કાંગા લીગ રમતો : મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન-સંચાલિત ક્રિકેટ સ્પર્ધા. તેના પ્રથમ પ્રમુખ (1930-34) ડૉ. હોરમસજી દોરાબજી કાંગા(1880-1945)ની સ્મૃતિમાં લીગ પદ્ધતિએ રમાય છે. પ્રથમ વર્ષમાં 25 ટીમ વચ્ચે બે વિભાગોમાં અને તેના વિજેતાઓ વચ્ચે અંતિમ સામનો; સુંદર ક્રિકેટ ક્લબનો બૅરોનેટ ક્રિકેટ ક્લબ ઉપર છ વિકેટથી વિજય. 1965માં 114 ક્લબો; બાદ 98 ક્લબોની મર્યાદા; 14, 14 ટીમ ‘એ’થી ‘જી’ સાત વિભાગમાં. ‘એ’ વિભાગનો વિજેતા ચૅમ્પિયન ગણાય. સ્પર્ધા ઍસોસિયેશનના સભ્યો ઉપરાંત મુંબઈનાં પાંચ જિમખાના અને ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (CCI) વચ્ચે થાય છે.

આણંદજી ડોસા