અરવિંદ ભટ્ટ
થૂથી, એન. એ.
થૂથી, એન. એ. : જાણીતા સમાજશાસ્ત્રી અને સંશોધક. પારસી કુટુંબમાં જન્મેલા. તેમણે મુંબઈ યુનિવર્સિટીના ‘સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ સોશિયૉલૉજી’ વિભાગમાં સમાજશાસ્ત્રના રીડર તરીકે 25 વર્ષથી વધુ સમય કામ કર્યું હતું. તેમણે ‘ધી વૈશ્નવઝ ઑવ્ ગુજરાત’ એ વિષય પર મહાનિબંધ તૈયાર કરી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી 1924માં ડી. ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી.…
વધુ વાંચો >દૂબે, શ્યામચરણ
દૂબે, શ્યામચરણ (જ. 25 જુલાઈ 1922; અ. 1996) : ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે મધ્યપ્રદેશની ‘કુમાર જાતિ’ પર પોતાનો શોધનિબંધ લખ્યો અને તે માટે તેમને યુનિવર્સિટી તરફથી મૉરિસ મેમોરિયલ શિષ્યવૃત્તિ મળી હતી. વ્યાખ્યાતા તરીકે નાગપુર, લખનૌ અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. તે પછી…
વધુ વાંચો >ધાનકા
ધાનકા : ગુજરાતની એક આદિવાસી જાતિના લોકો. ધાનકા, ધાણક કે ધાનકને નામે ઓળખાતી આ આદિવાસી જાતિ મુખ્યત્વે વડોદરા જિલ્લાના નસવાડી, તિલકવાડા અને છોટાઉદેપુર તાલુકાઓમાં, ભરૂચ જિલ્લામાં રાજપીપળામાં, સૂરતમાં ઉચ્છલ-નીઝરમાં અને થોડા પ્રમાણમાં ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાં પણ જોવા મળે છે. દંતકથા અનુસાર તેઓ મૂળ ચૌહાણ રજપૂતો હતા, પરંતુ પાવાગઢના પતનથી…
વધુ વાંચો >નાગ જાતિ
નાગ જાતિ : અસમની ઉત્તરે પહાડોમાં વસતા લોકો. દેશના ઈશાન ખૂણામાં અસમની ઉત્તરે એક નાના સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાતા 16,519 ચોકિમી. ક્ષેત્રફળવાળા, બ્રહ્મપુત્ર નદીની ખીણ અને નાગ ટેકરીઓવાળા પ્રદેશમાં રહેનારા લોકો. જૂના ઉલ્લેખોમાં નાગ તરીકે ઓળખાતા તે આ લોકો હશે. બીજી રીતે ઓછાં કપડાં પહેરતા હોઈ નગ્ન પરથી નાગ થયું…
વધુ વાંચો >નાડેલ, એસ. એફ.
નાડેલ, એસ. એફ. (જ. 24 એપ્રિલ 1903, ઑસ્ટ્રિયા; અ. 14 જાન્યુઆરી 1956, કેનબેરા) : પ્રસિદ્ધ માનવશાસ્ત્રી. તેમનો ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમનો મૂળ રસ અને તાલીમ સંગીત પરત્વેનાં હતાં. તેમણે પીએચ.ડી.ની પદવી વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પ્રાપ્ત કરી હતી. સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક પણ લખ્યું તથા સંગીતના…
વધુ વાંચો >નાયકા
નાયકા : ગુજરાતમાં વસતી એક આદિવાસી જાતિ. તે ‘નાયકા’ કે ‘નાયકડા’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં વસે છે. તેઓ મૂળે ભીલ જાતિનું એક પેટાજૂથ હશે તેમ મનાય છે. ચાંપાનેરના હિન્દુ રાજાના લશ્કરમાં તેઓ લશ્કરી ટુકડીના આગેવાનો – નાયક તરીકે કામ કરતા હતા તે પરથી તે…
વધુ વાંચો >પટેલિયા
પટેલિયા : મધ્યપ્રદેશ અને ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતના આદિવાસીઓમાં પટેલિયા શિક્ષિત અને આગળ પડતી આદિવાસી જાતિ છે, જે પંચમહાલ જિલ્લામાં દાહોદ અને લીમખેડા તાલુકાઓમાં મુખ્યત્વે છે. ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઝાબુઆ, અલિરાજપુર, ધાર, ઇન્દોર, ગુના તથા રાજગઢ જિલ્લાઓમાં તેની સવિશેષ વસ્તી છે. તેમની ઉત્પત્તિ અંગે કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી;…
વધુ વાંચો >પિતૃસત્તાક સમાજવ્યવસ્થા
પિતૃસત્તાક સમાજવ્યવસ્થા : પિતા કે પુરુષના વડપણ નીચે ગોઠવાયેલી સમાજવ્યવસ્થા. વિશ્વમાં આજે પિતૃસત્તાક અને માતૃસત્તાક એમ બે પ્રકારની સમાજવ્યવસ્થા પ્રવર્તે છે. લોવી હેનરી મૉર્ગનના દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં પ્રથમ માતૃસત્તાક અને પછી પિતૃસત્તાક વ્યવસ્થા આવી છે. આર્થિક વિકાસને પરિણામે સમાજમાં સ્ત્રી અને પુરુષનાં સ્થાન બદલાયાં. પુરુષનો આર્થિક દરજ્જો વધતાં, પુરુષસત્તાનો ઉદય…
વધુ વાંચો >પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)
પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ…
વધુ વાંચો >પ્રિચાર્ડ ઇવાન્સ, એડવર્ડ સર
પ્રિચાર્ડ ઇવાન્સ એડવર્ડ સર (જ. 1902, ક્રોબરો, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર, 1973) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ સમાજમાનવશાસ્ત્રી એડવર્ડ ઇવાન ઇવાન્સ બ્રિટિશ સ્કૂલમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય કરનારા નામાંકિત માનવશાસ્ત્રી. તેમણે નિલોટિક જાતિઓ વિશે અભ્યાસ કર્યો છે. તેઓ એક રોમન કૅથલિક પાદરીને ત્યાં જન્મ્યા હતા. 1916થી 1921 વેન્ચેસ્ટર કૉલેજમાં અને 1921થી 1924 સુધી…
વધુ વાંચો >