાત છે. તેનો કેસ્સીડીડી કુળમાં સમાવેશ થાય છે. પુખ્ત કીટક લંબગોળાકાર, ચપટા, 12 મિમી. લંબાઈના…
વધુ વાંચો >ડૂંખ અને ફળની ઇયળ
ડૂંખ અને ફળની ઇયળ : રીંગણની આ એક અગત્યની જીવાત છે. તેને લ્યુસીનોડસ ઓર્બોનાલીસના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. તેનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલો છે. રીંગણ ઉપરાંત તેનો ઉપદ્રવ બટાટાના પાકમાં પણ જોવા મળે છે. આ કીટકનું ફૂદું મધ્યમ અને સફેદ પાંખો પર મોટા તપખીરિયા રંગના ડાઘાવાળું હોય…
વધુ વાંચો >ડ્રગ સ્ટોર બીટલ
ડ્રગ સ્ટોર બીટલ : ઔષધીય બનાવટો અને સંગ્રહેલ મરીમસાલાને નુકસાન કરનાર એક પ્રકારનો ભૃંગકીટક. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબીડી કુળમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Stegobium paniceum Linn. છે. પુખ્ત કીટક આશરે 2થી 3 મિમી. લંબાઈનો બદામી રંગનો અને લંબચોરસ આકારનો હોય છે. તેની શૃંગિકા (antenna) ગદાકાર હોય છે.…
વધુ વાંચો >ઢાલપક્ષ ભમરા
ઢાલપક્ષ ભમરા : ડાંગરની એક ગૌણ જીવાત. તેનું વૈજ્ઞાનિક નામ ડિક્લાડીસ્પા આર્મીઝેરા (Dicladispa armigera–Oliv) છે. તેનો સમાવેશ ઢાલપક્ષ (beetle) શ્રેણીના ક્રાયસોમેલિડી કુળમાં થયેલો છે. ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ કીટકનો ઉપદ્રવ જોવા મળે છે. પુખ્ત કીટક નાના (3થી4 મિમી. લંબાઈના), લંબચોરસ ઘાટના, કાળાશ પડતા ભૂરા રંગના હોય છે.…
વધુ વાંચો >તડતડિયાં
તડતડિયાં : હેમિપ્ટેરા શ્રેણીની જીવાત. ડાંગર તથા કપાસ અને અન્ય પાકને નુકસાન કરતાં તડતડિયાંનો સમાવેશ અનુક્રમે ડેલ્ફાસીડી અને જેસીડી કુળમાં થયેલો છે. આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત કીટક ફાચર આકારનાં હોય છે, જે પાન પર ત્રાંસું ચાલતાં જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ કપાસ ડાંગર, દિવેલા, ભીંડા, રીંગણી, મગફળી અને…
વધુ વાંચો >તમરી કે બાઘડ
તમરી કે બાઘડ (Mole Cricket) : કીટકની એક હાનિકારક જાત. તેનો સમાવેશ સરલપક્ષ (orthoptera) શ્રેણીના ગ્રાયલોટાલ્પિડી કુળમાં થાય છે. અંગ્રેજી નામ Mole Cricket, શાસ્ત્રીય નામ ગ્રાયલોટાલ્પા આફ્રિકાના. ગ્રાયલોટાલ્પા આફ્રિકાના બાઘડ કે મોલક્રિકેટ અંગેનું સંશોધન પ્રો. એન. એમ. દલાલે ભાવનગરની સામળદાસ કૉલેજમાં પ્રથમ કર્યું. Tridactylidae કુળની વામન તમરી(Pigmy mole Cricket)ની જાતિના…
વધુ વાંચો >તમાકુ
તમાકુ વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની શાકીય વનસ્પતિ. તે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. ભારતમાં બે જાતિઓ મુખ્યત્વે ઉગાડવામાં આવે છે : (1) Nicotiana tabacum Linn. (હિ.બં.મ. ગુ. તમાકુ) અને (2) N. rustica Linn. ભારતમાં ટેબેકમની લગભગ 69 જેટલી અને રસ્ટિકાની 20 જેટલી જાતોનું સંવર્ધન થાય છે. તમાકુ…
વધુ વાંચો >તલ
તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે. ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો…
વધુ વાંચો >તીડ
તીડ (Locust) : સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રીડિડી કુળનું એક કીટક. તેના ત્રીજા પગની જોડ લાંબી હોઈને તે કૂદકો મારવા માટે અનુકૂલન પામેલું છે. તીડ લીલો કે ભૂખરો રંગ ધરાવે છે. શરીર પર પથરાયેલી બે જોડ પાંખો પૈકી, બહારની પાંખ કઠણ અને રક્ષણાત્મક હોય છે, જ્યારે અંદરની પાંખો સરળ પાતળી અને…
વધુ વાંચો >તીતીઘોડો
તીતીઘોડો : તીતીઘોડો એ સરળપક્ષ (orthoptera) શ્રેણીનું એક્રીડિડી કુળનું કીટક છે. આ શ્રેણીમાં લગભગ છ હજાર જાતો નોંધાઈ છે. તે જમીન ઉપર રહેનારું અને કૂદકા મારી ચાલનારું કીટક છે. અમુક જાતના તીતીઘોડા પાકને ઘણું જ નુકસાન કરે છે. તીતીઘોડાની મુખ્યત્વે હાઇરોગ્લાયફસ બનિયન (Hieroglyphus banian fab), હાઇરોલાયફસ નિગ્રોરેપ્લેટસ (H. nigrorepletus Bol),…
વધુ વાંચો >