અર્થશાસ્ત્ર

રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન

રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન (જ. 1916) : આર્થિક વિકાસના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે જાણીતા બનેલા અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ યેલ તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં લીધું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં રહોડ્ઝ સ્કૉલર તરીકે દાખલ થયેલા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં વ્યૂહાત્મક સેવાઓ (strategic services) પૂરી પાડતા યુદ્ધ વિષયક કાર્યાલયમાં અને ત્યારબાદ 1945–46 વર્ષ દરમિયાન અમેરિકાના વિદેશ ખાતામાં…

વધુ વાંચો >

લઘુતમ વેતન

લઘુતમ વેતન : જુઓ વેતન.

વધુ વાંચો >

લર્નર, એ. પી.

લર્નર, એ. પી. (જ. 19૦5; અ. 1982) : મુક્ત વ્યાપાર અને સમાજવાદી – આ બે અતિરેકી વિચારસરણીઓ વચ્ચેનો મધ્યમમાર્ગ (golden mean) શોધવાનો પ્રયાસ કરનાર સમાજવાદી ચિંતક. આખું નામ અબ્બા પટાચ્યા લર્નર. તેમનો જન્મ રૂમાનિયામાં થયો હતો અને બાલ્યાવસ્થામાં જ તેમણે માતા-પિતા સાથે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું હતું. 1929માં…

વધુ વાંચો >

લાકડાવાલા ડી. ટી.

લાકડાવાલા ડી. ટી. (જ. 4 ઑક્ટોબર 1916, સૂરત; અ. 15 એપ્રિલ 1992, આણંદ) : ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. આખું નામ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં લીધું હતું. 1933ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં તેઓ છઠ્ઠા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 1937માં…

વધુ વાંચો >

લિમિટ્સ ટુ ગ્રોથ ધ

લિમિટ્સ ટુ ગ્રોથ, ધ : વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, વ્યાપારીઓ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વહીવટકર્તાઓ, રાષ્ટ્રોના વર્તમાન વડાઓ તથા પૂર્વ વડાઓના બનેલા વૈશ્વિક સંગઠન ક્લબ ઑવ્ રોમ દ્વારા 1972માં પ્રકાશિત કરવામાં આવેલ વિવાદાસ્પદ અહેવાલ. ઉપર્યુક્ત અહેવાલની કેન્દ્રસ્થ રજૂઆત એ હતી કે જે પ્રમાણમાં અને જે ગતિએ વૈશ્વિક સ્તર પર પ્રાકૃતિક સાધનોનો અતિરેકભર્યો ઉપયોગ…

વધુ વાંચો >

લિયૉન્તિફ, વૅસિલી

લિયૉન્તિફ, વૅસિલી (જ. 1906, પેટ્રોગ્રાડ, રશિયા) : રશિયન મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી તથા અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા પણ અર્થશાસ્ત્રી હતા, જેમની પ્રેરણાથી વૅસિલીને અર્થશાસ્ત્રમાં રસ પડ્યો. અનુસ્નાતક સુધીનો અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ 1925માં બૉલ્શેવિક વિચારસરણી સાથે વૈચારિક મતભેદ થતાં સોવિયેત સંઘનો ત્યાગ કરીને તે જર્મની જતા રહ્યા.…

વધુ વાંચો >

લિસ્ટ ફ્રેડરિક

લિસ્ટ, ફ્રેડરિક (જ. 6 ઑગસ્ટ 1789, રૂટલિન્જેન, વુટેમ્બર્ગ; અ. 30 નવેમ્બર 1846, કુફસ્ટીન, ઑસ્ટ્રિયા) : રાષ્ટ્રવાદ પર આધારિત આર્થિક વિચારસરણીના પુરસ્કર્તા તથા દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિની પ્રખર હિમાયત કરનારા જર્મન અર્થશાસ્ત્રી. મોટાભાગનું શિક્ષણ જાતે જ લીધું. માત્ર 17 વર્ષની નાની ઉંમરે 1806માં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે દાખલ થયા…

વધુ વાંચો >

લીઝ અને લીઝિંગ

લીઝ અને લીઝિંગ : ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે.…

વધુ વાંચો >

લૂઇસ, વિલિયમ આર્થર (સર) (William Arthur Lewis)

લૂઇસ, વિલિયમ આર્થર (સર) (William Arthur Lewis) (જ. 23 જાન્યુઆરી 1915, સેન્ટ લુસિયા, વેસ્ટ ઇન્ડિઝ; અ. 15 જૂન 1991, બ્રિજટાઉન, બાર્બાડોસ) : વિકાસલક્ષી અર્થશાસ્ત્રના જ્ઞાતા અને 1979ના વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. બાલ્યાવસ્થામાં વેસ્ટ ઇન્ડિઝના લુસિયા ટાપુનો ત્યાગ કરી ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. 1933માં શિષ્યવૃત્તિ મેળવી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…

વધુ વાંચો >

લેણદેણનું સરવૈયું

લેણદેણનું સરવૈયું : કોઈ પણ એક દેશનું વિશ્વના અન્ય દેશો સાથેની લેવડદેવડનું વાર્ષિક સરવૈયું, જેમાં દૃશ્ય અને અદૃશ્ય બંને પ્રકારની લેવડદેવડના નાણાકીય મૂલ્યનો સમાવેશ થતો હોય છે. દૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં ચીજવસ્તુઓના આદાનપ્રદાનના મૂલ્યનો અને અદૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં સેવાઓની લેવડદેવડના મૂલ્યનો સમાવેશ થાય છે. આજના યુગમાં વિશ્વના તમામ દેશો વત્તેઓછે અંશે…

વધુ વાંચો >