ઇતિહાસ – ભારત

આઉટ્રામ, સર જેમ્સ

આઉટ્રામ, સર જેમ્સ (જ. 29 જાન્યુઆરી 1803, યુ.કે.; અ. 11 માર્ચ 1863, ફ્રાંસ) : બ્રિટિશ યુગના ભારતના એક સેનાપતિ. પિતાનું નામ બેન્જામીન આઉટ્રામ. 1829માં સામાન્ય લશ્કરી અધિકારી તરીકે તેઓ ભારતમાં આવ્યા હતા. ખાનદેશના ભીલોને સૈનિક તરીકેની તાલીમ આપી તેમની સહાયથી તેમણે દોંગ જાતિને પરાજય આપ્યો હતો. 1835થી 1838ના ગાળામાં મહીકાંઠામાં…

વધુ વાંચો >

આકર

આકર : પ્રાચીન માલવ દેશ. ક્ષત્રપ રાજા રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખ (ઈ. સ. 150)માં એના શાસન નીચે જે દેશો ગણાવ્યા છે તેમાં ‘આકર’ પહેલો દેશ છે. એના પછી તરત ‘આનંત્ય’ આવતો હોઈ આ ‘પૂર્વ માલવ’ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આથી બૉમ્બે ગૅઝેટિયરમાં અવંતિને ઉજ્જયિની – અવંતિકા – અવંતીવાળો માળવાનો પશ્ચિમ ભાગ…

વધુ વાંચો >

આગાખાન

આગાખાન : ઇસ્લામના બે કરોડથી વધુ સંખ્યા ધરાવતા શિયા સંપ્રદાયના નિઝારી ઇસ્માઇલી પંથના (ખોજા કોમના) ઇમામ. આગાખાન પહેલા અને ઈરાનના રાજા ફતેહઅલીશાહ મનીરના જમાઈ હસનઅલીશાહનો ખિતાબ અકાખાન (જેનો ઉચ્ચાર આગાખાન પણ થાય છે.) હતો. ઈ. સ. 1838માં ઈરાનના કિરમાન પ્રાંતમાં નિષ્ફળ વિદ્રોહ કરવાના ફળસ્વરૂપ હસનઅલીશાહ ઈરાનથી સિંધ આવ્યા, જ્યાં તે…

વધુ વાંચો >

આગુપ્તાયિક

આગુપ્તાયિક (સંવત) : સાતમી સદીના મધ્યમાં ભારતના દખ્ખણ પ્રદેશમાં પ્રચલિત સંવત. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘આગુપ્તાયિક રાજાઓનું વર્ષ 845’ આપવામાં આવ્યું છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન સાતમી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ પ્રાય: ચાલુક્ય રાજા પુલકેશી બીજાના મૃત્યુ (ઈ. સ. 642) અને વિક્રમાદિત્ય પહેલાના રાજ્યારોહણ (ઈ.…

વધુ વાંચો >

આચાર્ય નરેન્દ્રદેવ

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા…

વધુ વાંચો >

આઝમખાન

આઝમખાન (જ. 1573, સાવા, ઈરાન; અ. 1649) : શાહજહાંના સમયમાં ઈ. સ. 1635-1643 સુધી ગુજરાતનો સૂબો. મૂળ નામ મુહંમદ બાકિર. ઈરાનથી ભારત આવ્યો ત્યારે તેની સિયાલકોટના ફોજદાર તરીકે નિમણૂક થઈ હતી. મીરઝા જાફર આસફખાનની પુત્રી સાથે તેનું લગ્ન થયેલું. નૂરજહાંના ભાઈ અને જહાંગીરનાં વડા વજીર આસફખાન દ્વારા બઢતી મળતાં ખાનસામા…

વધુ વાંચો >

આઝાદ કાશ્મીર

આઝાદ કાશ્મીર : આક્રમણ દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ. આઝાદ કાશ્મીર હિમાલય પર્વતમાળામાં લગભગ મધ્ય વાયવ્યમાં આવેલો ભાગ છે. કારાકોરમ પર્વતમાળા અને ઘાટ આઝાદ કાશ્મીરમાં છે. આ પર્વતમાળામાં આવેલ ગૉડ્વિન ઑસ્ટિન શિખર અથવા કે – ટુ 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે. 7,200 મીટરની ઊંચાઈ ધરાવતાં…

વધુ વાંચો >

આઝાદ, ચન્દ્રશેખર

આઝાદ, ચન્દ્રશેખર (જ. 23 જુલાઈ 1906, અલિરાજપુર, મધ્યપ્રદેશ; અ. 27 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : ભરજુવાનીમાં શહીદ થનાર ચન્દ્રશેખર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં જન્મ્યા હતા. અત્યંત ગરીબીમાં જીવતા તેમના પિતા ચોકીદારની નોકરી કરતા અને વાંસ તથા માટીના બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. 14 વર્ષની વયે તેઓ વારાણસીની સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી…

વધુ વાંચો >

આઝાદ, પૃથ્વીસિંહ બાબા

આઝાદ, પૃથ્વીસિંહ બાબા (જ. 15 સપ્ટેમ્બર 1892, લાલડુ, જિ.મોહાલી, પંજાબ; અ. 5 માર્ચ 1989) : ભારતીય ક્રાંતિકાર, વ્યાયામપ્રવૃત્તિના અગ્રણી પ્રવર્તક. પિતા મ્યાનમાર(બર્મા)માં વેપારી હતા. પૃથ્વીસિંહે શાળામાંથી અભ્યાસ છોડી દીધો હતો. યુવાવસ્થામાં આર્યસમાજી વિચારો અપનાવી ક્રાંતિકારી બનવાનો નિર્ધાર કર્યો. અત્યાચારી સાથે અથડામણો થશે એમ ધારી સાહસિકતા કેળવી અને શારીરિક બળપ્રાપ્તિ કરી.…

વધુ વાંચો >

આઝાદ હિંદ ફોજ

આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે લડવા માટે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રચાયેલી ભારતીય સેના. તેની સ્થાપના અસ્થાયી રીતે 17 ફેબ્રુઆરી, 1942માં રાસબિહારી બોઝ અને કૅપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવ્યા પછી તેની વિધિસર સ્થાપના 5 જુલાઈ, 1943ના રોજ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન અગ્નિ એશિયાના…

વધુ વાંચો >