ઇતિહાસ – ગુજરાત
રાવ, ગંગાદાસ
રાવ, ગંગાદાસ (રાજ્યકાળ ઈ. સ. 1442 આશરે 1451) : મધ્યકાલીન ગુજરાતનાં સૌથી આબાદ નગરોમાંના એક ચાંપાનેરનો રાજા. રાજસ્થાનના રણથંભોરના શાસક ખીચી ચૌહાણ હમ્મીરદેવના વંશજ ગંગાદાસના પિતા ત્ર્યંબકદાસે ક્યાં સુધી રાજ્ય કર્યું તે જાણી શકાતું નથી, પણ પુત્ર ગંગાદાસ અથવા ગંગેશ્વર સુલતાન મુહમ્મદ- શાહ બીજાનો સમકાલીન હતો. ઈ. સ. 1449માં સુલતાને…
વધુ વાંચો >રાવ પૂંજો
રાવ પૂંજો (શાસનકાળ ઈ. સ. 1404-1428) : ઇડરના રાવ રણમલ્લનો પુત્ર. તે પિતાના જેવો જ પરાક્રમી, શૂરવીર ને મહત્વાકાંક્ષી હતો. તે ગાદીએ બેઠો ઈ. સ. 1404માં. એણે અહમદશાહ 1લા સામે બળવો કરનારા અમીરોને સાથ આપ્યો. બળવાખોર ફીરોજખાન અને તેનો ભાઈ હેબતખાન છ હજારના સૈન્ય સાથે રાવ પૂંજા સાથે ભળી ગયા.…
વધુ વાંચો >રાવ રણમલ
રાવ રણમલ (શાસનકાળ ઈ. સ. 1346-1404) : ઇડરના રાઠોડ વંશનો પ્રતાપી રાજા. તે મારવાડના રાઠોડ સોનગજીના વંશજ ખરહતજીનો પુત્ર હતો. રાવ રણમલ ઇડરની ગાદીએ આવ્યો ત્યારે પાટણમાં દિલ્હીના સુલતાનોના સૂબા(નાઝિમ)ઓની સત્તા સ્થિર થઈ ચૂકી હતી. જોકે તેઓની વચ્ચે અવારનવાર સત્તાની ખેંચતાણ ચાલ્યા કરતી હતી. આવી સ્થિતિમાં રણમલે ઇડરને મજબૂત બનાવવાના…
વધુ વાંચો >રુદ્રમાળ
રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં…
વધુ વાંચો >રુસ્તમ અલીખાન
રુસ્તમ અલીખાન (જ. ?; અ. 10 ફેબ્રુઆરી 1725, વસો) : સૂરતનો મુઘલ બાદશાહે નીમેલો ફોજદાર (ગવર્નર). તે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો. ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરનાર મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડના હલ્લાઓનો સામનો કરવા તેણે પ્રયાસ કર્યો; પરંતુ તેમાં નિષ્ફળ જવાથી તેણે પિલાજીરાવ સાથે સમાધાન કર્યું હતું. રુસ્તમ અલીખાનને બંડખોર…
વધુ વાંચો >રૂપમતીની મસ્જિદ
રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત.…
વધુ વાંચો >રૂપમતી રાણી
રૂપમતી રાણી (ઈ. સ. સોળમી સદી) : માળવાના છેલ્લા સ્વતંત્ર અફઘાન સુલતાન બાજબહાદુરની પ્રેમિકા. આ ઇતિહાસપ્રસિદ્ધ પ્રેમિકાના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. ઇતિહાસના ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે; તે અલગ અલગ અને અસ્પષ્ટ છે. રૂપમતી સારંગપુરની બ્રાહ્મણ કન્યા અથવા નર્તકી હતી; પરંતુ નર્મદા ઘાટીમાં પ્રચલિત આખ્યાનો મુજબ રૂપમતી ધરમપુરી…
વધુ વાંચો >રૂમીખાન, મુસ્તફા બિન બહરામ
રૂમીખાન, મુસ્તફા બિન બહરામ (જ. ?; અ. 1538, ચુનાર, ઉત્તર ભારત) : ગુજરાતના તોપદળનો સેનાપતિ અને સૂરત-રાંદેર-માહીમ સુધીના પ્રદેશનો જાગીરદાર. ગુજરાતના સુલતાન બહારદુરશાહે (1526–1537) 1531માં તેને સૂરત બંદર, તેની આસપાસનો તથા દક્ષિણે માહીમ સુધીનો પ્રદેશ સોંપ્યો હતો. તે ઇજિપ્તના નૌકાદળના સેનાપતિ અમીર સુલેમાનની બહેનનો પુત્ર હતો અને તેના પિતા બહરામની…
વધુ વાંચો >રૈવત વંશ
રૈવત વંશ : ગુજરાતનો એક પૌરાણિક વંશ. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર, હાલ ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિને પ્રાપ્ત થયો હતો. વૈદિક સાહિત્યમાં રાજા શર્યાતિનો શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ‘હરિવંશ’ તથા 11 પુરાણોમાં શાર્યાત વંશની માહિતી આપેલી છે. શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી. આનર્ત…
વધુ વાંચો >લવણપ્રસાદ
લવણપ્રસાદ (ઈ. સ. બારમી અને તેરમી સદી) : ગુજરાતના રાજા ભીમદેવ બીજા(ઈ. સ. 1178–1242)નો સામંત. તે વ્યાઘ્રપલ્લી(વાઘેલ ગામ)ના પ્રથમ મુખ્ય પુરુષ અર્ણોરાજ(આનાક)નો પુત્ર હતો. તેની માતાનું નામ સલક્ષણા હતું. પ્રાચીન ગ્રંથો તથા લેખોમાં તેનું રૂઢ નામ ‘લુણપસાક’, ‘લુણપસા’, ‘લુણપસાજ’, ‘લુણસા’, ‘લુણપસાઉ’, ‘લુણપ્રસાદ’ હોવાનું મળી આવે છે. સંસ્કૃત લખાણોમાં એ નામોનાં…
વધુ વાંચો >