આયુર્વેદ
ચંપો
ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ…
વધુ વાંચો >ચિકાખાઈ (શિકાખાઈ)
ચિકાખાઈ (શિકાખાઈ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia sinuata (Lour.) Merril syn. A. concinna DC. (સં. વિમલા, સપ્તલા, શ્રીવલ્લી; મ. હિ. શિકાકાઈ; બં. બનરિઠા; ક. શિંગીકાઈ, શીગેયવલ્લી; તા. કિયાકક; તે. ચિકાયા; મલા. ચિકાકાઈ) છે. તે કાંટાળી, આરોહી ક્ષુપ-સ્વરૂપ ધરાવતી જાતિ છે અને ભારતના ઉષ્ણકટિબંધીય જંગલોમાં…
વધુ વાંચો >ચિત્રક
ચિત્રક : આયુર્વેદની વનસ્પતિ. સં. अनल; હિં. चीता, चित्रक. તેની બે જાતો થાય છે. સફેદ અં. વ્હાઇટ લૅડ વર્ટ; લૅ. સિલોન લૅડ વર્ટ, પીળાને લૅ. પ્લમ્બેગો રોઝિયા કહે છે. પીળા રાતા ચિત્રકને અં. રોઝ કલર્ડ લૅડ વર્ટ પણ કહે છે. ચિત્રક પાચક, તીખો, કડવો, ગરમ, રુચિકર, રસાયન, પિત્તસારક, કૃમિઘ્ન, રક્તપિત્તપ્રકોપક,…
વધુ વાંચો >ચિત્રકાદિ વટી-ચૂર્ણ
ચિત્રકાદિ વટી-ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. ચિત્રક, પીપરીમૂળ, યવક્ષાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ, બિડલવણ, સામુદ્ર લવણ, ઔદભિદ લવણ, સૂંઠ, મરી, પીપર, હિંગ, અજમો અને ચવકનું કપડછાન ચૂર્ણ બનાવી તેને બિજોરોના રસની અથવા દાડમના રસની એક ભાવના આપી ચાર ચાર રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે અથવા તો સૂકવીને ચૂર્ણ રૂપમાં પણ રાખી શકાય…
વધુ વાંચો >ચિંતામણિ રસ
ચિંતામણિ રસ : હૃદયરોગની ઔષધિ. પાઠ તથા નિર્માણ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અભ્રક ભસ્મ, લોહભસ્મ, બંગભસ્મ, મોતીપિષ્ટિ અને શિલાજિત 10-10 ગ્રામ, સોનાના વરખ 3 ગ્રામ અને ચાંદીના વરખ 6 ગ્રામ લઈ પહેલાં ખરલમાં પારા-ગંધકની સાથે ઘૂંટીને, તેની કજ્જલી કરી, પછી તેમાં અન્ય ભસ્મો અને શિલાજિત મેળવી, તેમાં ચિત્રકમૂળના ક્વાથ…
વધુ વાંચો >છર્દિ (ઊલટી)
છર્દિ (ઊલટી) : કેટલાંક કારણોથી મુખને લીંપીને, શરીરના દરેક અંગને પીડા કરીને, અચાનક જ હોજરીમાંથી મુખ દ્વારા બહાર આવનાર દોષરૂપ દ્રવ અંશ. તેને વમન કે ઊલટી કહે છે. કારણો : વધુ પડતા પ્રવાહી, વધુ પડતા ચીકણા, વધુ ખારા કે તીખા પદાર્થોના સેવનથી; મનને પ્રતિકૂળ વસ્તુના સેવનથી, અતિ-ઉતાવળે કે અકાળે ભોજન…
વધુ વાંચો >છાગલાદ્ય ઘૃત
છાગલાદ્ય ઘૃત : ક્ષયરોગ તથા તેનાથી થયેલ ધાતુક્ષીણતા તેમજ ખાંસીમાં વપરાતું આયુર્વેદીય ઔષધ. તેમાં અરણી, અરલુ, પાટલા છાલ, શાલિપર્ણી, પૃષ્નીપર્ણી, ભોંયરીંગણી, ગોખરુ, શીવણમૂળ, બીલીમૂળ, અશ્વગંધા, શતાવરી, બલા, બકરાનું માંસ, જેઠીમધ, દ્રાક્ષ, અષ્ટવર્ગ, નીલોફર, નાગરમોથ, ચંદન, રાસ્ના, જીરું, સારિવા, વાવડિંગ, ચમેલી, ધાણા, હરડે, બહેડાં, મજીઠ, દાડમની છાલ, દેવદાર, કઠ, પ્રિયંગુ, કચૂરો,…
વધુ વાંચો >જતૂકર્ણ
જતૂકર્ણ (ઈ. પૂ. 1000 આ.) : પુનર્વસુ આત્રેયના શિષ્યોમાંના એક. તેમણે જતૂકર્ણતંત્ર અથવા જતૂકર્ણસંહિતા લખી છે તેમ મનાય છે. આયુર્વેદમાં પ્રસિદ્ધ ટીકાકારો ચક્રપાણિ, જેજ્જટ, ડલ્હણ, અરુણ દત્ત, વિજય, રામેત, નિશ્ચલકર, શ્રીકંઠ દત્ત તથા શિવદાસ સેન બધાએ પોતપોતાની ટીકામાં જતૂકર્ણનાં ઉદાહરણો ટાંક્યાં છે. તથાપિ આજના આયુર્વેદ વાઙ્મયમાં જતૂકર્ણસંહિતા ઉપલબ્ધ નથી. જતૂકર્ણ…
વધુ વાંચો >જલોદરારિ રસ
જલોદરારિ રસ : જળોદર રોગમાં વિરેચન (જુલાબ) માટે વપરાતું આયુર્વેદિક ઔષધ. લીંડીપીપર, કાળાં મરી, તામ્રભસ્મ, હળદર 1-1 ભાગ અને શુદ્ધ જમાલગોટા (નેપાળાનાં બીજ) 3 ભાગના સૂક્ષ્મ ચૂર્ણને થોરના દૂધમાં ખરલ કરીને બે રતીના માપની ગોળીઓ બનાવી સૂકવી તૈયાર કરવામાં આવે છે. વિરેચન થઈ જાય પછી દર્દીને સાંજે ખાટું દહીં અને…
વધુ વાંચો >જવાસો (ધમાસો)
જવાસો (ધમાસો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alhagi pseudahhavgi (Bieb.) Desv. Syn. A. camelorum Fisch. ex DC. (સં. યાસ, યવાસ, દુ:સ્પર્શ; હિં. મ. જવાસા; બં. જવસા; અ. હાજ; ફા. ખારેશુતુર; અં. કૅમલ થોર્ન; પર્સિયન મન્ના પ્લાન્ટ) છે. તે 30-60 સેમી. ઊંચા કાંટાળા, પ્રસરશીલ છોડ…
વધુ વાંચો >