અલકેશ પટેલ

ફૂલછાબ

ફૂલછાબ : રાજકોટ અને સૂરતથી પ્રગટ થતું દૈનિક. 1921ના ઑક્ટોબરની બીજી તારીખે સૌરાષ્ટ્રના રાણપુરમાં ‘ફૂલછાબ’ના પુરોગામી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકને અમૃતલાલ શેઠે શરૂ કર્યું હતું. એ પત્રનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓની જોહુકમીથી પ્રજાને મુક્ત કરાવવાની લડતને વેગ આપવાનો હતો. રાણપુર સૌરાષ્ટ્રમાં હોવા છતાં દેશી રજવાડાનો ભાગ નહિ, પરંતુ બ્રિટિશ શાસન હેઠળ…

વધુ વાંચો >

મહેતા, ઝવેરીલાલ દલપતરામ

મહેતા, ઝવેરીલાલ દલપતરામ (જ. 7 ઑગસ્ટ 1928, હળવદ; અ. 27 નવેમ્બર 2023, અમદાવાદ) : ગુજરાતના તસવીર-પત્રકાર. ધ્રાંગધ્રામાં મૅટ્રિક સુધી શિક્ષણ લીધું; પછી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણ લીધું. મુંબઈનિવાસ સંઘર્ષનો સમય બની રહ્યો. એ જમાનામાં મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું. એ અરસામાં અમદાવાદની અરવિંદ મિલમાં…

વધુ વાંચો >

રાવત, બચુભાઈ

રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે…

વધુ વાંચો >

રાસ્ત ગોફ્તાર

રાસ્ત ગોફ્તાર : વૃત્તયુગના આરંભનાં નોંધપાત્ર વૃત્તપત્રોમાંનું એક. ‘રાસ્ત ગોફ્તાર’નો અર્થ ‘સત્યવક્તા’. પ્રારંભ 15 નવેમ્બર, 1851. સ્થાપક દાદાભાઈ નવરોજી. જોકે ‘રાસ્ત ગોફ્તાર’ના સાચા સ્થાપક ખરશેદજી નશરવાનજી કામા ગણાય; કેમકે, તે જમાનામાં તેમની આર્થિક સહાય વિના આ પત્ર શરૂ કરવું કે ચલાવવું શક્ય ન બનત. અલબત્ત, એક નીડર અને બાહોશ પત્રકાર…

વધુ વાંચો >

રીડર્સ ડાઇજેસ્ટ

રીડર્સ ડાઇજેસ્ટ : વિશ્વમાં સૌથી વધારે વંચાતું માસિક-પત્ર. 1922માં દવિટ વૉલેસ અને તેમનાં પત્ની લીલા ઍચિસન વૉલેસ દ્વારા તે શરૂ કરાયેલું. હાલ વિશ્વમાં તેની 19 ભાષાઓમાં કુલ 48 આવૃત્તિઓ પ્રકાશિત થાય છે. વૉલેસ દંપતીએ અમેરિકામાં ગ્રિનિચ ગામમાં તેમના એપાર્ટમેન્ટમાં જ જાતે પરિશ્રમ કરીને ‘રીડર્સ ડાઇજેસ્ટ’ તૈયાર કર્યું હતું, જેની પ્રથમ…

વધુ વાંચો >

લક્ષ્મણ, આર. કે.

લક્ષ્મણ, આર. કે. (જ. 1927, મૈસૂર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યંગચિત્રકાર. આખું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ. આર. કે. લક્ષ્મણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મૈસૂરમાં જ લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મોટા ભાઈ અને સુપ્રસિદ્ધ લેખક આર. કે. નારાયણની વાર્તાઓ માટે આર. કે. લક્ષ્મણ વ્યક્તિચિત્રો દોરતા હતા. પરંતુ પિતા…

વધુ વાંચો >

લેખ (article)

લેખ (article) : જે તે વિષયની સમજ આપતું મુદ્દાસર લખાણ, જે અખબાર-સામયિકમાં પ્રકાશિત થતું હોય છે અને ટૂંકું નિબંધ-સ્વરૂપી હોય છે. અખબાર-સામયિકોમાં મુખ્યત્વે તંત્રીલેખ, કટારલેખ (કૉલમ), ચર્ચાપત્ર અને વિશ્ર્લેષણલેખ વગેરે લખાતાં હોય છે, જેમનાથી વાચકોને જે તે વિષય ઉપર વિગતવાર વિસ્તૃત અને ઉપયોગી માહિતી મળે. અખબાર-સામયિકોનું સૌથી મહત્વનું પાસું તંત્રીલેખ…

વધુ વાંચો >

લોકસત્તા-જનસત્તા

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >

વરતમાન

વરતમાન : ગુજરાતનું આદિ વર્તમાનપત્ર. પ્રારંભ 4-4-1849 અથવા 2-5-1849. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરનાર ઍલેક્ઝાન્ડર ફૉર્બ્સના પ્રયાસોથી શરૂ થયેલા ગુજરાતના આ સૌપ્રથમ સમાચારપત્ર ‘વરતમાન’(વર્તમાન)નો એક પણ અંક આજે ઉપલબ્ધ નહિ હોવાથી તેને લગતી પૂરતી માહિતી મળતી નથી, અને તેથી જ તેનો પ્રારંભ ચોક્કસ કયા દિવસે…

વધુ વાંચો >

વર્ગીસ, બી. જી.

વર્ગીસ, બી. જી. (જ. 21 જૂન 1927, મ્યાનમાર) : પત્રકાર. આખું નામ બુબલી જ્યૉર્જ વર્ગીસ. મૂળ વતન કેરળનું તિરુવલ્લા ગામ. લગભગ 50ના દાયકાથી પત્રકારત્વની ઝળહળતી કારકિર્દીનો પ્રારંભ કરનાર વર્ગીસ 1948થી 1966 સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ સાથે જોડાયેલા હતા. અહીં તેમણે સહાયક સંપાદક તેમજ મુંબઈ અને દિલ્હીમાં બ્યૂરો ચીફ તરીકે કામગીરી…

વધુ વાંચો >