કાયદાશાસ્ત્ર

ટ્રૂમૅન, હૅરી

ટ્રૂમૅન, હૅરી (જ. 8 મે 1884, લામાર, યુ.એસ.; અ. 26 ડિસેમ્બર 1972, કૅન્સાસ સિટી, યુ.એસ.) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના 33મા પ્રમુખ. 1945થી 1953 સુધી પદ પર. જ્હૉન ઍન્ડરસન અને માર્થા એલન ટ્રૂમૅનનાં ત્રણ સંતાનો પૈકીના સૌથી  મોટા પુત્ર. શરૂઆતનું શિક્ષણ ઇન્ડિપેન્ડન્સ (કૅન્સાસ) ખાતે, ર્દષ્ટિની ખામી, ઓછી ઊંચાઈ અને અનાકર્ષક દેખાવને…

વધુ વાંચો >

ટ્રેડ માર્ક

ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની…

વધુ વાંચો >

ટ્રેડ યુનિયન

ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…

વધુ વાંચો >

ઠાકોર, જે. એમ.

ઠાકોર, જે. એમ. (જ. 23 નવેમ્બર 1914, મુંબઈ; અ. 27 નવેમ્બર 2000, અમદાવાદ) : અગ્રણી ધારાશાસ્ત્રી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ ઍડ્વોકેટ જનરલ. આખું નામ જયેન્દ્ર મણિલાલ ઠાકોર. જાણીતા ધારાશાસ્ત્રીઓના પરિવારમાં જન્મ. પિતા ઍડ્વોકેટ હતા. માતાનું નામ પદ્માદેવી. ભારતના પ્રખર ધારાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડ તેમના નાના તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની…

વધુ વાંચો >

ડાઈસી, એ. વી.

ડાઈસી, એ. વી. (જ. 4 ફેબ્રુઆરી 1835, ક્લેબ્રૂક, ઇંગ્લૅન્ડ; અ. 7. એપ્રિલ 1922, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : બંધારણીય કાયદાના વિખ્યાત અંગ્રેજ નિષ્ણાત. ‘કાયદાના શાસન’ની વિભાવનાના પિતા થૉમસ એડવર્ડ ડાઈસીના ત્રીજા નંબરના પુત્રને ક્લેફામ ધર્મપ્રચારક સંપ્રદાયના વડા જ્હૉન વેનના સન્માનમાં ‘આલ્બર્ટ વેન ડાઈસી’ નામ અપાયું. ડાઈસીના ઘડતરમાં આ ખ્રિસ્તી ધર્મનો ઘણો પ્રભાવ…

વધુ વાંચો >

ડૂમ્ઝડે બુક

ડૂમ્ઝડે બુક : વિલિયમ-1, ધ કૉન્કરરના 1086ના આદેશાનુસાર ઇંગ્લૅન્ડની જમીન-જાયદાદની માપણી અને તેના મૂલ્યનિર્ધારણના દફતરની મૂળ હસ્તપ્રત. અસલ હસ્તપ્રતને બે દળદાર ગ્રંથોમાં બાંધીને લંડનની ચાન્સરી લેઇનમાં આવેલી જાહેર દફતર કચેરી(Public Record Office)ના સંગ્રહમાં જાળવવામાં આવેલ છે. અંગ્રેજ પ્રજાના ઇતિહાસની શરૂઆતના આધારબિંદુ સમો આ દસ્તાવેજ ઇંગ્લૅન્ડના ઍંગ્લોનૉર્મન સમયના અભ્યાસીઓ માટે સવિશેષ…

વધુ વાંચો >

ડેનિંગ, લૉર્ડ

ડેનિંગ, લૉર્ડ (જ. 23 જાન્યુઆરી 1899, વ્હાઇટ ચર્ચ, ઇંગ્લૅન્ડ; અ. 5 માર્ચ 1999) : બ્રિટનના વિખ્યાત ધારાશાસ્ત્રી, વિચક્ષણ ન્યાયાધીશ અને સમર્થ વક્તા. મૂળ નામ આલ્ફ્રેડ થૉમસન. પછીથી તે બૅરન ડેનિંગ ઑવ્ વ્હાઇટ ચર્ચ નામે ઓળખાયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1923માં તે વકીલાતના વ્યવસાયમાં જોડાયા અને 1938માં કિંગ્ઝ કાઉન્સેલ બન્યા. 1944માં…

વધુ વાંચો >

ડૉક વૉરન્ટ

ડૉક વૉરન્ટ : ડૉક કંપની દ્વારા ગોદામમાં  રાખવામાં આવેલા માલનો માલિકીહક દર્શાવતી રસીદ. આ રસીદ દ્વારા તેમાં જણાવેલ વ્યક્તિને અથવા માલના માલિક દ્વારા દર્શાવેલ ત્રાહિત પક્ષને ગોદીમાંથી માલ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આમ ડૉક વૉરન્ટ એ એક અગત્યનો દસ્તાવેજ છે. જો માલને ડૉક વૉરન્ટના  આધારે બૅંક કે સંસ્થામાં ગીરો…

વધુ વાંચો >

ડ્રેકો

ડ્રેકો (ઈ. પૂ. સાતમી સદી) : ઍથેન્સમાં પ્રથમ લેખિત કાયદાસંગ્રહ દાખલ કરનાર કાનૂન-નિર્માતા. ઍથેન્સમાં ઈ. સ. પૂ. સાતમી સદીમાં લેખિત કાયદા દ્વારા દેવાદાર ખેડૂતોને રક્ષણ આપવા અને પ્રજા પર કરવામાં આવતા જુલમો રોકવા, ડ્રેકો નામના ઉમરાવને આર્કનપદે નીમવામાં આવ્યો. હમણાં સુધી ઍથેન્સમાં માત્ર ઉમરાવવર્ગનાં હિતોને અનુલક્ષીને અલિખિત એવી ન્યાયપ્રથા અનુસરવામાં…

વધુ વાંચો >

તપાસપંચ

તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની…

વધુ વાંચો >