ઇતિહાસ – ભારત
નાગસાહ્વય
નાગસાહ્વય : ‘નાગ’ (હસ્તી) નામનું નગર અર્થાત્ હસ્તિનાપુર. ‘નાગ’, ‘ગજ’ અને ‘હસ્તી’ પર્યાયવાચક છે. આહવ = નામ, અભિધાન અને સાહવય = નામસહિત, નામનું. આ રીતે હસ્તિનાપુર ‘ગજાહવય’, ‘નાગસાહવય’, ‘નાગાહવ’ અને ‘હાસ્તિન્’ જેવાં વિવિધ નામોથી ઓળખાતું. ચંદ્રવંશી પુરુના વંશમાં દુષ્યંત, ભરત, રંતિદેવ, હસ્તિન્, કુરુ, પાંડુ, યુધિષ્ઠિર વગેરે નામાંકિત રાજાઓ થયા. એમાંના…
વધુ વાંચો >નાગહ્રદ
નાગહ્રદ : મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની. ઉદેપુરથી ઉત્તરે 24 કિમી. દૂર અને ખેમલી સ્ટેશનથી 10 કિમી. એકલિંગજીની પહાડીમાં નાગહ્રદ (હાલનું નાગદા) તીર્થ આવેલું છે. ‘નાગહ્રદ’ કે ‘નાગદ્રહ’ એ નાગદાનું પ્રાચીન નામ છે. મેવાડના ગુહિલ વંશના રાજાઓની રાજધાની નવમી સદી સુધી મેવાડના નાગહ્રદ(નાગદા)માં હતી. પ્રાચીન વર્ણનો મુજબ એક કાળે મેવાડની…
વધુ વાંચો >નાગાલૅન્ડ
નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી…
વધુ વાંચો >નાગોરી, કાઝી હમીદુદ્દીન
નાગોરી, કાઝી હમીદુદ્દીન (જ. ઈ. સ. 1071; અ. 1245, દિલ્હી) : ફારસીના પ્રસિદ્ધ કવિ. જન્મનામ મોહમ્મદ હતું. તેમના પિતા અતાઉલ્લાહ બુખારાના બાદશાહ હોવાથી તે ‘સુલતાન અતાઉલ્લાહ મહેમૂદ’ તરીકે ઓળખાયા. તેમના પિતાએ તેમના શિક્ષણમાં ઊંડો રસ લીધો હતો. પત્નીના અવસાન બાદ હમીદુદ્દીન એકાંતવાસમાં રહેતા હતા અને જીવન વિશે સતત ચિંતન કરતા…
વધુ વાંચો >નાગૌર
નાગૌર : રાજસ્થાનની મધ્યમાં આવેલો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને જિલ્લાનું મહત્ત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 27° 12´ ઉ.અ. અને 73° 49´ પૂ.રે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,718 ચોકિમી. તથા વસ્તી 33,09,234 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં બિકાનેર અને ચુરુ જિલ્લાઓ, ઈશાનમાં સીકર જિલ્લો, પૂર્વમાં જયપુર જિલ્લો, અગ્નિમાં અજમેર જિલ્લો, દક્ષિણમાં…
વધુ વાંચો >નાના ફડનવીસ
નાના ફડનવીસ (જ. 12 ફેબ્રુઆરી 1742, સાતારા; અ. 13 માર્ચ 1800, પુણે) : મરાઠા રાજ્યનો છેલ્લો મુત્સદ્દી અને દીર્ઘદૃષ્ટિવાળો નેતા. તેમનું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. એમણે દસ વર્ષ સુધી માધવરાવ 1લાના સમયમાં નાણાખાતાના અધિકારી તરીકે કામ કર્યું હતું. ફડનવીસ એટલે રાજ્યની આવક અને ખર્ચ ઉપર દેખરેખ રાખનાર અધિકારી. નાણાકીય…
વધુ વાંચો >નાનાસાહેબ પેશવા
નાનાસાહેબ પેશવા : સત્તાવનના વિપ્લવના આગેવાન. અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. તેમનું નામ ધોન્ડુ પંત હતું. બાજીરાવ બીજાનું જાન્યુઆરી, 1851માં અવસાન થતાં તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ બાજીરાવને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું અપાતું પેન્શન બંધ કર્યું. આની સામે નાનાસાહેબે સરકારને અરજી કરી. ડેલહાઉસીએ આ પેન્શન બાજીરાવના જીવન પર્યન્તનું…
વધુ વાંચો >નારાયણપાલ
નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના…
વધુ વાંચો >નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા
નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં…
વધુ વાંચો >નૂરજહાં
નૂરજહાં (જ. 31 મે 1577, કંદહાર; અ. 17 ડિસેમ્બર 1645 લાહોર, પાકિસ્તાન) : ભારતના મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ તહેરાન(ઈરાન)નો વતની હતો. ભારત આવતાં રસ્તામાં કંદહારમાં તેનો જન્મ થયો. તેનું નામ મેહરુન્નિસા રાખવામાં આવ્યું. તેનું લગ્ન શેર અફઘાન સાથે થયું હતું. શેર અફઘાન બર્દવાન નજીક મુઘલ છાવણીમાં…
વધુ વાંચો >