અનિલા દલાલ

ચેમકુર, વેંકટ (સત્તરમી સદી)

ચેમકુર, વેંકટ (સત્તરમી સદી) : તેલુગુ કવિ. તેમનું આખું નામ ચેમકુર વેંકટ રાજુ હતું. તેઓ તાંજોરના રઘુનાથ નાયકના પ્રસિદ્ધ રાજકવિ હતા. તેમણે રાજાને તેમના લશ્કરી આક્રમણ દરમિયાન સેવા આપી હોવાનું જણાય છે. તેઓ પોતાને નિયોગી બ્રાહ્મણ કહેતા, પરંતુ આમ તો તેઓ નિમ્ન વર્ણના હતા. તેલુગુ ભાષાનાં 5 મહાકાવ્યોમાં તેમની યશોદાયી…

વધુ વાંચો >

ચૌધરી, પ્રમથ

ચૌધરી, પ્રમથ (જ. 7 ઑગસ્ટ 1868 જાસોર, બાંગ્લાદેશ; અ.  1948) : બંગાળી સામયિક ‘સબુજપત્ર’ના તંત્રી, નિબંધકાર, કવિ. કલકત્તા યુનિવર્સિટીમાંથી 1889માં તત્વચિંતનના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ. અને 1890માં અંગ્રેજી સાથે એમ.એ. થયા. ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થયા અને થોડો સમય કોલકાતાની હાઈકોર્ટના સભ્ય રહ્યા. તેમનું લગ્ન રવીન્દ્રનાથની ભત્રીજી ઇન્દિરાદેવી સાથે થયું…

વધુ વાંચો >

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત

ચૌધરી, રમાકાન્ત લક્ષ્મીકાન્ત (જ. 1846; અ. 1889) : જાણીતા અસમિયા કવિ અને નાટ્યકાર. 1870માં તેમણે કૉલીજિયેટ સ્કૂલમાંથી એફ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી ગુવાહાટીમાં ડેપ્યુટી કમિશનરની ઑફિસમાં તેઓ કારકુન તરીકે જોડાયા. થોડો વખત ગોઆલપર અને ધુબ્રી ખાતે નોકરી કર્યા પછી ગુવાહાટીમાં શિરસ્તેદાર તરીકે સેવાઓ આપી. બ્લૅંક વર્સમાં રચેલ ‘અભિમન્યુવધ’ (1875) તેમની…

વધુ વાંચો >

જગન્નાથન, કે. વી.

જગન્નાથન, કે. વી. (જ. 11 એપ્રિલ 1906, કૃષ્ણનારાયણપુરા, તમિળનાડુ, અ. 4 નવેમ્બર 1988) : પ્રશિષ્ટ તમિળ સાહિત્યના અને શૈવ ભક્તિસાહિત્યના સર્જક અને વિદ્વાન. તેમણે ટૂંકી વાર્તા, ભ્રમણવૃત્ત અને કવિતાના સર્જન ઉપરાંત ભક્તિસાહિત્ય વિશે નિબંધો લખ્યા છે. તેમના પ્રશિષ્ટ સાહિત્ય પરના નિબંધો અને પ્રાચીન વીરોનાં રેખાચિત્રોનો સંગ્રહ ‘વિરાર ઉલગમ્’(1965)ને 1967નો સાહિત્ય…

વધુ વાંચો >

જત દૂરેઇ જાઈ

જત દૂરેઇ જાઈ (1962) : સુભાષ મુખોપાધ્યાય(1919)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ એનાયત થયેલો. લેખક કૉલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ; રાજકીય પ્રવાહોથી પ્રભાવિત થયેલા; 1942માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા. બંગાળના પ્રગતિશીલ લેખકોને પ્રોત્સાહિત કરતા. માર્ક્સિસ્ટ વલણ ધરાવતા મુખોપાધ્યાયની કવિતામાં કચડાયેલા, ગરીબ લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. શીર્ષક-કાવ્ય ‘જત…

વધુ વાંચો >

જયકાન્તન્ દંડપાણિ

જયકાન્તન્ દંડપાણિ (જ. 1934) : તમિળ ભાષાના પ્રસિદ્ધ નવલિકા-લેખક, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, ફિલ્મ-સર્જક. દક્ષિણ તામિલનાડુના કુહલોર ગામમાં કૃષિકાર કુટુંબમાં જન્મ. ત્રીજા ધોરણ સુધી શિક્ષણ લઈ શાળા છોડી દીધેલી. દાદા અને મા સાથે સંવાદ ધરાવતા, પણ કંઈક વિવાદાસ્પદ સ્વભાવવાળા જયકાન્તનને પિતા સાથે મેળ નહોતો. 12 વર્ષની ઉંમરે ઘર છોડી ચાલી નીકળેલા.…

વધુ વાંચો >

જર્મન સાહિત્ય

જર્મન સાહિત્ય પૂર્વ અને પશ્ચિમ જર્મની (હવે એક જ) ઉપરાંત મોટા ભાગના ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે જર્મન ભાષાનો વ્યવહાર થાય છે. વિશ્વની તે એક સમૃદ્ધ ભાષા છે. ઐતિહાસિક ર્દષ્ટિએ તેના Old High German – ઓલ્ડ હાઈ જર્મન, Middle High German – મિડલ હાઈ જર્મન અને New High German – ન્યૂ…

વધુ વાંચો >

જંગમ (1982)

જંગમ (1982) : અસમિયા નવલકથા. લેખક દેવેન્દ્રનાથ આચાર્ય(1937થી 1982)ને આ નવલકથા માટે 1984નો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર એનાયત કરવામાં આવેલો. લંડન યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાની અનુસ્નાતક ડિગ્રી મેળવી તેમણે અસમ ઇજનેરી કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપેલી. નવલકથાકાર તરીકે ‘અન્ય યુગ અન્ય પુરુષ’ (1971) નામની પહેલી નવલકથાથી જાણીતા થયેલા, પણ તેમની પછીની…

વધુ વાંચો >

જાત્રા

જાત્રા : બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતા. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં…

વધુ વાંચો >

જાનકીરામન્

જાનકીરામન્ (જ. 1921) : પહેલી હરોળના તમિળ નવલકથાકાર અને વાર્તાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું; પછી શૈક્ષણિક કાર્યક્રમોના મુખ્ય નિર્માતા તરીકે આકાશવાણીમાં જોડાયા; ટૂંકી વાર્તાના સર્જક કે. પી. રાજગોપાલનના પ્રભાવ હેઠળ સંવેદનભરી વાર્તાઓ લખવાની શરૂઆત કરી. પિતા પાસેથી સંસ્કૃત અને સંગીત બન્ને ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >