અર્થશાસ્ત્ર

નોકરશાહી (bureaucracy)

નોકરશાહી (bureaucracy) : મોટા પાયા પરનાં સંગઠનોનો વહીવટ કરવાની એવી પ્રથા, જેમાં સત્તાનું એક ચોક્કસ માળખું હોય તથા નિયમો અને પ્રવિધિઓ સ્પષ્ટ હોય. આવી નોકરશાહી પ્રથા સરકારી તંત્રો, સંગઠિત સંપ્રદાયો, શિક્ષણસંસ્થાઓ, મોટી વેપારી-ઔદ્યોગિક પેઢીઓ વગેરેમાં જોવા મળે છે. જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે નોકરશાહીના એક આદર્શ સ્વરૂપને ઘડી કાઢીને તેને સૈદ્ધાંતિક…

વધુ વાંચો >

નૉર્થ, ડગ્લાસ સેસિલ

નૉર્થ, ડગ્લાસ સેસિલ (જ. 5 નવેમ્બર 1920, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 23 નવેમ્બર 2015, મિશિગન, અમેરિકા) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના રૉબર્ટ વિલિયમ ફૉગેલના સહવિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1953–83 દરમિયાન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. સાથોસાથ અર્થતંત્રને લગતી ઘણી સરકારી અને બિનસરકારી સમિતિઓમાં તેમણે…

વધુ વાંચો >

નોર્ધોસ, વિલિયમ

નોર્ધોસ, વિલિયમ (જ. 31-5-1941, ન્યૂ મૅક્સિકો, યુએસએ) : પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિશેનાં સંશોધનો માટે પોલ રોમર સાથે અર્થશાસ્ત્રનો 2018નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1967માં અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ યાલે યુનિવર્સિટી ખાતે અધ્યાપક રહ્યા છે. તેમને 2017માં બીબીવીએ ફાઉન્ડેશન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો…

વધુ વાંચો >

ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ)

ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ) : 1929ની મહામંદીમાં સપડાયેલા અમેરિકાના અર્થતંત્રને ઉગારવાને માટે અમલમાં મૂકવામાં આવેલ આર્થિક નીતિ. ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે પ્રમુખપદ માટેની પોતાની પ્રથમ ચૂંટણી (1933) પ્રસંગે કેટલાંક પગલાં લેવાનું વચન આપ્યું તે પછીનાં સત્તાનાં તેમનાં બે સત્ર (1933-40) દરમિયાન તેમણે આ નીતિને કાર્યાન્વિત કરી. આ સમગ્ર નીતિને…

વધુ વાંચો >

પટેલ, આઈ. જી.

પટેલ, આઈ. જી. (જ. 11 નવેમ્બર 1924, સુણાવ; અ. 17 જુલાઈ 2005, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેન્દ્રીય નાણામંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર તથા વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર. આખું નામ ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ. માતાનું નામ કાશીબહેન. વડોદરા કૉલેજમાંથી 1944માં મુંબઈ યુનિવર્સિટીની…

વધુ વાંચો >

પટેલ, સુરેન્દ્ર

પટેલ, સુરેન્દ્ર [24 સપ્ટેમ્બર 1923, ભડિયાદ (પીર); અ. 13 ડિસેમ્બર 2006] : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના એક અર્થશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ ગાયકવાડીનાં જુદાં જુદાં ગામોમાં તથા માધ્યમિક શિક્ષણ ધંધૂકા ખાતે લીધા પછી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમની પદવી 1945માં પ્રાપ્ત કરી અને ત્યાર પછી 1947માં તેમણે અમેરિકાની પેન્સિલ્વેનિયા…

વધુ વાંચો >

પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં)

પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં) : નાદારી અને ફડચાની કાર્યવહી દરમિયાન દેવાદારના અરક્ષિત લેણદારો (unsecured creditors) પૈકી જેમને અગ્રતાક્રમે પ્રથમ ચુકવણી કરાય છે તેવા લેણદારો. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં; વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને પેઢીની બાબતમાં; કૉલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સૉલ્વન્સી ઍક્ટ-1909…

વધુ વાંચો >

પાકી આડત

પાકી આડત : માલ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક કરાવી  આપવાની સેવા માટે તથા ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી જવાબદારી ઉઠાવવા માટે આડતિયાને મળતો નાણાકીય બદલો. સામાન્ય સંજોગોમાં આડતિયો બંને પક્ષકારો વચ્ચે સોદા કરાવવાનું કાર્ય કરે છે. તે સેવા માટે તેને કાચી આડત મળે છે, છતાં કેટલીક વાર આડતિયો માલના…

વધુ વાંચો >

પાઘડી

પાઘડી : ધંધા અથવા ઉત્પાદનના સામાન્ય સ્તરના એકમોના નફા કરતાં તેવા જ પ્રકારનો ધંધો અથવા ઉત્પાદન કરતા વિશિષ્ટ એકમની અધિનફો (super profit) કરવાની ક્ષમતાને લીધે તેને મળેલી પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્યાંકન. ધંધા અથવા ઉત્પાદનના થોડાક એકમો તેમના જ વર્ગના મોટા ભાગના એકમો કરતાં વધારે નફાની કમાણી કરતા હોય છે. તેવા એકમોને…

વધુ વાંચો >

પાયાની સવલતો (infrastructure)

પાયાની સવલતો (infrastructure) : અર્થતંત્રમાં રહેલાં માળખાંમાંથી મળતી એવી સેવાઓ જે ખરીદનાર અને વેચનાર વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને સરળ બનાવે છે. પાયાની સેવાઓમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. પહેલાં તેના માટે ‘સ્થિર સામાજિક મૂડી’ શબ્દ વપરાતો હતો. કેટલીક વખત પાયાની સેવાઓને આર્થિક અને સામાજિક – એવા બે વિભાગોમાં…

વધુ વાંચો >