કનુભાઈ શાહ

રાણી અબ્બક્કા

રાણી અબ્બક્કા : ભારતનાં મહાન મહિલાસ્વાધીનતાસેનાની, કુશળ પ્રશાસનિક અને નીડર યોદ્ધા. ચૌટા કુળની રાજધાની મૂડબિદ્રીમાં અત્યંત પ્રસિદ્ધ એવું હજાર સ્તંભનું મંદિર અહીં આવેલું છે. અનેક જૈન મંદિરો પણ અહીં આવેલાં છે. અનેક જૈન મંદિરમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે. રાણી જૈન હોવા છતાં તે પોતાના નામની પાછળ મહાદેવી વિશેષણ લખાવતાં. રાણીએ…

વધુ વાંચો >

રાવ, ચેન્નમનેનિ હનુમંતા

રાવ, ચેન્નમનેનિ હનુમંતા (જ. 15 મે 1929, સીરસીલ્લા, હૈદરાબાદ, તેલંગણા) : ભારતીય અર્થશાસ્ત્રી. તેમણે બી.એ.ની ડિગ્રી 1955માં નિઝામ કૉલેજ એમ.એ. (ઇકૉનૉનિક્સ) 1957, ઓસ્માનીયા યુનિવર્સિટી, હૈદરાબાદ અને 1962માં પીએચ.ડી.(ઇકૉનૉમિક્સ)ની ઉપાધિ દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી પોસ્ટ ડૉક્ટરલ ફેલો (Post Doctoral Fellow) યુનિવર્સિટી ઑફ શિકાગોના અર્થશાસ્ત્ર વિભાગ(1966-67)માં હતા. એમના ડૉક્ટરલ સલાહકાર…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >

શાહ, કલાબહેન

શાહ, કલાબહેન (ડૉ.) (જ. સુરેન્દ્રનગર) : મેનોપૉઝ ક્લબના સ્થાપક. તેમનાં માતાનું નામ મંગલાબહેન અને પિતાનું નામ અમરતભાઈ વકીલ. શિક્ષિત પરિવારમાં જન્મેલાં. એમના જન્મના સમયે એવું કહેવાતું કે દીકરી જન્મે એટલે ‘પથરો જન્મ્યો’. કલાબહેનના જન્મ વખતે કોઈકે આવું કહ્યું ત્યારે કલાબહેનના પિતાએ જવાબ આપ્યો કે, ‘મારો આ સાતમો પથરો સમાજને ઉપયોગી…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

શુક્લ, સી. પી. (જ. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; અ. 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ…

વધુ વાંચો >

શેઠ, જગદીશ (ડૉ.)

શેઠ, જગદીશ (ડૉ.)  (જ. રંગૂન, મ્યાનમાર (હાલ બર્મા) : સમાજસેવાની પ્રવૃત્તિઓમાં રસ ધરાવનાર અત્યંત પ્રભાવશાળી બહુમખી પ્રતિભા ધરાવનાર. તેમનું મૂળ વતન કચ્છ-મુદ્રા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે બર્મા વૉર વખતે તેઓના પરિવારે ભારતમાં પરત આવવું પડ્યું. આના આઘાતમાં પિતાજી ડિપ્રેશનનો ભોગ બની ગયા. મોટા ભાઈ ગુલાબચંદભાઈ સાથે જગદીશભાઈએ થોડો સમય મુંબઈ-વડોદરામાં રહી…

વધુ વાંચો >

સત્પથી, નંદિની (શ્રીમતી)

સત્પથી, નંદિની (શ્રીમતી)  (જ. 9 જૂન 1931, કટક, બિહાર; અ. 4 ઑગસ્ટ 2006, ભુવનેશ્વર) : ઊડિયા લેખિકા, અનુવાદક અને પ્રખર રાજકારણી. માતાનું નામ કાલિંદીચરણ તથા પિતાનું નામ રત્નમણિ પાણિગ્રહી. 1939માં આઠ વર્ષની ઉંમરે તેમને યુનિયનજેક ઉતારવા માટે તેમજ બ્રિટિશરાજ વિરુદ્ધ લખેલાં પોસ્ટર્સ કટકની દીવાલ ઉપર લગાવવા માટે બ્રિટિશ પોલીસ તરફથી ખૂબ…

વધુ વાંચો >

સારાભાઈ, સરલાદેવી

સારાભાઈ, સરલાદેવી (જ. 11 જાન્યુઆરી, 1894, રાજકોટ; અ. 11 જાન્યુઆરી 1975) : ગાંધીવિચારોથી પ્રભાવિત સન્નારી અને સારાભાઈ પરિવારનાં મોભી. તેમનાં માતાનું નામ જડાવબા અને પિતાનું નામ હરિલાલ ગોસલિયા. તેમનું મૂળ નામ રેવા હતું. રેવા દસ વર્ષનાં થયાં ત્યારે જડાવબાનું અવસાન થતાં ઘર અને બહેનોની સંભાળ લેવાની જવાબદારી રેવાના શિરે આવી…

વધુ વાંચો >

સેઠિયા, કન્હૈયાલાલ

સેઠિયા, કન્હૈયાલાલ (જ. 11 સપ્ટેમ્બર 1919, સુજાનગઢ, જિ. ચુરુ અ. 11 નવેમ્બર 2008, કૉલકાતા, પ. બંગાળ) : રાજસ્થાની ભાષાના સુપ્રસિદ્ધ કવિ. તેમના પિતાનું નામ છગનમલજી સેઠિયા અને માતાનું નામ મનોહરી દેવી. તેમનાં લગ્ન ઈ. સ. 1937માં શ્રીમતી ધાપૂ દેવી સાથે થયાં હતાં. તેમનાં સંતાનોમાં બે પુત્ર – જયપ્રકાશ તેમજ વિનયપ્રકાશ…

વધુ વાંચો >

હુસૈની, સૈયદ શાહ મોહમ્મદ (ડૉ.)

હુસૈની, સૈયદ શાહ મોહમ્મદ (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1922, હૈદરાબાદ; અ. 30 માર્ચ 2007) : ઉર્દૂ, અરબી તથા ફારસી ભાષાઓના એક સૂફી વિદ્વાન, શિક્ષક તેમજ પરોપકારી અને સમાજસેવક. તેમને 12 વર્ષની નાની ઉંમરમાં દરગાહ હજરત ખ્વાજા બંદાનવાજના ‘સજ્જાદા  નશીન’ તરીકે નિયુક્ત કરાયા. એમનાં જીવનસાથીનું નામ મોઈનજહાં બેગમ તેમજ પિતાનું નામ…

વધુ વાંચો >