આયુર્વેદ
દારૂડી
દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી…
વધુ વાંચો >દાહરોગ
દાહરોગ : બળતરાનો અનુભવ કરાવતો શરીરનો રોગ. શરીરના અંદરના અવયવોમાં તેમજ બહાર ત્વચા ઉપર તે થઈ શકે છે. તે વ્યાધિ પિત્તપ્રકોપથી ઉત્પન્ન થાય છે અને ઉષ્ણતા તેનું મુખ્ય લક્ષણ છે. દેશી વૈદ્યકમાં દાહના સાત પ્રકારો વર્ણવ્યા છે : (1) પિત્તજ એટલે કે પિત્તવિકારથી થતો, (2) રક્તજ એટલે રક્તવિકારથી થતો, (3)…
વધુ વાંચો >દિકામારી
દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી.…
વધુ વાંચો >દૂધેલી
દૂધેલી (નાગલા કે રાતી દૂધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Euphorbia hirta Linn. syn. E. pilulifera auct. non Linn. (સં. દુગ્ધિકા, પય:સ્વિની, સ્વાદુપર્ણી; હિં. બડી દૂધી, લાલ દૂધી; બં. છોટ ખિરાઈ; મ. મોઠી નાયરી, ગોવર્ધન; ક. દૂધલે; તે. પિન્નપાલચેટ્ટુ; અં. સ્નેકવીડ, કૅટસ્ હેર) છે. તે…
વધુ વાંચો >દેવદાર્વાદિ ક્વાથ
દેવદાર્વાદિ ક્વાથ : આયુર્વેદીય ઔષધ. દેવદાર, ઘોડાવજ, કઠ, લીંડીપીપર, સૂંઠ, કાયફળ, નાગરમોથ, કરિયાતું, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ધમાસો, ગોખરુ, બેઠી ભોંરિંગણી, ઊભી ભોંરિંગણી, અતિવિષની કળી, ગળો, કાકડાશીંગી અને શાહજીરું – એ વીસ ઔષધિઓને લાવી સાફ કરી ખાંડણીદસ્તા વડે અધકચરાં ખાંડી જૌકૂટ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી જરૂરિયાત પ્રમાણે લઈ…
વધુ વાંચો >દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય
દ્રવ્ય ગુણ રસ વીર્ય વિપાક પ્રભાવાદિ; દ્રવ્ય : આયુર્વેદમાં મુખ્યત્વે નવ કારણ દ્રવ્યો વર્ણવ્યાં છે : આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દિશા, કાળ, આત્મા અને મન. તે પૈકી પાંચ મહાભૂતો જડ અને ચેતન બધાં દ્રવ્યોમાં હોવાથી આયુર્વેદમાં સર્વ દ્રવ્યો પંચભૌતિક ગણવામાં આવેલ છે. મહાભૂતોની અધિકતા દ્રવ્યોમાં રહેલ ગુણકર્મોને આધારે દર્શાવવામાં…
વધુ વાંચો >દ્રવ્યગુણવિજ્ઞાન
દ્રવ્યગુણવિજ્ઞાન આયુર્વેદ-અંતર્ગત ઔષધવિજ્ઞાન. આયુર્વેદનું વર્ણન ‘ત્રિસૂત્ર’ રૂપે કરવામાં આવ્યું છે. આ ત્રણ સૂત્રમાં હેતુ, લિંગ અને ભેષજ છે. તંદુરસ્ત અને રોગી બંનેના હેતુ એટલે કારણો, લિંગ એટલે લક્ષણો અને ભેષજ એટલે ઔષધ. આ ભેષજ એટલે દ્રવ્ય અથવા ઔષધદ્રવ્ય. આ દ્રવ્યના વિજ્ઞાનને ‘દ્રવ્યગુણવિજ્ઞાન’ કહે છે. આ ઔષધદ્રવ્ય વાનસ્પતિક કે ખનિજ હોય…
વધુ વાંચો >દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર
દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર (જ. 26 ફેબ્રુઆરી 1901; અ. 21 ઑક્ટોબર 1987) : ગુજરાતના પ્રાચીન પેઢીના નામી અને અનુભવી વૈદ્યરાજોની શ્રેણીમાં પ્રસિદ્ધ રસવૈદ્ય. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બ્રાહ્મણ કુટુંબના, વૈદ્ય પરિવારના પુત્ર. મૅટ્રિક્યુલેશન (1916) કર્યા પછી કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ. ત્યારબાદ મોરબીના રાજવૈદ્ય વિશ્વનાથ ભટ્ટને ગુરુ તરીકે સ્વીકારી આયુર્વેદનો અભ્યાસ…
વધુ વાંચો >ધવ (ધાવડો)
ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે. તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત,…
વધુ વાંચો >ધાત્રી રસાયન
ધાત્રી રસાયન : આયુર્વેદનું શક્તિવર્ધક રસાયન. તાજાં આમળાંને એક દિવસ અને એક રાત દૂધમાં પલાળી રાખીને બીજે દિવસે પાણીથી ધોઈ પાણીમાં ઉકાળીને બાફી, શણિયા અથવા જાળીવાળા કાપડમાં ઘસીને માવો તૈયાર કરવામાં આવે છે. એક કડાઈમાં થોડું ઘી નાખી આમળાંનો માવો તેમાં નાખી ધીમા તાપે શેકવામાં આવે છે. માવામાંથી ઘી છૂટું…
વધુ વાંચો >