આણંદજી ડોસા

અધિકારી હેમુ

અધિકારી, હેમુ (જ. 31 જુલાઈ 1919, પુણે, મહારાષ્ટ્ર; અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : વિખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી. અભ્યાસ બી.એ. સુધીનો – બરોડા હાઈસ્કૂલ તથા બરોડા કૉલેજમાં. રણજી ટ્રોફી ખેલાડી – ગુજરાત (1936–37), વડોદરા (1937–38થી 1949–50), સર્વિસિઝ (1950–51થી 1956–60, પ્રથમ ત્રણ વર્ષ કપ્તાન); ટેસ્ટ ખેલાડી (1947–48થી 1958–59, 1 વર્ષ…

વધુ વાંચો >

અમરસિંગ

અમરસિંગ (જ. 4 ડિસે. 1910, રાજકોટ; અ. 21 મે 1940, જામનગર) : ભારતીય ક્રિકેટનો ઑલરાઉન્ડર. આખું નામ : અમરસિંગ લધાભાઈ નકુમ. અભ્યાસ : આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ. તે રણજી ટ્રોફી વેસ્ટર્ન ઇંડિયા સ્ટેટ્સ તરફથી (1934-35) અને નવાનગર (1937-38થી 1939-40) તરફથી રમેલો. 1932માં ભારતીય ટીમ તરફથી ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરેલો. 1936માં લૅન્કેશાયર લીગમાં…

વધુ વાંચો >

ઇન્દ્રજિતસિંહ

ઇન્દ્રજિતસિંહ (જ. 15 જૂન 1937, જામનગર; અ. 12 માર્ચ 2011 મુંબઈ) : સૌરાષ્ટ્રના અગ્રણી ક્રિકેટખેલાડી. પિતાનું નામ માધવસિંહ. દિલ્હીની સેંટ સ્ટિફન કૉલેજમાંથી બી. એ. થયા. શાળાજીવન દરમિયાન જ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1952માં ઇંગ્લૅન્ડમાં પસંદગી પામ્યા હતા. વિકેટકીપર અને જમોડી ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ભારત તરફથી પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે 1964-65માં ચેન્નાઈ (મદ્રાસ)…

વધુ વાંચો >

ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા)

ઈડન ગાર્ડન સ્ટેડિયમ (કૉલકાતા) : ભારતમાં સૌથી જૂનું રમતનું મેદાન (1864) અને દેશનું સૌથી વધુ બેઠકોવાળું (અધિકૃત, 90,000) સ્ટેડિયમ. તે બે માળવાળું છે. 1950માં સ્ટેડિયમનો પાયો નંખાયો હતો. 1951માં યંત્રથી ચાલતું સ્કોરબોર્ડ, હવે વીજળીથી ચલાવાય છે. દોઢ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ તેની પાછળ થયેલું. મોટા સ્ટૅન્ડને ‘રણજી સ્ટૅન્ડ’ નામ આપ્યું…

વધુ વાંચો >

ઈરાની કપ

ઈરાની કપ : આશરે રૂ. 2,000/-ની કિંમતનો સેન્સર ઍન્ડ કંપનીએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડના માનાર્હ ખજાનચી (1948-67), ઉપપ્રમુખ (1963-65) અને પ્રમુખ (1966-69) જાલ રુસ્તમ ઈરાનીની સ્મૃતિમાં આપેલો આ કપ રાષ્ટ્રીય વિજેતા અને શેષ ભારત વચ્ચેની રમતના વિજેતાને અર્પણ થાય છે. શેષ ભારતની પસંદગી ભારતીય વરણી સમિતિ કરે છે. પ્રથમ રમત…

વધુ વાંચો >

ઍન્થની ડીમેલો ટ્રૉફી

ઍન્થની ડીમેલો ટ્રૉફી : ભારતમાં રમાતી ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (C.C.I.) તરફથી તેના સ્થાપક મંત્રી ઍન્થની ડીમેલોની સ્મૃતિમાં અપાતી ટ્રૉફી. ટ્રૉફીનું કદ 14” x 18”. કિંમત લગભગ રૂ. 2,000/- શ્રેણીવિજેતાને પ્રતિકૃતિ અર્પણ થાય છે. ઇંગ્લૅન્ડ વિરુદ્ધ 2-0થી વિજય મેળવવા બદલ ભારતને આ ટ્રોફી 1961-62માં મળી હતી. તે…

વધુ વાંચો >

ઍશિસ

ઍશિસ : ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ મૅચમાં હારજીતના ફેંસલાનું પ્રતીક. 1882ની ઓવલ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ઑસ્ટ્રેલિયા ઉપર વિજય મેળવવા 93 રનની જરૂર હતી, પણ 85 રનમાં આઉટ થયા. ‘સ્પૉર્ટિંગ ટાઇમ્સ’ અખબારમાં સર્લી બ્રુક્સે ઇંગ્લિશ ક્રિકેટ મૃત્યુ પામી છે અને તેના અંતિમ સંસ્કાર કરીને ભસ્મ એટલે કે ‘ઍશિસ’ ઑસ્ટ્રેલિયા…

વધુ વાંચો >

કપિલદેવ રામલાલ નિખંજ

કપિલદેવ, રામલાલ નિખંજ (જ. 6 જાન્યુઆરી 1959, ચંદીગઢ) : ક્રિકેટની રમતમાં વિશ્વનો ઉત્કૃષ્ટ ઑલ રાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટ્સમૅન તથા ભારતીય ક્રિકેટ ટીમનો ચોત્રીસ ટેસ્ટમાં સુકાની. ટેસ્ટ 115, રન 4,689 (સરેરાશ 36.45), વિકેટ 401 (સરેરાશ 29.67), ટેસ્ટ સદી 7, શ્રેષ્ઠ જુમલો 163, શ્રીલંકા વિરુદ્ધ કાનપુર ખાતે 1986-87. શ્રેષ્ઠ ગોલંદાજી…

વધુ વાંચો >

કાડર્સ નેવિલ

કાડર્સ નેવિલ (જ. 3 એપ્રિલ 1888, લૅન્કેશાયર; અ. 27 ફેબ્રુઆરી 1975, લંડન, ઇંગ્લૅન્ડ) : ક્રિકેટના સમીક્ષક-લેખક. તેમનાં રોમાંચક, કાવ્યરૂપ લાગતાં, આકર્ષક, પરિપૂર્ણ ગદ્ય લખાણમાંથી અનેક લેખકો અને મહાનુભાવો અવતરણો ટાંકે છે. 10 વર્ષે પગવાટ ચિત્રકાર, 13 વર્ષે શાળામાં છાપાં વેચી તથા હાથગાડી હાંકી ગુજરાન ચલાવતા. શ્રુઝબરી શાળામાં મધ્યમ ઝડપી બોલર…

વધુ વાંચો >

કાંગા લીગ રમતો

કાંગા લીગ રમતો : મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન-સંચાલિત ક્રિકેટ સ્પર્ધા. તેના પ્રથમ પ્રમુખ (1930-34) ડૉ. હોરમસજી દોરાબજી કાંગા(1880-1945)ની સ્મૃતિમાં લીગ પદ્ધતિએ રમાય છે. પ્રથમ વર્ષમાં 25 ટીમ વચ્ચે બે વિભાગોમાં અને તેના વિજેતાઓ વચ્ચે અંતિમ સામનો; સુંદર ક્રિકેટ ક્લબનો બૅરોનેટ ક્રિકેટ ક્લબ ઉપર છ વિકેટથી વિજય. 1965માં 114 ક્લબો; બાદ 98…

વધુ વાંચો >