અનિલા દલાલ

ડૉબ્સન, (હેન્રી) ઑસ્ટિન

ડૉબ્સન, (હેન્રી) ઑસ્ટિન (જ. 18 જાન્યુઆરી 1840, પ્લીમથ, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 1921, હેનવેલ, મિડલસેક્સ) : અંગ્રેજ કવિ અને સાહિત્યકાર. જીવનનાં ઘણાં વર્ષો, 1856થી 1901 સુધી તેમણે બોર્ડ ઑવ્ ટ્રેડમાં સિવિલ સર્વન્ટ તરીકે ગાળ્યાં, પણ તેમનો મુખ્ય રસ સાહિત્યિક જ રહ્યો છે. આરંભના થોડા પ્રયોગો પછી તે તેમના કવિમંડળમાં સૌથી…

વધુ વાંચો >

ડૉયલ, સર આર્થર કૉનન

ડૉયલ, સર આર્થર કૉનન (જ. 22 મે 1859, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 7 જુલાઈ 1930, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ લેખક; કાલ્પનિક ડિટેક્ટિવ પાત્ર શૅરલૉક હોમ્સના સર્જક; એડિનબરો, યુનિવર્સિટીમાંથી 1881માં મેડિસિનમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી, ઇંગ્લૅન્ડમાં પ્રૅક્ટિસ શરૂ કરી. પછી વિયેનામાં ઑપ્થૅલ્મૉલૉજીમાં વિશેષજ્ઞ બન્યા; દરદીઓની રાહ જોતાં (જે ક્યારેય આવતા નહિ) તેમણે…

વધુ વાંચો >

થૅકરે, વિલિયમ મેકપીસ

થૅકરે, વિલિયમ મેકપીસ ( જ. 18 જુલાઈ 1811, કૉલકાતા; અ. 24 ડિસેમ્બર 1863, લંડન) : અંગ્રેજ નવલકથાકાર; ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીના પુત્ર; 1817માં ભારત છોડ્યું; કેમ્બ્રિજમાં અભ્યાસ; આરંભમાં ચિત્રકામમાં રસ, પણ પછી પત્રકારત્વમાં જોડાયા અને જુદાં જુદાં તખલ્લુસો દ્વારા જુદાં જુદાં સામયિકોમાં લેખો પ્રકટ કર્યા, ઠઠ્ઠાચિત્રો આલેખ્યાં. એમણે એમની નવલકથા…

વધુ વાંચો >

થૉરો, હેન્રી ડેવિડ

થૉરો, હેન્રી ડેવિડ (જ. 13 જુલાઈ 1817, કૉન્કૉર્ડ, મૅસેચુસેટ્સ; અ. 6 મે 1862) : અમેરિકન નિબંધલેખક, રહસ્યવાદી ચિંતક અને નિસર્ગવાદી. બાળપણનાં થોડાં વર્ષો અને હાર્વર્ડ કૉલેજનાં ચાર વર્ષો સિવાય થૉરોએ આખું જીવન કૉન્કૉર્ડમાં જ ગાળ્યું જ્યાં રાલ્ફ એમર્સન, બ્રોન્સન ઑલ્કોટ, નેથેનિયલ હૉથૉર્ન જેવી વિભૂતિઓ પણ આવતી રહેતી અને ચર્ચાઓ થતી.…

વધુ વાંચો >

પો એડ્ગર ઍલન

પો, એડ્ગર ઍલન (જ. 19 જાન્યુઆરી 1809, બૉસ્ટન, યુ.એસ.; અ. 7 ઑક્ટોબર 1849, બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એેસ.) : અમેરિકન કવિ, ટૂંકી વાર્તાના લેખક, સર્જક અને વિવેચક. બાલ્યવયમાં માતાપિતા ગુમાવેલાં. રિશ્મૉન્ડના વેપારી જૉન ઍલન પછીથી તેમને પોતાને ઘેર લઈ ગયા. ઍલન દંપતીએ 1815થી 1820 સુધી સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ગાળેલાં વર્ષો દરમિયાન પોએ…

