અમિતાભ મડિયા
હસન અબુલ (Hasan Abul)
હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…
વધુ વાંચો >હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)
હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. ઇજાઝ ઉલ હસનનું એક…
વધુ વાંચો >હાઇન લેવિસ વિક્સ (Hine Lewis Wickes)
હાઇન, લેવિસ વિક્સ (Hine, Lewis Wickes) (જ. 26 સપ્ટેમ્બર 1874, ઓરકોશ, વિસ્કોન્સિન, અમેરિકા; અ. 3 નવેમ્બર 1940, ડોબ્સ ફેરી, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમેરિકન ફોટોજર્નાલિસ્ટ અને સમાજસુધારક. યુનિવર્સિટી ઑવ્ શિકાગો, કોલમ્બિયા યુનિવર્સિટી અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર(Sociology)નો અભ્યાસ કર્યા બાદ હાઇન ન્યૂયૉર્ક શહેરની એથિકલ કલ્ચર સ્કૂલમાં એક શિક્ષક તરીકે જોડાયા. ન્યૂયૉર્ક બંદરના…
વધુ વાંચો >હાન કાન (Han Kan)
હાન, કાન (Han, Kan) (જ. ; અ. 8મી સદી) : તાન્ગ રાજવંશના આશ્રિત ચીની ચિત્રકાર. તેઓ બુદ્ધ, બુદ્ધનું જીવન, તાઓ વિષયો અને ઘોડાનાં આલેખનો કરવા માટે જાણીતા છે. હાને આલેખેલા ઘોડાઓમાં એવી ત્વરા અને જોમ તથા ચુસ્તી પ્રગટ થઈ છે કે સમગ્ર ચીની ચિત્રકલામાં તેમનાં ઘોડાનાં આલેખનો તરવરાટ અને તાકાતની…
વધુ વાંચો >હાનાબુસા ઇચો
હાનાબુસા, ઇચો (જ. 1652, ઓસાકા, જાપાન; અ. 7 ફેબ્રુઆરી 1724, એડો, જાપાન) : કાનો શૈલીની પરંપરામાંથી મુક્ત થઈ હાસ્યપ્રેરક પ્રસંગોનું આલેખન કરવા માટે મશહૂર જાપાની ચિત્રકાર. મૂળ નામ ટાગા શિન્કો. રોજિંદા જીવનમાંથી હાસ્યરસ નિપજાવે તેવી ઘટનાઓ અને દૃશ્યો શોધીને એમણે એમનાં ચિત્રોની શૃંખલા સર્જી. તત્કાલીન જાપાનના સરમુખત્યાર રાજવી શોગુનનું પણ…
વધુ વાંચો >હાયડન ફ્રાન્ઝ જૉસેફ (Haydn Franz Joseph)
હાયડન, ફ્રાન્ઝ જૉસેફ (Haydn, Franz Joseph) [જ. 31 માર્ચ 1732, રોહ્રો (Rohro), ઑસ્ટ્રિયા; અ. 31 મે 1809, વિયેના, ઑસ્ટ્રિયા] : પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના એક અગ્રણી સંગીતકાર અને સંગીતનિયોજક તથા સિમ્ફનીના આધુનિક સ્વરૂપના ઘડવૈયા. હાયડનનું બાળપણ ગરીબી અને રઝળપાટમાં વીતેલું. તેમના પિતા ગાડાનાં પૈડાં બનાવનાર સુથાર હતા તથા માતા ધનિકોને ત્યાં…
વધુ વાંચો >હાલ્સ ફ્રાન્સ
હાલ્સ, ફ્રાન્સ (જ. 1581થી 1585, ઍન્ટવર્પ, બેલ્જિયમ; અ. 1 સપ્ટેમ્બર 1666, હાર્લેમ, નેધરલૅન્ડ્ઝ) : ડચ બૂઝર્વા શ્રીમંતોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો ચિત્રકાર. પીંછીના મુક્ત લસરકા વડે ખુશમિજાજી વ્યક્તિચિત્રો એમણે સમગ્ર જીવન દરમિયાન આલેખ્યાં છે. 1616માં ઍન્ટવર્પની એક ટૂંકી મુલાકાત સિવાય એમણે સમગ્ર જીવન હાર્લેમમાં વિતાવ્યું. પિતા વણકર હતા. ફ્રાન્સ હાલ્સ…
વધુ વાંચો >હુસૈન મકબૂલ ફિદા (Husain Maqbool Fida)
હુસૈન, મકબૂલ ફિદા (Husain, Maqbool Fida) (જ. 17 સપ્ટેમ્બર 1915, પંઢરપુર, મહારાષ્ટ્ર, ભારત; અ. 9 જૂન 2011, લંડન, યુ.કે.) : આધુનિક ભારતના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ ચિત્રકાર. મકબૂલ ફિદા હુસૈન ઇન્દોરની કલાશાળામાં અભ્યાસ શરૂ કર્યો; પરંતુ તે અધૂરો મૂકી તેમણે મુંબઈ આવી સિનેમાનાં પોસ્ટરો (hoardings) ચીતરવાં શરૂ કર્યાં. 1947માં…
વધુ વાંચો >હોડલર ફર્ડિનાન્ડ (Hodler Ferdinand)
હોડલર, ફર્ડિનાન્ડ (Hodler, Ferdinand) (જ. 14 માર્ચ 1853, બર્ન નજીક જર્મની; અ. 20 મે 1918, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionistic) ચિત્રકલાના વિકાસમાં મહત્વનું પ્રદાન કરનાર સ્વિસ ચિત્રકાર. તેમણે મુખ્યત્વે નિસર્ગચિત્રો આલેખ્યાં છે. ફર્ડિનાન્ડ હોડલર 1879માં જિનીવામાં બાર્બિઝોં (Barbizon) શૈલીના નિસર્ગ ચિત્રકાર બાર્થેલેમી મેન (Barthelemy Menn) પાસે તેમણે તાલીમ લીધી…
વધુ વાંચો >હોમર વિન્સ્લો (Homer Winslow)
હોમર, વિન્સ્લો (Homer, Winslow) (જ. 24 ફેબ્રુઆરી 1836, બૉસ્ટન, અમેરિકા; અ. 29 સપ્ટેમ્બર 1910, પ્રૂટ્સ નેક, મેઇને, અમેરિકા) (Prouts Nech, Maine) : સમુદ્ર અને સમુદ્રને લગતા વિષયોને આલેખવા માટે જાણીતા અમેરિકન નિસર્ગ-ચિત્રકાર. અમેરિકન રંગદર્શિતાના એ એક અગ્રણી ચિત્રકાર ગણાય છે. સમુદ્ર જેવી પ્રાકૃતિક શક્તિ સાથે ઝઝૂમતા માનવીના આલેખનમાં એ કુશળ…
વધુ વાંચો >