અમિતાભ મડિયા
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ જુલિયસ (Schnorr, Von Carolsfeld Julius)(જ. 26 માર્ચ, 1794, લિપઝિગ, જર્મની; અ. 24 મે, 1872, ડ્રૅસ્ડન, સેક્સની, જર્મની) : ચિત્રકળાની ‘નેઝારેને’ (Nazarene) ચળવળમાં અગત્યનો ભાગ લેનાર જર્મન ચિત્રકાર. પિતા હાન્સ ફીટ શ્નોર (Hans Veit Schnorr) પાસેથી શ્નોરે પ્રાથમિક તાલીમ લીધી. 1818માં શ્નોર રોમ ગયા અને ત્યાં ‘લુકાસ બ્રધરહૂડ’…
વધુ વાંચો >શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing)
શ્નોર, ફૉન કેરોલ્સ્ફીલ્ડ લુડવિગ (Schnorr, Von Carolsfeld Ludwing) (જ. 2 જુલાઈ 1836, મ્યૂનિક, જર્મની; અ. 21 જુલાઈ 1865, ડ્રૅસ્ડન, સૅક્સની, જર્મની) : વાગ્નરના ઑપેરાઓનાં પાત્રોની ગાયકી માટે જાણીતા જર્મન ટેનર (tenor) ગાયક. 1855માં શ્નોરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ગાયિકા મેલ્વિના ગારિક્સ સાથે લગ્ન કરીને 1860માં એ ડ્રૅસ્ડનમાં સ્થિર થયા.…
વધુ વાંચો >શ્મિટ્-રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl)
શ્મિટ્–રૉટ્લૂફ, કાર્લ (Schmidt-Rottluff, Karl) (જ. 1 ડિસેમ્બર 1884, કૅમ્નીટ્ઝ, જર્મની; અ. 9 ઑગસ્ટ 1976, પશ્ચિમ જર્મની) : નિસર્ગચિત્રો અને નગ્ન માનવ-આકૃતિઓ ચીતરવા માટે જાણીતા જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905માં ડ્રેસ્ડન ખાતેની સ્થાપત્ય-શાળામાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. ત્યાં કાર્લની દોસ્તી લુડવિગ કર્ખનર અને એરિક હેકલ નામના બે સહાધ્યાયીઓ સાથે થઈ. એ ત્રણેય…
વધુ વાંચો >શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas)
શ્લુટર, એન્ડ્રિયાસ (Schluter, Andreas) (જ. 1660થી 1664; હૅમ્બર્ગ, જર્મની; અ. 1714, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : જર્મન બરોક શિલ્પી અને સ્થપતિ. જર્મનીમાં બરોક કલાના તેઓ સૌથી પ્રખર કલાકાર હતા. 1695માં ફ્રાન્સની અને 1696માં ઇટાલીની યાત્રાઓ કરીને શ્લુટરે બર્લિનના ઇલેક્ટર ફ્રેડરિક ત્રીજાના મુખ્ય શિલ્પીનું સ્થાન લીધું. 1703માં તેમણે ઇલેક્ટરનું પૂરાં કદથી મોટું…
વધુ વાંચો >શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar)
શ્લેમર, ઑસ્કાર (Schlemmer, Oskar) (જ. 4 સપ્ટેમ્બર 1888; અ. 13 એપ્રિલ 1943) : આધુનિક જર્મન ચિત્રકાર. જર્મન ચિત્રકાર એડોલ્ફ હોલ્ઝેલ (Holzgl) હેઠળ તેઓ કલાની તાલીમ પામેલા. યુરોપની આધુનિક કલાશાળાના બાઉહાઉસ ખાતે શ્લેમરે 1920થી 1929 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું અને એ કલાશાળાના તેઓ એક મહત્વના શિક્ષક ગણાયા. તેમણે રંગમંચની પિછવાઈઓ (Back…
વધુ વાંચો >શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt)
શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા…
વધુ વાંચો >શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von)
શ્વિન્ડ, મોરિટ્ઝ ફૉન (Schwind, Moritz Von) (જ. 21 જાન્યુઆરી 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 ફેબ્રુઆરી 1871, મ્યૂનિક, જર્મની) : જર્મનીના ઉમરાવો, કિલ્લાઓ અને ગ્રામીણ પરિવેશની રંગદર્શી ચિત્રણા માટે જાણીતા જર્મન ચિત્રકાર. કિશોરાવસ્થાથી જ શ્વિન્ડ રખડેલ પ્રકૃતિનો ભટકતો જીવ હતા. છૂટક કામ મેળવી કમાઈ લઈ તત્કાલીન જરૂરિયાતોનો નિવેડો લાવવાની બોહેમિયન જીવનશૈલી…
વધુ વાંચો >શ્રીલંકા
શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ. તે દ્વીપકલ્પીય ભારતનું એક અંગ હોવાનું ભૂસ્તરવેત્તાઓ દ્વારા સમર્થન મળે છે. વિશાળ ભારતીય ઉપખંડને અડીને આવેલો આ દેશ એક વિશિષ્ટ ભૌગોલિક પ્રતિભા ધરાવે છે અને આજે દુનિયામાં એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેણે…
વધુ વાંચો >શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion)
શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion) (જ. 1932, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ બાદ મૉસ્કો ખાતેની સંગીતશાળા મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં શ્ચેદ્રિને સંગીતનો અભ્યાસ કર્યો. અહીં યુરી શાપોરિન તેમના સંગીત-નિયોજનના તથા પિયાનિસ્ટ યાકૉવ ફલાચર તેમના પિયાનોવાદનના પ્રાધ્યાપક હતા. શિક્ષણના છેલ્લા વરસમાં શ્ચેદ્રિને લખેલી કૃતિ ફર્સ્ટ કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ…
વધુ વાંચો >સધર્લૅન્ડ, ગ્રેહામ
સધર્લૅન્ડ, ગ્રેહામ (Sutherland, Graham) (જ. 1903, બ્રિટન; અ. 1980, લંડન, બ્રિટન) : નિસર્ગચિત્રણા કરનાર આધુનિક બ્રિટિશ ચિત્રકાર. તેમણે શાલેય અભ્યાસ પછી રેલવે-ઇજનેર બનવાનો અભ્યાસ પડતો મૂકી લંડનની ગોલ્ડ્સ્મિથ્સ કૉલેજ ઑવ્ આર્ટમાં કલાનો અભ્યાસ કર્યો. ચિત્રકાર સૅમ્યુઅલ પામરના પ્રભાવ હેઠળ નિસર્ગનું આલેખન કરવું શરૂ કર્યું. ફોવવાદના પ્રભાવ હેઠળ તેમનાં નિસર્ગચિત્રોના રંગો…
વધુ વાંચો >