અનિલા દલાલ

બંગાળી ભાષા અને સાહિત્ય

બંગાળી ભાષા અને સાહિત્ય બંગાળી ભાષા ભારત-ઈરાની તરીકે ઓળખાતી ભારત-યુરોપીય ભાષાકુળની છેક પૂર્વેની શાખામાંથી ઊતરી આવી છે. તેની સીધી પૂર્વજ તો છે પ્રાકૃત, જે સંસ્કૃત–પ્રાચીન ભારતીય આર્યભાષા–માંથી ઊતરી આવી છે. લગભગ ઈ. પૂ. 500 સુધી સંસ્કૃત આર્યાવર્તની બોલચાલની તેમજ સાહિત્યની ભાષા હતી, જે પછીનાં લગભગ બે હજાર વર્ષ સુધી મુખ્ય…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, તારાશંકર

બંદ્યોપાધ્યાય, તારાશંકર (જ. 1898, લાભપુર, વીરભૂમ; અ. 1971) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. 1956માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ. 1967માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ ‘ગણદેવતા’ માટે અને 1968માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા હતા. વતનમાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કલકત્તાની કૉલેજમાં પ્રવેશ, પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વીરભૂમની લાલ સૂકી ધરતી અને તોફાની…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, માણિક

બંદ્યોપાધ્યાય, માણિક (જ. 1908, દુમકા, બિહાર; અ. 1956) : બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમના પિતા એક અધિકારી હતા અને તેઓ કલકત્તા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ હતા. માણિક ઘરનું નામ, પ્રબોધચંદ્ર પૂરું નામ. સ્કૂલમાં હતા ત્યારે જ માતાનું અવસાન થયું. તેથી ઘણી વાર બહેનને ત્યાં પણ રહેવાનું થતું. તે એક તેજસ્વી વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, રંગલાલ

બંદ્યોપાધ્યાય, રંગલાલ (જ. 1826; અ. 1886) : બંગાળી કવિ. એમના શિક્ષણનું ક્ષેત્ર વ્યાપક હતું. અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન સારું, સંસ્કૃતનું સઘન, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્વમાં સક્રિય રસ, ઊડિયા ભાષાનો અભ્યાસ. પોતાના સાહિત્યિક જીવનની શરૂઆતમાં બંદ્યોપાધ્યાય સમસામયિક બંગાળી સાહિત્યના ભારે મોટા સમર્થક હતા, છતાં પછી બંગાળીમાં યુરોપીય કવિતાના આદર્શને અનુસરવા  એમણે…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ

બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ (જ. 1894; અ. 1950) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. વાર્તા વાંચી સંભળાવવાનો વ્યવસાય કરનારા પિતા સાથે બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યું, જુદાં જુદાં ગામોની ‘પાઠશાળા’માં પ્રાથમિક શિક્ષણ; માતા ઓછી આવકમાં ઘર ચલાવતી; પૈતૃક ગામ બરાકપુરથી 9 કિલોમીટરના અંતરે આવેલી માધ્યમિક શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી 1914માં કલકત્તાની રિપન…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર 

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર  (જ. 1838; અ. 1903) : બંગાળી કવિ. વિનયન અને કાયદાના સ્નાતક. તેમનું દીર્ઘકાવ્ય ‘ચિન્તાતરંગિણીકાવ્ય’  (1861) અંગત મિત્રની આત્મહત્યાથી પ્રેરાયેલું હતું. યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક બનતાં ઊગતા કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ મળે છે. ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર તે રચાયેલું છે. પછીની કૃતિ ‘વીરબાહુકાવ્ય’ (1864) પર પણ…

વધુ વાંચો >

બિશિ, પ્રમથનાથ

બિશિ, પ્રમથનાથ (જ. 1901; અ. 1985) : બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર. શાળા અને કૉલેજનું શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથનાં  ચેતના અને પરિવેશને તેમની જ ભૂમિકામાં આત્મસાત કરવાની જેમને ઉત્તમ તકો સાંપડેલી એવા લેખકોમાંના એક. બિશિની આરંભની કવિતામાં કેટલાંક સૉનેટ છે, જે પહેલાં ‘બંગશ્રી’માં પ્રકટ થયાં હતાં અને પછી 3 નાના સંગ્રહો  –…

વધુ વાંચો >

બેહુલા

બેહુલા : બંગાળીમાં રચાયેલ બેહુલાની કથા (સત્તરમી સદી) : ‘મનસામંગલ’ કાવ્યનું છેવટનું અને સૌથી મહત્વનું આખ્યાન. ‘ક્ષેમાનંદ’–કેતકાદાસ એના રચયિતા છે. બંગાળના ઇતિહાસના અંધારા સૈકાઓમાં સંસ્કૃતમાં લખનારા પંડિતો અને કવિઓ મૌન બની ગયા હતા ત્યારે અગમપંથના ગાયકો અને લોકદેવતાઓના ચારણો ચૂપ નહોતા; તેઓ સ્થાનિક પુરાણકથાઓ, આખ્યાનો, લોકદેવતાઓની આસપાસ વણાયેલી અને એકબીજીમાં…

વધુ વાંચો >

ભારતચંદ્ર

ભારતચંદ્ર (જ. 1712, અ. 1760) : પ્રાગ્-આધુનિક બંગાળી સાહિત્યના કવિ. દક્ષિણ રાઢ પ્રદેશમાં બ્રાહ્મણ જમીનદારને ત્યાં જન્મ. પિતાની જાગીર (વર્ધમાન જિલ્લો) 1740માં જપ્ત થઈ અને તેઓ અપીલ કરે તે પહેલાં તેમના પર આરોપ મૂકી તેમને જેલમાં નાંખ્યા. ત્યાંથી નાસી છૂટીને તેઓ વૃંદાવન તરફ જતા હતા ત્યારે સગાએ ઓળખી લેતાં તેઓ…

વધુ વાંચો >

મિત્ર, દીનબંધુ

મિત્ર, દીનબંધુ (જ. 1829, ચૌબેરિયા પી.એસ. નૉર્થ 24 પરગણા; અ. 1 નવેમ્બર 1873) : નાટકકાર. હેર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં 1850માં જુનિયર સ્કૉલરશિપ મેળવી. ત્યારપછી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. 1855માં તેમણે કૉલેજ છોડી અને પટનામાં પોસ્ટમાસ્ટર તરીકે તેઓ નિમાયા. શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ તેઓ લખતા હતા. તે…

વધુ વાંચો >