હેમન્તકુમાર શાહ
અનંતનાથ
અનંતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 14મા તીર્થંકર. વિનીતા નગરીના રાજા સિંહસેન અને તેમની પત્ની સુયશાના પુત્ર અનંતનાથનો જન્મ વૈશાખ વદ દસમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. તેઓ 30 લાખ વર્ષ જીવ્યા હોવાનું જૈન અનુશ્રુતિ જણાવે છે. 15 લાખ વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…
વધુ વાંચો >અનંતપુર
અનંતપુર : ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 14o 41´ ઉ. અ. અને 77o 36´ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર : 19,130 ચોકિમી. અને વસ્તી 3,40,613 (2011) છે. જિલ્લાની ઉત્તરે કર્નૂલ, પૂર્વમાં કડાપ્પા, અગ્નિ દિશામાં ચિત્તુર જિલ્લાની તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ કર્ણાટક…
વધુ વાંચો >અન્નાદુરાઈ સી. એન.
અન્નાદુરાઈ, સી. એન. (જ. 15 સપ્ટે. 1909, હાલનું કાન્ચીપુરમ, તામિલનાડુ; અ. 3 ફેબ્રુ. 1969, ચેન્નાઈ, તામિલનાડુ) : તામિલનાડુના અગ્રણી રાજકીય નેતા. કાંચીપુરમમાં વણકર કુટુંબમાં જન્મેલા કાંજીવરમ્ નટરાજન અન્નાદુરાઈ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે 1934માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા હતા. એક વર્ષ એક શાળામાં શિક્ષક રહ્યા બાદ પત્રકારત્વ અને રાજકારણમાં પ્રવેશ્યા. અન્ના…
વધુ વાંચો >અપસલા (સ્વિડન)
અપસલા (સ્વીડન) : પૂર્વમધ્ય સ્વીડનમાં આવેલું પરગણું અને તે જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 590 52´ ઉ. અ. અને 170 38.0´ પૂ. રે. તે સ્ટૉકહોમથી વાયવ્યમાં 74 કિમી. અંતરે, અસમતળ ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં ફાયરીસન નદીકાંઠે વસેલું છે. આ શહેરની વસ્તી આશરે 2,11,411 (2016) જેટલી છે. આજના આધુનિક શહેરથી…
વધુ વાંચો >અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…
વધુ વાંચો >અબુ ધાબી
અબુ ધાબી : નૈર્ઋત્ય એશિયામાં ઇરાની અખાત પર આવેલું સંયુક્ત આરબ અમીરાત(U. A. E.)નું સાત અમીરાતો પૈકીનું સૌથી મોટું અમીરાત. તેની આંતરરાષ્ટ્રીય સરહદો વિવાદગ્રસ્ત છે. ભૌગોલિક સ્થાન : તે 240 28′ ઉ. અ. અને 540 22′ પૂ. રે. ની આજુબાજુનો 67,350 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2018 મુજબ તેની…
વધુ વાંચો >અબ્દુલ્લા
અબ્દુલ્લા (જ. 2 ફેબ્રુઆરી 1882, મક્કા, સાઉદી અરેબિયા; અ. 20 જુલાઈ 1951, જેરુસલેમ, જોરડેન) : સ્વતંત્ર જૉર્ડનના સૌપ્રથમ શાસક (1946-51) અને મુત્સદ્દી. મૂળ નામ અબ્દ અલ્લાહ ઇબ્ન અલ-હુસેન. હેજાઝના શાસક હુસેન ઇબ્ન અલીના બીજા પુત્ર. ઇસ્તંબુલમાં શિક્ષણ મેળવેલું. 1908માં તુર્કીની ક્રાંતિ પછી ઑટોમન સંસદમાં તેમણે મક્કાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1914માં…
વધુ વાંચો >અભિનંદનનાથ
અભિનંદનનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં ચોથા ક્રમના તીર્થંકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની પત્ની સિધ્યાર્થાના પુત્ર અભિનંદનનાથનો જન્મ મહા સુદ બીજના રોજ થયો હતો. વૈશાખ સુદ આઠમના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યા બાદ 18 વર્ષ સુધી તેમણે છૂપા વેશે વિહાર કર્યા પછી…
વધુ વાંચો >અમરેલી
અમરેલી : ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર : 6,760 ચોકિમી. જિલ્લાનો ઉત્તરનો ભાગ ટેકરાળ છે. શેત્રુંજી, રાવલ, ધાતરવાડી, શિંગવડો, સુરમત, રંઘોળી, વડી, ઠેબી, શેલ, કાળુભાર અને ઘેલો વગેરે નદીઓ અમરેલી જિલ્લામાંથી વહે છે. શેત્રુંજી નદી પરના બંધ પાસે ખોડિયાર ધોધ આવેલો છે. આબોહવા સમધાત છે.…
વધુ વાંચો >અમરોહા
અમરોહા : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના મુરાદાબાદ જિલ્લામાં મુરાદાબાદ શહેરની પશ્ચિમ બાજુએ સોન નદીને કિનારે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 280 55´ ઉ. અ. અને 780 28´ પૂ. રે. વસ્તી : 1,98,471 (2011). તે દિલ્હી અને મુરાદાબાદ સાથે રેલવેથી સંકળાયેલું છે. ખેતપેદાશોનું મોટું બજારકેન્દ્ર છે. હાથસાળ, માટીકામ અને ખાંડની મિલો…
વધુ વાંચો >