ઇતિહાસ – જગત

ઍથેની

ઍથેની : યુદ્ધ, કલા અને કારીગીરીની ગ્રીક દેવી. ગ્રીક નગરરાજ્ય ઍથેન્સનું નામ આ દેવીના નામ પરથી પડ્યું છે. ગ્રીક પુરાણો પ્રમાણે પોતાનું સ્થાન ભયમાં ન મુકાય માટે ઝિયસ તેની માતા મેટીસને ગળી ગયો; પરંતુ ઝિયસના માથામાંથી ઍથેની પુખ્ત વયની હોય તે રીતે જન્મી. યુદ્ધની દેવી હોવાને કારણે તે ન્યાય અને…

વધુ વાંચો >

ઍથેન્સ

ઍથેન્સ : યુરોપની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર ઊંડી અને દૂરગામી અસર કરનાર, ગ્રીસની સંસ્કૃતિનું સુપ્રસિદ્ધ કેન્દ્ર, તેની રાજધાની અને સૌથી મોટું નગર. તેનું નામ નગરદેવતા ઍથેની ઉપરથી પડ્યું છે. એજિયન સમુદ્રના એક ફાંટા રૂપે સારોનિક અખાતને કાંઠે 37o 50′ ઉ. અ. અને 23o 44′ પૂ. રે. ઉપર, પરાં સહિત 433…

વધુ વાંચો >

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ (જ. 1 નવેમ્બર 1518, બર્ગોસ, સ્પેન; અ. 30 ડિસેમ્બર 1552, સ્ટ્રાસ્બર્ગ, જર્મની) : સ્પૅનિશ વિદ્વાન અને માનવતાવાદી લેખક. તેમણે સ્પૅનિશ સુધારણાકાળ (reformation) દરમિયાન મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે બાઇબલના ‘નવા કરાર’નું સ્પૅનિશ ભાષામાં કરેલું ભાષાંતર 1543માં ઍન્ટવર્પમાં પ્રગટ થયું હતું, કારણ કે સ્પેનમાં ધર્માંધોએ તેના પર પ્રતિબંધ…

વધુ વાંચો >

ઍન્ટની, માર્ક

ઍન્ટની, માર્ક (જ. ઈ. પૂ. 82/81; અ. ઈ. પૂ. 30) : જુલિયસ સીઝરના બલાઢ્ય સેનાપતિ અને ખ્યાતનામ રોમન પ્રશાસક. તે પ્રખર વક્તા, પ્રભાવશાળી લોકનાયક, ઑક્ટેવિયન સાથેનો ત્રિ-જન શાસક (triumvir) તથા ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રેમી તરીકે પણ ખ્યાતિ પામેલા. યુવાવસ્થામાં સ્વૈરજીવન જીવ્યા પછી જ્યૂડા (પૅલેસ્ટાઇન) તથા ઇજિપ્તમાં અશ્વદળના સેનાપતિ (ઈ. પૂ.…

વધુ વાંચો >

ઍન્ટિયૉક્સ રાજાઓ

ઍન્ટિયૉક્સ રાજાઓ : સિરિયાના સામ્રાજ્યના સમ્રાટો. મહાન સિકંદરના સેનાપતિ સેલ્યુકસ પહેલાએ (નિકેટરે) સીરિયાના હેલેનિસ્ટિક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. સેલ્યુકસ પહેલા પછી અનુક્રમે સેલ્યુકસ બીજો અને સેલ્યુકસ ત્રીજો આ સામ્રાજ્યના સમ્રાટ બન્યા. સેલ્યુકસ ત્રીજા પછી તેનો ભાઈ ઍન્ટિયૉક્સ ત્રીજો ઈ. પૂ. 223માં ગાદીએ આવ્યો. તેને ‘મહાન’ તરીકે ઓળખવામાં આવે છે. રોમ…

વધુ વાંચો >

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર

ઍન્ડ્રુઝ, ચાર્લ્સ ફ્રિયર (જ. 12 ફેબ્રુઆરી 1871, ન્યૂકેસલ-ઑનેટાઇન, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1940, કોલકાતા) : દીનબંધુ ઍન્ડ્રૂઝ તરીકે જાણીતા, ખ્રિસ્તી ધર્મના સાચા ઉપાસક તથા ગાંધીજીના નિકટના સાથી. તેમના પિતા ધર્મોપદેશક હતા. તેમનું શાળાકીય શિક્ષણ બર્મિંગહામમાં તથા ઉચ્ચ શિક્ષણ કેમ્બ્રિજમાં. તેમણે ત્રણ પ્રશિષ્ટ વિષયો (classical tripos) સાથે પ્રથમ વર્ગમાં પદવી મેળવી…

વધુ વાંચો >

એપિક્યુરસ

એપિક્યુરસ (જ. ઈ. પૂ. 341, સેમોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 270 એથેન્સ, ગ્રીસ) : મહાન ગ્રીક તત્વજ્ઞ. ઍથેન્સની શાળાના શિક્ષકના પુત્ર. તેમના નામ ઉપરથી પ્રસિદ્ધ થયેલા સંપ્રદાય એપિક્યુરિયનવાદનું કાયમી મુખ્ય મથક ઈ. પૂ. 306માં ઍથેન્સમાં તેમણે પોતાના મકાન અને બાગમાં સ્થાપ્યું હતું. આથી આ સંસ્થા ‘ગાર્ડન્સ’ તરીકે અને અનુયાયીઓ ‘ધ…

વધુ વાંચો >

એપૉલો

એપૉલો : ઝિયસ પછીનો મોટામાં મોટો ગ્રીક દેવ. તે સૂર્ય, પ્રકાશ, કૃષિ, પશુપાલન, કાવ્ય, ઔષધ અને ગીતોના દેવ તરીકે જાણીતો હતો. તે શાશ્વત યૌવન અને સૌંદર્યનું પ્રતીક હતો. તે ઝિયસ અને લીટોનો પુત્ર તથા ઍટ્રેમિસનો જોડિયો ભાઈ હતો. પાયથોન નામના સાપનો નાશ કરીને તે ડેલ્ફીના પ્રદેશમાં વસ્યો હતો. તેના માનમાં…

વધુ વાંચો >

એફોર

એફોર : પ્રાચીન ગ્રીસના સ્પાર્ટા નગરરાજ્યની વહીવટી નિરીક્ષક સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ક્યારે થઈ તે અંગે મતભેદ છે. ઈ. પૂ. આઠમી સદીની આસપાસ લાયકરગસના સમયમાં રાજાને વહીવટમાં મદદ કરવાના હેતુથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હશે તેમ મનાય છે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં એફોરના સભ્યોની સંખ્યા પાંચની હતી. એફોર લોકોના પ્રતિનિધિ…

વધુ વાંચો >

એબેલાર્ડ, પીટર

એબેલાર્ડ, પીટર (જ. 1090 ફ્રાંસ; અ. 21 એપ્રિલ 1142 ફ્રાંસ) : ફ્રાન્સનો ઈશ્વરશાસ્ત્રવેત્તા (theologian). પીટર બ્રિટ્ટાનીના લેપેલેના ઉમરાવના પુત્ર. રોસ્કેલિન અને ચેમ્પોના હાથ નીચે લોચીસ અને પૅરિસમાં તેમણે તર્કશાસ્ત્રનો અભ્યાસ કર્યો. મેલૂન, કોર્બીલ, બ્રિટ્ટાની, પૅરિસ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે તેમણે સેવા આપી. ફુલ્બર્ટની તેજસ્વી ભત્રીજી હેલોઇઝ સાથે તેમણે ખાનગીમાં લગ્ન…

વધુ વાંચો >