અર્થશાસ્ત્ર
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ,…
વધુ વાંચો >રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.)
રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા
રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા : ભારતની મધ્યસ્થ બૅંક. તેની સ્થાપના રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ 1935માં થઈ હતી. ભારતના બૅંકિંગ-ક્ષેત્રમાં તે ટોચની બૅંકનું બિરુદ ધરાવે છે. દરેક દેશ પોતાની નાણાકીય વ્યવસ્થા માટે તથા તેનું સંચાલન કરવા માટે એક મધ્યસ્થ બૅંકની સ્થાપના કરે છે. આ બૅંકનાં મહત્વનાં કાર્યોમાં ચલણ…
વધુ વાંચો >રેડક્લિફ સમિતિ
રેડક્લિફ સમિતિ : ઇંગ્લૅન્ડમાં નાણાકીય વ્યવસ્થાના અભ્યાસ માટે 1957માં નીમવામાં આવેલી સમિતિ. સમિતિએ તેનો હેવાલ 1959માં સરકારને સુપરત કરેલો. નવ સભ્યોની બનેલી સમિતિમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત બીજા પણ કેટલાક સભ્યોનો સમાવેશ કરવામાં આવેલો. સમિતિએ ઇંગ્લૅન્ડની નાણાવ્યવસ્થા અને તેની વિત્તીય સંસ્થાઓનો અભ્યાસ કરીને તેનું વિશ્લેષણ કર્યું હતું. તેનો હેવાલ મોટી ચર્ચાનું કેન્દ્ર…
વધુ વાંચો >રોકડતા (liquidity)
રોકડતા (liquidity) : વસ્તુઓ અને સેવાઓ ખરીદવાની કોઈપણ અસ્કામતની ઝડપ અને જોખમમુક્તિની માત્રા. વ્યાખ્યાથી જ નાણું પૂર્ણ રોકડતા ધરાવતી અસ્કામત છે, કેમ કે નાણાંની મદદથી તત્કાળ અને મૂડીમૂલ્યના કશાય જોખમ વિના અન્ય વસ્તુઓ ખરીદી શકાય છે. અન્ય અસ્કામતો પણ ઓછીવત્તી માત્રામાં રોકડતા ધરાવતી હોય છે, જે તપાસવાની સંપૂર્ણપણે સુસંગત નહિ…
વધુ વાંચો >રોકડ પસંદગી (liquidity preference)
રોકડ પસંદગી (liquidity preference) : રોકડ નાણાં હાથ પર રાખવા માટેની લોકોની પસંદગી. રોકડ નાણાં હાથ પર રાખવાથી વ્યાજના રૂપમાં મળતી આવક જતી કરવી પડે છે, છતાં લોકો વત્તાઓછા પ્રમાણમાં રોકડ નાણાં હાથ પર રાખવાનું કેમ પસંદ કરે છે તેની સમજૂતી ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી કેઇન્સે આપી હતી. લોકોની રોકડ પસંદગી માટે…
વધુ વાંચો >રોકડ પુરાંત
રોકડ પુરાંત : રાષ્ટ્રની વાસ્તવિક આવકનો એ ભાગ, જે નાણાના સ્વરૂપમાં લોકો પોતાની પાસે રોકડમાં રાખતા હોય છે. રોકડ પુરાંતો એ સમાજ દ્વારા સંઘરેલી ‘તરલ ખરીદશક્તિ’(ready purchasing power)નું પ્રતિનિધિત્વ કરે છે અને તેના જથ્થામાં થતા ફેરફારો અર્થતંત્રમાં નાણાનું મૂલ્ય નક્કી કરતું અગત્યનું પરિબળ હોય છે. રોકડ પુરાંત(cash balance)નો ખ્યાલ ‘કેમ્બ્રિજ…
વધુ વાંચો >રોકડ પ્રવાહ-વિશ્લેષણ
રોકડ પ્રવાહ-વિશ્લેષણ : રોકડ વસૂલાત અને રોકડ વિતરણના નિશ્ચિત અવધિના આંકડાઓ ઉપર આધાર રાખીને તૈયાર કરેલા પત્રકનું વિશ્લેષણ. હિસાબી પદ્ધતિ અનુસાર, તૈયાર કરેલાં પેઢીનાં નફા-નુકસાન તથા નફા-નુકસાન વિનિયોગ ખાતાં તથા સરવૈયાના આંકડાઓની મદદથી રોકડ પ્રવાહપત્રક બનાવવામાં આવે છે. કેટલીક વાર પેઢી રોકડ પ્રવાહપત્રકને બદલે રોકડ સારાંશપત્રક બનાવે છે અને તેમાં…
વધુ વાંચો >રૉબિન્સન, જૉન વાયોલેટ
રૉબિન્સન, જૉન વાયોલેટ (જ. 1903; અ. 1983) : વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી. ગર્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ, 1931માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ લેક્ચરર તરીકે જોડાયાં. તેમના પતિ પ્રોફેસર સર ઈ. એ. જી. રૉબિન્સન નિવૃત્ત થતાં 1965માં તેમણે તેમના પતિનું સ્થાન લીધું, જ્યાં 1971 સુધી કામ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમના પર આલ્ફ્રેડ માર્શલનો…
વધુ વાંચો >