અંતરિક્ષવિજ્ઞાન
વ્યાધ (Sirius)
વ્યાધ (Sirius) : આકાશના બધા જ તારાઓમાં દેખીતી તેજસ્વિતામાં પ્રથમ ક્રમે આવતો તારો. પશ્ચિમના લોકો એને ‘Sirius’ નામે ઓળખે છે, અને પોષ માસમાં આ તારાને રાત્રિની શરૂઆતના ભાગમાં પૂર્વ આકાશમાં જોઈ શકાય છે. મોટા શ્વાન (Canis Major) તરીકે ઓળખાતા તારામંડળનો આ પ્રમુખ તારો હોવાથી તેનું શાસ્ત્રીય નામ alpha Canis Majoris…
વધુ વાંચો >શર્મા, રાકેશ
શર્મા, રાકેશ (જ. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.…
વધુ વાંચો >શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS)
શર્મિષ્ઠા (કૅશિયોપિયા – Cassiopeia; સંક્ષેપ : CAS) : પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાંથી જોતાં ઉત્તર આકાશમાં આવેલાં ઊડીને આંખે વળગે એવાં બે તારામંડળો પૈકીનું એક તે સપ્તર્ષિ અને બીજું તે આ શર્મિષ્ઠા કે કાશ્યપિ (કૅશિયોપિયા કે કૅસિયોપિયા). આ બંને તારામંડળો ખગોલીય ઉત્તર ધ્રુવની નજદીક આવેલાં છે. હકીકતે ધ્રુવ તારાની બંને તરફ, 30…
વધુ વાંચો >શુક્લા, શુભાંશુ
શુક્લા, શુભાંશુ (જ. 10 ઑક્ટોબર 1985, લખનઉ) : ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય. 27 ફેબ્રુઆરી, 2024ના રોજ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ISRO)એ પ્રથમ માનવ અવકાશ ઉડ્ડયન મિશન ગગનયાન-4 માટે અવકાશયાત્રીઓની ટીમના એક સભ્ય તરીકે શુભાંશુ શુક્લાની જાહેરાત કરી. તેમણે અને તેમના સાથી અવકાશયાત્રી પ્રશાંત…
વધુ વાંચો >શેપર્ડ, એલન બાર્ટલેટ
શેપર્ડ, એલન બાર્ટલેટ (જ. 1923, ઈસ્ટ ડેરી, ન્યૂ હૅમ્પશાયર, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. તે અવકાશયાત્રા કરનાર પ્રથમ અમેરિકન લેખાયા. તેમણે યુ.એસ. નેવલ એકૅડેમી (1945) ખાતે તાલીમ લીધી; 1947થી તેમણે પરીક્ષણ માટે તથા તાલીમી મિશન માટે જેટ વિમાનમાં ઉડ્ડયન કર્યાં. ‘નાસા’ના મૂળ 7 અવકાશયાત્રીઓમાંના તે એક હતા. 5 મે, 1961ના રોજ…
વધુ વાંચો >શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera)
શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera) : આકાશી સર્વેક્ષણ માટે વપરાતું વિશિષ્ટ પ્રકારનું પરાવર્તક દૂરબીન. વર્તક (refracting) અને પરાવર્તક (reflecting) દૂરબીનો સિવાય ખગોળશાસ્ત્રમાં એક ત્રીજા પ્રકારના દૂરબીનનો વ્યાપક ઉપયોગ થાય છે, જે તેના શોધક બર્નહાર્ડ શ્મિટ- (1879-1935)ના નામ પરથી ‘શ્મિટ ટેલિસ્કોપ’ તરીકે ઓળખાય છે. ઇસ્ટોનિયામાં જન્મેલા શ્મિટે આ…
વધુ વાંચો >શ્રીવાસ્તવ ડૉ. રીતુ કરીધલ
શ્રીવાસ્તવ ડૉ. રીતુ કરીધલ (જન્મ 13 એપ્રિલ 1975 , લખનઉ) : રૉકેટ વુમન તરીકે પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાની. તેઓ ભારતનાં સૌથી પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિકોમાંનાં એક છે તે ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ISRO)માં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ઍરોસ્પેસ એન્જિનિયર છે. મંગળ ભ્રમણકક્ષા મિશન, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 જેવા ભારતના અવકાશ મિશનમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું…
વધુ વાંચો >શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR)
શ્રી હરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR) : જુઓ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર શાર (SDSC-SHAR)
વધુ વાંચો >સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર – શાર (SDSC-SHAR)
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર-શાર ( (Satish Dhawan Space Centre–SDSC-SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં લગભગ 100 કિમી દૂર આવેલા આંધ્રપ્રદેશના ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર. ભારતના પૂર્વ કિનારા પર આવેલો શ્રી હરિકોટા ટાપુ ચારે બાજુથી પુલિકટ સરોવર અને બંગાળના અખાતથી ઘેરાયેલો છે. શરૂઆતમાં આ મથક શ્રીહરિકોટા રેન્જ (SHAR) તરીકે…
વધુ વાંચો >‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી
‘સર્વેયર’ અંતરીક્ષયાન શ્રેણી : ચંદ્રની ધરતી પર હળવેથી ઉતરાણ કરી શકે તે પ્રકારનાં અમેરિકાનાં માનવ-વિહીન અંતરીક્ષયાનોની શ્રેણી. આ શ્રેણીમાં કુલ સાત અંતરીક્ષયાનો હતાં. દરેક યાન ધીમી ગતિથી ઉતરાણ કરી શકે તે માટે તેમાં ઊર્ધ્વ-રૉકેટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા યાન સ્થિરતાથી ધરતી પર રહી શકે તે માટે તેમાં પાયા અને…
વધુ વાંચો >