વધુ વાંચો >

બસુ, અમૃતલાલ

બસુ, અમૃતલાલ (જ. 1853; અ. 1929) : બંગાળી નાટકકાર. 1873માં સાર્વજનિક રંગમંચની સ્થાપના થઈ ત્યારથી તેઓ તેની સાથે જોડાયા. તે સંબંધ અંત સુધી ચાલુ રહ્યો. આ મંચ પરનાં નાટકોમાં રાષ્ટ્રીય ચેતના અને ભારતની પરાધીનતા અંગે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. બીજો ઉદ્દેશ મનોરંજનનો હતો, જેમાં વિડંબના-નાટકના હાસ્યપરક ‘યાત્રા’(પ્રહસનો)ના પ્રયોગો થતા…

વધુ વાંચો >

બસુ, બુદ્ધદેવ

બસુ, બુદ્ધદેવ (જ. 1908, કોમિલા, બાંગ્લાદેશ; અ. 1974) : બંગાળી ભાષાના કવિ, સમીક્ષક, નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર. પત્રકારત્વ સાથે પણ તે જોડાયેલા હતા. માતાના મૃત્યુને કારણે તેમનાં નાની સ્વર્ણલતાએ ઉછેર્યા. તરુણ લેખકોના નવા ‘પ્રગતિશીલ’ જૂથને આરંભમાં ટેકો આપી સામયિક ‘પ્રગતિ’ના સહતંત્રી તરીકે 2 વર્ષ (1927–1928) કામગીરી કરી. તે જ વખતે…

વધુ વાંચો >

બસુ, મનમોહન

બસુ, મનમોહન (જ. 1831; અ. 1912) : બંગાળી કવિ-ગીતલેખક અને નાટ્યકાર. તેમણે લોકપ્રચલિત પૌરાણિક કથાઓ પરનાં નાટકોનો આરંભ કર્યો. એમાં ભક્તિની અંતર્ધારા પણ હતી. એમણે બંગાળી નાટકનો પ્રવાહ પ્રાચીન ‘યાત્રા’ તરફ વાળ્યો. તેમનું પહેલું નાટક ‘રામાભિષેક’ (1868) રામકથા પરનું ગદ્યમાં લખાયેલું મૌલિક નાટક છે. બીજું નાટક ‘પ્રણયપરીક્ષા’ (1869) બહુ-વિવાહના દોષોને…

વધુ વાંચો >

બસુ, રાજશેખર

બસુ, રાજશેખર (જ. 1880; અ. 1960) : બંગાળીમાં હાસ્યકથાઓના ઉત્તમ લેખક. તેમની સરખામણી અંગ્રેજી લેખક જેરોમ કે. જેરોમ સાથે કરી શકાય. તેમનાં હાસ્યકથાઓનાં પુસ્તકો ‘ગડ્ડાલિકા’ (1925) અને ‘કજ્જલી’(1927)નાં પ્રકાશનથી એમની વ્યંગચિત્રોની સૃષ્ટિએ રસગ્રાહી બંગાળી સમાજમાં હલચલ મચાવી હતી. પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ જેવી પ્રકટ થઈ કે તેમની સફળતા નક્કી થઈ. તેમના…

વધુ વાંચો >

બસુ, રામરામ

બસુ, રામરામ (જ.  –; અ. 1813) : બંગાળી ગદ્યલેખક અને અનુવાદક. મુઘલ અમલમાં સરકારી ભાષા ફારસી હતી. તેથી મહત્વાકાંક્ષી બ્રાહ્મણનેય ફારસી શીખવી પડતી. સંસ્કૃત તરફ ઓછું ધ્યાન અપાવા લાગ્યું. પંડિતોએ પોથીઓ મૂળ સંસ્કૃત કરતાં બંગાળી અનુવાદમાં ગદ્યમાં રાખવાનું અનુકૂળ માન્યું. પત્રવ્યવહાર અને સરકારી દસ્તાવેજોમાં લોકપ્રચલિત ગદ્યશૈલી હતી, જેમાં અપરિચિત શબ્દો…

વધુ વાંચો >