કાયદાશાસ્ત્ર

કાયમી જમાબંધી

કાયમી જમાબંધી : જમીન માપીને તેની જાત વગેરે તપાસી તેનું સરકારી મહેસૂલ કાયમને માટે નક્કી કરવું તે. જમીનમહેસૂલ બાબતમાં કાયમી જમાબંધી 1790માં પહેલાં બંગાળમાં દશ વર્ષ માટે દાખલ કરવાના અને તેને 1793માં બંગાળ, ઓરિસા તેમજ બિહાર પ્રાંતોમાં કાયમી ધોરણે લાગુ કરવાના કાર્યને હિંદના ગવર્નર-જનરલ કૉર્નવૉલિસ(1786-1793)ની મહત્વની વહીવટી સિદ્ધિ ગણવામાં આવે…

વધુ વાંચો >

કાંગા, જમશેદજી બહેરામજી

કાંગા, જમશેદજી બહેરામજી (જ. 29 ફેબ્રુઆરી 1875; અ. 23 માર્ચ 1969) : ભારતના પ્રથમ ઍડવોકેટ મુંબઈના ખ્યાતનામ વકીલ તથા મુંબઈ ઇલાકાના પ્રથમ ભારતીય ઍડવોકેટ-જનરલ. પારસી ધર્મગુરુ બહેરામજીનું તે ચૌદમું અને છેલ્લું સંતાન હતા. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ. અને એલએલ.બી. ડિગ્રીઓ લઈને સને 1903માં તેઓ ભારતના પ્રથમ ઍડવોકેટ (ઓ.એસ.) બન્યા. વકીલાતના વ્યવસાયમાં…

વધુ વાંચો >

કુદરતી ન્યાયનો સિદ્ધાંત

કુદરતી ન્યાયનો સિદ્ધાંત : ન્યાયની પ્રક્રિયાને તલસ્પર્શી, ઔચિત્યપૂર્ણ અને વ્યાપક બનાવતો મૂળભૂત સિદ્ધાંત. ન્યાયિક વ્યવહારની સર્વમાન્ય કસોટીઓ પરથી તે ઊપસી આવ્યો છે. ન્યાયમાં તટસ્થતાનું લક્ષણ સૂચિત (implied) હોય છે. પરંતુ તેનો વ્યવહારમાં અમલ થાય તે માટે બે બાબતો અનિવાર્ય ગણાય છે : (1) દરેક પક્ષકારને તેના વિરુદ્ધનો હુકમ થતાં અગાઉ…

વધુ વાંચો >

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં)

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં) : દરિયાઈ વીમાના દાવાની પતાવટના સંદર્ભમાં નુકસાનનું એક સ્વરૂપ. કુલ નુકસાન એટલે અસ્કામતનો સંપૂર્ણ વિનાશ. તેના બે પ્રકાર : (1) વાસ્તવિક (actual) કુલ નુકસાન અને (2) અનુમાનિત (constructive) કુલ નુકસાન. મિલકતનો સંપૂર્ણ નાશ થયો હોય અગર તો તેને મૂળ વસ્તુરૂપે ઓળખાવી ન શકાય એવી રીતે નુકસાન…

વધુ વાંચો >

કુંજરુ હૃદયનાથ

કુંજરુ, હૃદયનાથ (જ. 1 ઑક્ટોબર 1887, પ્રયાગરાજ; અ. 3 એપ્રિલ 1978, આગ્રા) : વિખ્યાત ધારાશાસ્ત્રી, કેળવણીકાર, સાંસદ તથા ઉદારમતવાદને વરેલા ભારતીય ચિંતક. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જાણીતા વકીલ. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી (1905) અને પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસસી. થયા અને તરત જ વકીલાત…

વધુ વાંચો >

કૅવિયેટ

કૅવિયેટ : કૅવિયેટ અરજી કરનારને સાંભળ્યા સિવાય અદાલત અગર અમલદાર તેની વિરુદ્ધ જે તે બાબત અંગે એકતરફી હુકમ કરે નહિ એવી વિનંતી. લૅટિન ભાષાનો આ શબ્દ છે. આવી અરજી કરનારને કૅવિયેટર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને એવી દહેશત હોય કે સામો પક્ષકાર તેની સામે કોઈ વચગાળાનો હુકમ મેળવે…

વધુ વાંચો >

કેશવાનંદ ભારતી કેસ

કેશવાનંદ ભારતી કેસ (1972) : ભારતીય બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અંગેનો જાણીતો કેસ. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો, અગાઉના જાણીતા ગોલકનાથ કેસના ચુકાદાની અસર નષ્ટ કરતો, ભારતના બંધારણના 24, 25, 26 તથા 29મા સુધારાઓ(amendments)ને વૈધ જાહેર કરતો તથા મૂળભૂત અધિકારો સહિતના બંધારણના કોઈ પણ અનુચ્છેદ(article)માં સુધારા કરવાની સંસદની સત્તાને બહાલી…

વધુ વાંચો >

કૅસાં – રેને-સૅમ્યુઅલ

કૅસાં, રેને-સૅમ્યુઅલ (જ. 5 ઑક્ટોબર 1887, બાયોન, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1976, પૅરિસ) : ફ્રેન્ચ ધારાશાસ્ત્રી, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકારોના ઘોષણાપત્રના પ્રમુખ ઘડવૈયા તથા 1968ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા યહૂદી વ્યાપારી. પૅરિસ ખાતે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કર્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ફ્રાન્સના લશ્કરમાં જોડાયા તથા પાયદળના સૈનિક…

વધુ વાંચો >

કૉપીરાઇટ

કૉપીરાઇટ : કોઈ પણ મૌલિક કલા કે સાહિત્ય-કૃતિ, વ્યાખ્યાન અગર તેના મહત્વના ભાગની પુન: રજૂઆત, અનુવાદ, અભિવ્યક્તિ અથવા વેચાણ કરવાનો સુવાંગ હક. જે કૃતિ મૌલિક હોય તેના તેમજ ટૅકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનોને લગતી કૃતિના સર્જકને કૉપીરાઇટનો હક પ્રાપ્ત થાય છે. સર્જક તેનો કૉપીરાઇટ સ્વેચ્છાથી બીજાને લેખિત કરાર દ્વારા હસ્તાંતરિત કરી…

વધુ વાંચો >

કૉફેપોસા

કૉફેપોસા (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act – COFEPOSA) : હૂંડિયામણનું રક્ષણ કરવા, દાણચોરીની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકાર દ્વારા કરવામાં આવેલો કાયદો (1974). આ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી હૂંડિયામણ અંગેના નિયમોના ભંગથી તથા દાણચોરીની પ્રવૃત્તિઓથી દેશના અર્થતંત્ર પર હાનિકારક અસર થાય છે. આ કાયદાના…

વધુ વાંચો >