આયુર્વેદ
જંગલી કેળ
જંગલી કેળ : સં. वनकदली; હિં. जंगलीकेला; મ. काष्ठकेल; અં. wild banana; લૅ. Musa paradisiaca કે M. sapientum. જંગલી કેળનાં કેળાં મધુર, તૂરાં અને પચવામાં ભારે હોય છે. જંગલી કેળ-શીતલ, મધુર, બલવર્ધક, રુચિકર, દુર્જર તથા જડ છે. તે તૃષા, દાહ, શોષ તથા પિત્તનો નાશ કરે છે. બાકીના ગુણો વાવેલી કેળ…
વધુ વાંચો >જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ)
જંબીરી લીંબુ (ગોદડિયા લીંબુ) : સં. जम्बीर निम्बू; હિં. जमीरी नीबू, बडा निम्बू; મ. इडलींबु; લૅ. Citrus. limon Linn; Citrus medica varlimonium. આ લીંબુ જરા ભારે, ખાટાં, તીક્ષ્ણ, વિપાકી, ઉષ્ણવીર્ય (ગરમ), કફ અને વાતદોષશામક, રુચિકર્તા, ક્ષુધાવર્ધક, પાચનકર્તા, અનુલોમક, પિત્તસારક, હૃદય માટે હિતકર હોય છે. કફ-નિ:સારક તથા અરુચિ, તૃષા, વમન, અગ્નિમાંદ્ય,…
વધુ વાંચો >જાતિફલાદિ ચૂર્ણ – વટી :
જાતિફલાદિ ચૂર્ણ – વટી : આયુર્વેદિક ઔષધિ. જાયફળ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, તજ, નાગકેસર, કપૂર, સફેદ ચંદન, કાળા તલ, વાંસકપૂર, તગર, આંબળાં, તાલીસપત્ર, પીપર, હરડે, શાહજીરું, ચિત્રક, સૂંઠ, વાવડિંગ, મરી એ તમામ સરખે ભાગે લઈ તેમાં તેટલી જ શુદ્ધ ભાંગ તથા ભાંગ કરતાં બમણી સાકર લઈ, ખાંડી, કપડછાન ચૂર્ણ તૈયાર કરી…
વધુ વાંચો >જાસૂદ (જાસવંતી)
જાસૂદ (જાસવંતી) : સં. जपाकुसुम, હિં. गुडहर, મ. जासवंद. લૅ. Hibiscus mulabilis; H. rosa sinensis, H. collinus વગેરે. કુળ : Malvaceae. સહસભ્યો : ભીંડા, અંબાડી, કપાસ, પારસ ભીંડી વગેરે. મુખ્યત્વે લાલ કે ગુલાબી રંગનાં જ ફૂલ જાસૂદને આવે એવો સૌને અનુભવ છે; પરંતુ હવે H. rosa. sinensisમાં સંકરણ કરીને નવી…
વધુ વાંચો >જાંબુ
જાંબુ : સં. जम्बू; હિં. जामून; મ. जांभूम; અં. બ્લૅક પ્લમ; લૅ. Syzygium cuminii Eugenia Jambolanay. મીઠું મોસમી ફળ. ઉત્પત્તિસ્થાન ભારત. મુખ્યત્વે બૌદ્ધ સાધુઓના પ્રવાસ સાથે દુનિયાના અન્ય ભાગોમાં ફેલાયેલ છે. ફળના કદ પ્રમાણે મોટા રાવણા, મધ્યમ અને ક્ષુદ્ર એમ 3 પ્રકારનાં જાંબુ થાય છે. જાંબુનાં ઝાડ ભારતમાં લગભગ મોટા…
વધુ વાંચો >જીવન્તી (ડોડી)
જીવન્તી (ડોડી) : આયુર્વેદિક ઔષધિ. સં. जीवन्ती; હિં. डोडी शाक; ગુ. ખરખોડી, શિરકસિયો, રાડારૂડી; મ. खिरखोडी, शिरदोडी; લૅ. Leptadena reticulata. આંખના રોગો ખાસ કરીને ર્દષ્ટિમંદતા, આંખના નંબરો, રતાંધળાપણું તથા નબળાઈનાં દર્દોમાં ડોડી આયુર્વેદની બહુ જ વિશ્વસનીય ઔષધિ છે. તે મધુર, સ્નિગ્ધ, શીતવીર્ય, મધુર વિપાકી, વાતપિત્તદોષશામક, હૃદ્ય, દાહશામક, વીર્યવર્ધક, બળપ્રદ, રસાયન,…
વધુ વાંચો >જેઠીમધ
જેઠીમધ : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Glucyrrhiza glabra Linn. (સં. યષ્ટિમધુ, હિં. મુલેઠી, અં. લિકોરિસ રૂટ) છે. દવા વગેરેમાં વપરાતાં જેઠીમધનાં મૂળ કે જેઠીમધનું લાકડું છોડનાં ભૂસ્તારી મૂળ અને ભૂમિગત પ્રકાંડ છે. જેઠીમધનું વાવેતર યુરોપમાં સ્પેન, ઇટાલી, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને જર્મનીમાં તથા યુ.એસ.માં થાય…
વધુ વાંચો >જ્વર (આયુર્વેદ)
જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો…
વધુ વાંચો >જ્વરઘ્ની વટી
જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >જ્વરમુરારિરસ
જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં…
વધુ વાંચો >