આયુર્વિજ્ઞાન

આંત્રાંકુરો

આંત્રાંકુરો (intestinal villi) : ખોરાકના પાચન અને શોષણ માટે વિસ્તાર વધારવા માટે નાના આંતરડાના અંદરના પડની નાની નાની ગડીઓ. નાના આંતરડામાં ત્રણ પ્રકારની ગડીઓ છે : મોટી ગડીઓ (plicae circularis), આંત્રાંકુરો અને અંકુરિકાઓ (microvilli). આ ત્રણ પ્રકારની ગડીઓ વડે 2.5 સેમી. વ્યાસવાળા 6.35 મીટર લાંબા નાના આંતરડાની અંદરની દીવાલનું ક્ષેત્રફળ…

વધુ વાંચો >

આંત્રાંત્રરોધ

આંત્રાંત્રરોધ (intussusception) : આંતરડાના પોલાણમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશીને તેને બંધ કરી દે તે. સામાન્ય રીતે આંતરડાનો આગળનો ભાગ પાછળના ભાગમાં પ્રવેશે છે (જુઓ આંત્રરોધ આકૃતિ). આથી આંતરડાના થતા ગઠ્ઠામાં ચાર નિશ્ચિત ભાગો થાય છે : (1) અંતર્નળી એટલે કે અંદર પ્રવેશેલો આંતરડાનો ભાગ, (2) બાહ્ય નળી એટલે કે જેમાં…

વધુ વાંચો >

આંશિક ખોતરણ

આંશિક ખોતરણ (fractional curettage) : ગર્ભાશયના અમુક ભાગનું ખોતરણ. ગર્ભાશય કૅન્સરની નિદાનલક્ષી તપાસ માટેનો એક પ્રકાર તે આંશિક ખોતરણ છે. તેના દ્વારા કૅન્સરના સ્થાન અને ગર્ભાશયગ્રીવા (uterine cervix) સુધીનો ફેલાવો ચકાસી શકાય છે. ઋતુસ્રાવ (menstruation) બંધ થવાની ઉંમરની કે તે બંધ થયા પછીની ઉંમરની સ્ત્રીઓની યોનિમાંથી અનિયમિતપણે લોહી પડે ત્યારે…

વધુ વાંચો >

ઇડલમૅન જિરાલ્ડ

ઇડલમૅન જિરાલ્ડ (Edelman Gerald) (જ. 1 જુલાઈ 1929, ન્યૂયૉર્ક સિટી; અ. 17 મે 2014 લા જોલા, કેલિફૉર્નિયા) : ફિઝિયોલૉજી મેડિસિનની શાખામાં નોબેલ પારિતોષિક(1972)ના વિજેતા. તેમણે પૅન્સિલવેનિયાની મેડિકલ સ્કૂલમાંથી એમ. ડી.(1954)ની પદવી મેળવી હતી. બે વર્ષ આર્મી મેડિકલ કોર(પૅરિસ)માં રહ્યા પછી રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાંથી પીએચ. ડી. (1960) મેળવીને ત્યાં અધ્યાપક તરીકે જોડાયા…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR)

ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ મેડિકલ રિસર્ચ (ICMR) : તબીબી સંશોધન અંગેની સંસ્થા. સમગ્ર દેશમાં ચાલતાં તબીબી ક્ષેત્રનાં, આરોગ્યક્ષેત્રનાં તથા તે સંબંધી અન્ય જીવવિજ્ઞાનનાં સંશોધનો માટે પ્રબંધ કરતી, તેમને આગળ ધપાવતી તથા તેમાં એકસૂત્રતા લાવનારી ટોચની સ્વાયત્ત સંસ્થા. તેનું વડું મથક અન્સારીનગર, નવી દિલ્હી ખાતે છે. હાલ ચેપી રોગો, ફલિતતા-નિયમન (fertility control),…

વધુ વાંચો >

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન : ભારતના તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું મંડળ. મૂળ સંસ્થાની સ્થાપના ‘ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન’ના નામ સાથે 1895માં કૉલકાતામાં થઈ હતી. તેની જુદા જુદા સમયે પાંચ અખિલ ભારતીય મેડિકલ કૉન્ફરન્સો યોજવામાં આવી. 1925માં કૉલકાતા ખાતે ભરાયેલ પાંચમા અધિવેશનમાં ‘ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશન’ રચવાનો ઠરાવ થયો. 1930માં તેને ફરીથી ‘ઇન્ડિયન મેડિકલ…

વધુ વાંચો >

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ : ભારતની તબીબી શિક્ષણ અને વ્યવસાયની કક્ષા અને નીતિમત્તાનાં ધોરણો નક્કી કરતી, તેનું નિરીક્ષણ કરતી તથા માન્ય તબીબી ઉપાધિઓ અને તબીબોની નોંધણી કરતી સંસ્થા. અગાઉ સન 1933માં ઘડાયેલા કાયદાથી તે 1934માં અસ્તિત્વમાં આવી અને 30મી ડિસેમ્બર, 1956થી કાયદા દ્વારા પુન: સંઘટિત થઈ છે. તેનું કાર્યક્ષેત્ર જમ્મુ અને…

વધુ વાંચો >

ઇન્ડોમિથાસિન

ઇન્ડોમિથાસિન : શોથજન્ય (inflammatory) સોજો, દુખાવો તથા તાવ ઘટાડતી દવા. શરીરમાં ચેપ, ઈજા કે પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે પેશીને નુકસાન થાય ત્યારે તેના પ્રતિભાવ રૂપે તે સ્થળે લોહીમાંના તથા પેશીમાંના કોષોનો ત્યાં ભરાવો થાય છે. તેને કારણે તે ભાગ લાલ, ગરમ, પીડાકારક અને સોજાવાળો બને છે. તેને શોથ-(inflammation)નો વિકાર કહે છે.…

વધુ વાંચો >

ઇન્થોવન વિલેમ

ઇન્થોવન વિલેમ (Einthoven Willam) (જ. 21 મે 1860, સીમરંગ, જાવા; અ. 29 સપ્ટેમ્બર 1927, લિડનનેથ) : હૃદવીજૂલેખ માટેના સાધનના શોધક અને ફિઝિયૉલૉજી/મેડિસિનના નોબેલ પારિતોષિકવિજેતા (1924) યુટ્રેચ યુનિવર્સિટીની મેડિસિન શાખાના સ્નાતક. તેમણે હૃદયના સ્નાયુઓને નિયમિત સંકોચન કરાવતા, હૃદયમાં જ ઉદભવતા વિદ્યુતતરંગોનો અભ્યાસ કર્યો હતો અને તે માટે હૃદ્-વીજાલેખ (electrocardiogram, ECG) માટેના…

વધુ વાંચો >

ઇન્ફ્લુએન્ઝા

ઇન્ફ્લુએન્ઝા : શરીર અને માથાનો દુખાવો કરતો ઇન્ફલુએન્ઝાના વિષાણુ(virus)થી થતો વિકાર. ચેપયુક્ત ગળાના સોજામાંથી ઝરતા પ્રવાહીના ઉધરસ અને છીંક દ્વારા ફેંકાતા 10μનાં ટીપાંઓથી તેનો ફેલાવો થાય છે, તેને ‘ફ્લૂ’ પણ કહે છે. તેનો વાવર (epidemic) સામાન્યત: શિયાળામાં થાય છે. ક્યારેક તે ફક્ત ગળાનો સામાન્ય સોજો, શ્વાસનળીશોથ (bronchitis) કે ન્યુમોનિયા રૂપે…

વધુ વાંચો >