અર્થશાસ્ત્ર
રસીદ
રસીદ : નાણાં સ્વીકારનારે જરૂરી નાણાં મળ્યા અંગેનો નાણાં ચૂકવનારને આપેલો સહીસિક્કાવાળો દસ્તાવેજ. ધંધાકીય જગતમાં શાખ ઉપર માલ વેચ્યા પછી માલ લેનાર બિલની રકમ ચૂકવે ત્યારે રકમ લેનાર લેણદાર રકમ મળ્યાની રસીદ આપતા હોય છે. આ રકમ બિલની રકમ જેટલી હોવી જોઈએ તેવું દરેક પ્રસંગે બનતું નથી. વટાવ, માલપરત અને…
વધુ વાંચો >રાજકીય અર્થકારણ (political economy)
રાજકીય અર્થકારણ (political economy) : અઢારમી સદીમાં અર્થશાસ્ત્ર માટે રૂઢ થયેલો શબ્દ. આજે જેને રાજ્યની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે એવાં પગલાંની ચર્ચા કરતાં લખાણો માટે તે નામ પ્રયોજવામાં આવેલું. આંતરરાષ્ટ્રીય વેપાર, હૂંડિયામણ, નાણું, કરવેરા વગેરેને સ્પર્શતાં સરકારી પગલાંઓની ચર્ચાનો સમાવેશ નવી ઊપસી રહેલી જ્ઞાનની આ શાખામાં થતો હતો.…
વધુ વાંચો >રાજ, કે. એન.
રાજ, કે. એન. (જ. 1924, ત્રિચુર, કેરળ) : ભારતના એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી. મદ્રાસ યુનિવર્સિટીની ક્રિશ્ચિયન કૉલેજમાંથી તેઓ સ્નાતક થયા. 1944માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં જોડાયા અને ત્રેવીસ વર્ષની ઉંમરે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, ભારત આવીને તેઓ આયોજનના મદદનીશ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા. આયોજન પર આધારિત ભારતના આર્થિક વિકાસ અંગેની નીતિઓના…
વધુ વાંચો >રાજકોષીય નીતિ
રાજકોષીય નીતિ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ. આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને…
વધુ વાંચો >રાપાકી, ઍડમ
રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…
વધુ વાંચો >રાવ, ચેન્નમનેનિ હનુમંતા
રાવ, ચેન્નમનેનિ હનુમંતા (જ. 15 મે 1929, સીરસીલ્લા, હૈદરાબાદ, તેલંગણા) : ભારતીય અર્થશાસ્ત્રી. તેમણે બી.એ.ની ડિગ્રી 1955માં નિઝામ કૉલેજ એમ.એ. (ઇકૉનૉનિક્સ) 1957, ઓસ્માનીયા યુનિવર્સિટી, હૈદરાબાદ અને 1962માં પીએચ.ડી.(ઇકૉનૉમિક્સ)ની ઉપાધિ દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી પોસ્ટ ડૉક્ટરલ ફેલો (Post Doctoral Fellow) યુનિવર્સિટી ઑફ શિકાગોના અર્થશાસ્ત્ર વિભાગ(1966-67)માં હતા. એમના ડૉક્ટરલ સલાહકાર…
વધુ વાંચો >રાવ, વી. કે. આર. વી.
રાવ, વી. કે. આર. વી. (જ. 8 જુલાઈ 1908, કાંચિપુરમ; અ. 25 જુલાઈ 1991, બૅંગાલુરુ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી તથા કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી. આખું નામ વિજયેન્દ્ર કસ્તૂરીરંગા વરદરાજ. પિતાનું નામ કસ્તૂરીરંગમ્ અને માતાનું નામ ભારતી. પ્રાથમિક શિક્ષણ અમેરિકન અર્કોટ મિશન સ્કૂલ, ટિંડિવનમ, તામિલનાડુ ખાતે. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાંથી 1923માં…
વધુ વાંચો >રાષ્ટ્રીય આવક
રાષ્ટ્રીય આવક : કોઈ પણ એક નાણાકીય વર્ષ દરમિયાન કોઈ પણ એક દેશમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રવાહ. બીજી રીતે કહીએ તો દેશમાં થતી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પાદનમાં રોકાયેલાં યંત્રો, સંચા, ઓજારો, ઉપકરણો, કારખાનાનું મકાન જેવા મૂડીમાલને થતો ઘસારો (wear and tear, depreciation) બાદ કરતાં…
વધુ વાંચો >રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.)
રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ નિગમ (National Industrial Development Corporation (N.I.D.C.) : પાયાના ઉદ્યોગો શરૂ કરવામાં મદદરૂપ થવા ભારત સરકારે સ્થાપેલું નિગમ. ભારત સરકારે ઑક્ટોબર, 1954માં ખાનગી કંપની તરીકે રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની રૂપિયા એક કરોડની મૂડીથી સ્થાપના કરેલી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે જે પાયાના ઉદ્યોગો જરૂરી…
વધુ વાંચો >રાષ્ટ્રીયકરણ
રાષ્ટ્રીયકરણ : ખાનગી ક્ષેત્રની માલિકી હેઠળના કોઈ પણ આર્થિક ઘટકને રાજ્યની માલિકી હેઠળ મૂકવાની નીતિ અને પ્રક્રિયા. રાષ્ટ્રીયકરણ દ્વારા એક અથવા વધારે આર્થિક એકમોની માલિકીનું હસ્તાંતરણ કરવામાં આવે છે. અપવાદજનક કિસ્સાઓમાં રાજકીય હેતુ માટે રાષ્ટ્રીયકરણ કરવામાં આવતું હોય તોપણ તે મહદ્અંશે આર્થિક વિચારસરણીને અધીન હોય છે. કેટલીક વાર રાજકીય અને…
વધુ વાંચો >