હેમન્તકુમાર શાહ
અલ્મોડા
અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું…
વધુ વાંચો >અસ્યુત
અસ્યુત : ઇજિપ્તનું શહેર. તે નાઇલ નદીને કિનારે અલ-મિન્યા અને સોહાજ વિભાગોની વચ્ચે આવેલું છે. વસ્તી શહેર : 28,43,૦૦૦ (1995). ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. તેનું પ્રાચીન નામ લિકોપોલિસ હતું. પ્રાચીન ઇજિપ્તમાં સ્યુત તરીકે ઓળખાતું અસ્યુત શહેર શિયાળનું મુખ ધરાવતા ‘વેપવાવેટ’ ભગવાનની પૂજાનું મુખ્ય કેન્દ્ર હતું. નવપ્લુટોવાદી તત્વચિંતક પ્લૉટિનસનું…
વધુ વાંચો >અહમદ, ઝિયાઉદ્દીન
અહમદ, ઝિયાઉદ્દીન (જ. 13 ફેબ્રુઆરી 1873, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 23 ડિસેમ્બર 1947, લંડન, યુ.કે.) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. ગરીબ પરિવારમાં જન્મેલા ઝિયાઉદ્દીન અહમદે પોતાની તેજસ્વિતાને આધારે શિષ્યવૃત્તિઓ મેળવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1904માં ગોટિન્જનમાં ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી., લંડનની મૅથેમૅટિકલ સોસાયટીના સભ્ય, અને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના ફેલો બન્યા હતા. 1919માં…
વધુ વાંચો >અંકારા
અંકારા : તુર્કીનું અને તેનાં મધ્યમાં સહેજ પશ્ચિમ તરફનું આવેલા અંકારા પ્રાન્તનું પાટનગર. ભૌ. સ્થાન : 390 56´ ઉ. અ. અને 320 52´ પૂ. રે. જેનો વિસ્તાર 24,521 ચોકિમી. જ્યારે વસ્તી : 5,66,00,000 (2૦20). પથ્થરયુગથી આ શહેરના સ્થળે મનુષ્યનો વસવાટ હોવાના પુરાતત્ત્વીય પુરાવા મળ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) બાદ અંકારા…
વધુ વાંચો >અંડોરા
અંડોરા : ફ્રાન્સ અને સ્પેનની સરહદો વચ્ચે આવેલો, 1288થી સ્વતંત્ર રહેલો વિશ્વનો એક નાનો દેશ. રાજધાની : અંડોરા લા વેલ્લા જેની વસ્તી 22,256 (2011). વિસ્તાર : 464 કિમી. તે ઊંચા પર્વતો અને ઊંડી ખીણોનો બનેલો છે. સૌથી ઊંચું શિખર કોમા પેડ્રોસા (2336 મી.) છે. દેશની માત્ર 4 % જમીન જ…
વધુ વાંચો >અંડોરા લા વેલ્લા
અંડોરા લા વેલ્લા : ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલા અંડોરા દેશનું પાટનગર. વસ્તી : 22,387 (1993). વાલિરા અને રિયુ વાલિરા દેલ નોર્તે નદીઓના સંગમ નજીક તે વસેલું છે. લગભગ 193૦ સુધી અંડોરા લા વેલ્લા દુનિયાના અન્ય ભાગો સાથે ઝાઝો સંપર્ક ધરાવતું ન હતું. પ્રવાસન-ઉદ્યોગ ખીલતાં બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ શહેરની…
વધુ વાંચો >અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા : તર્કસંગત ન હોય તેવી, વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા. આધિદૈવિક અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગેરે વિશેની શ્રદ્ધા. અંધશ્રદ્ધાને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય. (1) દરેક ધાર્મિક વ્યવસ્થા અંધશ્રદ્ધાને વધારવાનું વલણ ધરાવે છે. દા.ત., એક ખ્રિસ્તી એવું માનતો…
વધુ વાંચો >અંબાલા
અંબાલા : ભારતના હરિયાણા રાજ્યનો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 30° 21´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે. વિસ્તાર : 3,832 ચોકિમી. વસ્તી : જિલ્લો 11,36,784 (2011). ઉત્તરે હિમાચલ પ્રદેશ, પૂર્વમાં ઉત્તરપ્રદેશ, દક્ષિણે રાજ્યનો કુરુક્ષેત્ર જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યની સરહદો આવેલી છે. અંબાલા શહેર અનાજ,…
વધુ વાંચો >અંબિકાપુર
અંબિકાપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 230 07’ ઉ. અ. અને 830 12’ પૂ. રે. તે સરગુજા અને વિશ્રામપુર એ બે નામોથી પણ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશના સરગુજા જિલ્લાનું આ મુખ્ય મથક હોવાથી તેનો સ્વાભાવિક વિકાસ થયો છે. રસ્તાથી તે ધર્મજયગૃહ અને પટણા સાથે જોડાયેલું છે.…
વધુ વાંચો >આઇલ ઑવ્ મૅન
આઇલ ઑવ્ મૅન : ઇંગ્લૅન્ડની વાયવ્યે આયરિશ સમુદ્રમાં એક ટાપુ જે આશરે 48 કિમી. લાંબો અને 16 કિમી. પહોળો છે. ભૌગોલિક સ્થાન : 540 15´ ઉ. અ. અને 40 30´ પ. રે. વિસ્તાર : 570 ચોકિમી. વસ્તી 69,800 (1991). પાટનગર : ડગ્લાસ, તે બ્રિટનનો ભાગ નથી, પરંતુ બ્રિટનના રાજાએ 1928માં…
વધુ વાંચો >