અનિલા દલાલ
શેતોબ્રિયાં ફ્રાંસ્વા
શેતોબ્રિયાં ફ્રાંસ્વા (જ. 1768; અ. 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા…
વધુ વાંચો >શ્રીકાન્ત
શ્રીકાન્ત : શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત બંગાળી નવલકથા. ચાર ભાગમાં (પ્ર. વર્ષ 1917, 1918, 1927 અને 1933). શરદચંદ્રનો જન્મ બંગાળમાં દેવાનંદપુર ગામમાં 1876માં એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં. પિતાને વાર્તા-નવલકથા લખવાનો શોખ હતો તેમાંથી શરદચંદ્રને સાહિત્ય લખવાની પ્રેરણા મળી. પિતાથી રિસાઈ ઘર છોડી ચાલી ગયા અને વર્ષો સુધી ખૂબ ભ્રમણ કર્યું, જ્યાં…
વધુ વાંચો >સાન્યાલ પ્રબોધકુમાર
સાન્યાલ, પ્રબોધકુમાર (જ. 1905, કોલકાતા; અ. 1983) : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસલેખક. સાન્યાલે મહાકાળી પાથશાળા અને સ્કૉટિશ ચર્ચ-સ્કૂલમાં શાળાનું શિક્ષણ લીધું તો કૉલેજશિક્ષણ કોલકાતાની જ સિટી કૉલેજમાં. અસહકારની ચળવળમાં સ્વયંસેવક. માછલીઓનો ધંધો, પોસ્ટ-ઑફિસમાં ક્લાર્ક, પ્રેસ અને મિલિટરીની ઑફિસ – એમ જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કર્યું. સ્વાતંત્ર્યચળવળમાં સક્રિય કાર્યકર (1928-30); ‘કલ્લોલ’,…
વધુ વાંચો >સેઈ સમય (‘તે સમય’)
સેઈ સમય (‘તે સમય’) : પ્રસિદ્ધ બંગાળી કવિ અને નવલકથાકાર સુનીલ ગંગોપાધ્યાય(જ. 1934)ની નવલકથા. આ નવલકથા ‘દેશ’ સામયિકમાં પહેલાં ધારાવાહિક રૂપે અને પછી બે ભાગમાં – પહેલો ભાગ 1981માં અને બીજો ભાગ 1982માં – પ્રકટ થઈ છે. 1983નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર બીજા ભાગ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે…
વધુ વાંચો >સ્વર્ણલતા
સ્વર્ણલતા : તારકનાથ ગંગોપાધ્યાયની (1843–1891) બંગાળી નવલકથા. ‘જ્ઞાનાંકુર’ સામયિકમાં ધારાવાહિક રૂપે આવ્યા પછી 1874માં ગ્રંથસ્થ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના યુગમાં પણ આ નવલકથાની એટલી પ્રસિદ્ધિ થઈ કે તેની સાત આવૃત્તિઓ થઈ હતી. અમૃતલાલ બસુએ કરેલા તેના નાટ્યરૂપાંતર ‘સરલા’નું કોલકાતા અને અન્ય સ્થળોએ લગભગ સોએક વાર મંચન થયું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બંગાળીના પ્રોફેસર…
વધુ વાંચો >હેમિંગ્વે અર્નેસ્ટ
હેમિંગ્વે, અર્નેસ્ટ (જ. 21 જુલાઈ 1899, ઑક પાર્ક, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 2 જુલાઈ 1961, કેટયસ, ઇડાહો) : અમેરિકન નવલકથાકાર તેમજ વાર્તાકાર. સાહિત્યકાર ઉપરાંત તેમના રોમાંચકારી વ્યક્તિત્વે વિશાળ જનસમાજ પર પ્રભાવ પાડ્યો હતો. તેઓ પત્રકાર હતા અને એક અચ્છા શિકારી હતા. 1954ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના તેઓ વિજેતા હતા. તેમની જાણીતી…
વધુ વાંચો >હૅમ્લેટ પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601)
હૅમ્લેટ, પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601) : વિશ્વના મહાન અંગ્રેજ કવિ-નાટકકાર શેક્સપિયર(1564–1616)ની પ્રસિદ્ધ ટ્રૅજેડી (કરુણાંત નાટક). નાટકની રચના સર્જકના 1601થી 1608 વર્ષોનાં પરિપક્વ સર્જનકાળ દરમિયાન થઈ હતી; એ જ સમયગાળામાં ‘ઑથેલો’, ‘કિંગ લિયર’ અને ‘મૅકબેથ’ એ ત્રણ અન્ય મહાન કરુણાંત નાટકો પણ રચાયાં હતાં. ‘હૅમ્લેટ’ અતિ પ્રસિદ્ધ અને બહુચર્ચિત નાટક છે.…
વધુ વાંચો >હૉથૉર્ન નાથાનિયલ
હૉથૉર્ન, નાથાનિયલ (જ. 4 જુલાઈ 1804, સલેમ મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 19 મે 1864, પ્લેમાઉથ, એન. એચ. અમેરિકા) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. રૂપકાત્મકતા અને પ્રતીકાત્મકતા એમની વાર્તાઓની વિશિષ્ટતા. અમેરિકન સાહિત્યના આ ઉત્તમ કથા-સર્જક ‘ધ સ્કાર્લેટ લેટર’ (1850) અને ‘ધ હાઉસ ઑવ્ ધ સૅવન ગેબલ્સ’ (1851) જેવી કૃતિઓ માટે પ્રખ્યાત…
વધુ વાંચો >હ્યૂગો વિક્ટર
હ્યૂગો, વિક્ટર (જ. 26 ફેબ્રુઆરી 1802, ફ્રાન્સ; અ. 22 મે 1885, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, નાટકકાર. અંગત જીવન, જાહેર જીવન, સાહિત્ય જીવન – ત્રણે સ્તર પર સક્રિય પ્રતિભા ધરાવતા હ્યૂગોના જીવનમાં વિવિધતા, વિપુલતા હતી. પૅરિસમાં મોટા ભાગનું જીવન વ્યતીત થયું. શૈશવ અસ્થિરતા અને અસ્તવ્યસ્તતામાં ગયું પિતાની પ્રવાસોભરી નોકરીને કારણે;…
વધુ વાંચો >હ્યૂગો વિન્ક્લર (Hugo Winckler)
હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર. વિન્ક્લર હ્યૂગો પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ…
વધુ વાંચો >