કનુભાઈ શાહ

કટર ચાર્લ્સ અમી

કટર, ચાર્લ્સ અમી (જ. 14 માર્ચ 1837, બોસ્ટન; અ. 6 સપ્ટેમ્બર 1903, ન્યૂ હેમ્પશાયર) : પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથાલયશાસ્ત્રી. તેમનું નામ તેમની વિસ્તારશીલ વર્ગીકરણ (expansive classification) પદ્ધતિની શોધને લીધે ગ્રંથાલયશાસ્ત્રીઓમાં સૌથી અગ્રિમ હરોળમાં છે. વેસ્ટ કેમ્બ્રિજમાં, મેસેચૂસેટસ ખાતે તેઓ તેમના દાદા અને ત્રણ ફોઈઓ સાથે રહ્યા હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >

બ્રિટિશ લાઇબ્રેરી

બ્રિટિશ લાઇબ્રેરી : વિશ્વનાં ગ્રંથાલયોમાં નોંધપાત્ર ગણાતું બ્રિટનનું ગ્રંથાલય. બ્રિટિશ લાઇબ્રેરી ઍક્ટ (1972) અનુસાર 1 જુલાઈ 1973થી બ્રિટિશ મ્યુઝિયમ અને બ્રિટિશ લાઇબ્રેરી એમ બે ભિન્ન સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1973માં બ્રિટિશ લાઇબ્રેરીની સ્થાપના થઈ; જેને કારણે યુ.કે.માં રાષ્ટ્રીય ગ્રંથાલય તેમજ ગ્રંથાલય અને માહિતીનું માળખું રચાયું. બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે નૅશનલ…

વધુ વાંચો >

બ્લિસ, હેન્રી

બ્લિસ, હેન્રી (જ. 29 જાન્યુઆરી 1870, ન્યૂયૉર્ક સિટી; અ. 9 ઑગસ્ટ 1955, પ્લેઇન ફિલ્ડ) : ગ્રંથાલય-ક્ષેત્રે બ્લિસ વર્ગીકરણ નામની મહત્વની પદ્ધતિના પ્રણેતા. પિતા ડેવિડ બ્લિસ. માતા ઇવલિના  માટિલ્ડા. પ્રારંભે વર્ષો સુધી ન્યૂયૉર્કમાં નિવાસ કર્યો. પાછલાં વર્ષો ન્યૂજર્સી રાજ્યમાં ડેવસિસ એસ્ટેટ ખાતે ગાળ્યાં. 1901માં તેમણે એલન ડી. કોસ્ટર સાથે લગ્ન કર્યું.…

વધુ વાંચો >

રંગનાથન્, શિયાલી રામામૃત

રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે. રંગનાથન્નો જન્મ…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >

શુક્લ, સી. પી.

શુક્લ, સી. પી. (જ. 10 નવેમ્બર 1913, પાટણ, ગુજરાત; અ. 19 ઑક્ટોબર, 1982, વડોદરા) : ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનમાં સૌપ્રથમ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, યુનેસ્કો અન્વયે વિવિધ દેશોમાં ગ્રંથાલયનિષ્ણાત તરીકે કામ કરનાર ગુજરાતના એક સુપ્રસિદ્ધ ગ્રંથાલયવિજ્ઞાની. ડૉ. ચંપકલાલ પ્રાણશંકર શુક્લ ‘ડૉ. સી. પી. શુક્લ’ના નામે યુનિવર્સિટી જગતમાં સવિશેષ ઓળખાતા રહેલા. એમનો જન્મ…

વધુ વાંચો >