ઇતિહાસ – ગુજરાત

સોમશર્મા (2)

સોમશર્મા (2) : પુરાણો મુજબ રુદ્ર-શિવનો 27મો અવતાર. પ્રભાસ-પાટણના ઈ. સ. 1169ના એક લેખ મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું હતું. શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિના સંપ્રદાયની પરંપરા સ્થાપી તથા તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પૌરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા રૂપે આવી આ મંદિર…

વધુ વાંચો >

સોમસિદ્ધાંત

સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સોલશર્મા પુરોહિત

સોલશર્મા પુરોહિત : ગુર્જરેશ્વર મૂલરાજ(ઈ. સ. 942થી 997)નો પુરોહિત. તે વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુળમાં જન્મેલ ઋગ્વેદી બ્રાહ્મણ હતો. તે પંડિતરત્ન ગણાતો હતો. તે મૂલરાજ 1લાનો રાજપુરોહિત બન્યા પછી ખૂબ પ્રસિદ્ધ થયો હતો. એના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થયા હતા. સોલનો પુત્ર ભલ્લશર્મા ચામુંડરાજનો રાજપુરોહિત હતો. એનો પુત્ર મુંજ દુર્લભરાજનો…

વધુ વાંચો >

સોલંકી યુગ

સોલંકી યુગ ગુજરાતમાં સોલંકી (ચૌલુક્ય) વંશના રાજાઓનો સમય. ઈ. સ. 942માં મૂળરાજ 1લાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ 2જાના સમયમાં આશરે ઈ. સ. 1299માં તેનો અંત આવ્યો. રાજ્યતંત્ર : સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર તળ ગુજરાતની પશ્ચિમે આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 20° 42´ ઉ. અ.થી 23° 34´ ઉ. અ. અને 68° 57´ પૂ. રે.થી 72° 10´ પૂ. રે. વચ્ચેનો 64,339 ચોકિમી. (ગુજરાત રાજ્યનો 32.8 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છના અખાત સહિતનો ભૂમિભાગ, કચ્છનું નાનું રણ અને…

વધુ વાંચો >

સૌવીર દેશ

સૌવીર દેશ : સિંધુ નદી અને જેલમ નદી વચ્ચેનો પ્રદેશ. અત્યારે સિંધ પાસેના જે પ્રદેશને ‘મુલતાન’ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રદેશ ક્ષત્રપકાલમાં ‘સૌવીર દેશ’ તરીકે ઓળખાતો હતો. વૈદિક સમયના રાજા ઉશિનારાના પુત્ર શિબિએ સમગ્ર પંજાબ જીતી લઈને એના પુત્રો દ્વારા જે ચાર રાજ્યોની રચના કરી તેમાંનું એક સૌવીર રાજ્ય…

વધુ વાંચો >

સ્તંભતીર્થ

સ્તંભતીર્થ : હાલના આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નગર. સ્કંદપુરાણના માહેશ્વર ખંડના કૌમારિકા ખંડમાં ‘સ્તંભતીર્થ’, ‘સ્તંભપુર’ અને ‘સ્તંભેશ્વરતીર્થ’ – આ ત્રણ નામ તેને માટે આપ્યાં છે. આ તીર્થ મહીસાગર-સંગમ-ક્ષેત્રમાં આવેલું જણાવ્યું છે. આ નગર ‘ખંભાતખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી’ – આ બધાં નામોથી પ્રખ્યાત હતું. અભિલેખોમાં ઉત્તર સોલંકી કાલમાં…

વધુ વાંચો >

સ્તંભનક

સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…

વધુ વાંચો >

સ્તંભન પાર્શ્વનાથ

સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…

વધુ વાંચો >

સ્વરાજ આશ્રમ બારડોલી

સ્વરાજ આશ્રમ, બારડોલી : સ્વરાજની લડત સમયે સ્વાતંત્ર્ય-સેનાનીઓ ભેગા મળીને લડત વિશે વિચાર-વિમર્શ કરી શકે તે માટે બારડોલી (જિ. સૂરત) મુકામે સ્થાપવામાં આવેલો આશ્રમ. સ્વાતંત્ર્ય માટેની લાંબી લડતની અનેક ઘટનાઓ આ આશ્રમમાં બની હતી. આઝાદી માટેની લડતના અનેક નામાંકિત નેતાઓ આ આશ્રમમાં વત્તોઓછો સમય રોકાયેલા. આજે જ્યાં આશ્રમ છે ત્યાં…

વધુ વાંચો >