હેમંત વાળા
થર્મી
થર્મી : પ્રાચીન રોમના વિશિષ્ટ સ્થાપત્યના નમૂનારૂપ સાર્વજનિક સ્નાનસંકુલ. સાર્વજનિક સ્નાનાગારો પ્રાચીન ભારત તથા પ્રાચીન ઇજિપ્તમાં હતાં. અવશેષોના અભાવે તેમના વિશેનું જ્ઞાન ઘણું અપૂરતું છે. પ્રાચીન ગ્રીસમાં પણ સ્નાનનો મહિમા હતો, એ 3700 વર્ષ પહેલાંના નોસસના મહેલના સ્નાનખંડોના અવશેષો પરથી જણાય છે. રોમમાં ઈ. સ. 81માં સમ્રાટ ટાઇટસના સ્નાનગૃહની રચના…
વધુ વાંચો >થાઇલૅન્ડનું સ્થાપત્ય
થાઇલૅન્ડનું સ્થાપત્ય : થાઇલૅન્ડના સ્થાપત્યની શરૂઆત ઈસુની છઠ્ઠી સદીથી થઈ હતી. વિશ્વના બૌદ્ધ સ્થાપત્યથી પ્રભાવિત થયેલા થાઇલૅન્ડના ઐતિહાસિક સ્થાપત્યને ચાર તબક્કામાં વર્ગીકૃત કરાય છે. પ્રથમ તબક્કો જેમાં ર્દશ્યવર્તી સ્થાપત્યશૈલી પ્રચલિત હતી તે ઈ. સ.ની સાતમીથી દસમી સદીમાં પ્રસરેલો છે. આ તબક્કાનું થાઇલૅન્ડનું સ્થાપત્ય તત્કાલીન મ્યાનમારના સ્થાપત્યથી સંપૂર્ણ પ્રભાવિત હતું અને…
વધુ વાંચો >થુપરામ દાગબા (શ્રીલંકા)
થુપરામ દાગબા (શ્રીલંકા) : શ્રીલંકામાં સ્તૂપને દાગબા તરીકે ઓળખાવામાં આવે છે. શ્રીલંકાના અનુરાધાપુર પાસે આવેલ ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં બનાવાયેલ દાગબા પ્રસિદ્ધ છે. સમ્રાટ અશોકના શાસનકાળ બાદ બૌદ્ધ સ્થાપત્યમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર વિકસ્યા : ચૈત્ય તરીકે ઓળખાતા સભાખંડ, ભિખ્ખુઓના સમૂહ-આવાસ માટેના વિહાર તથા બુદ્ધના સ્મરણાર્થે બનાવાયેલ સ્તૂપ. સ્તૂપને શ્રીલંકાની…
વધુ વાંચો >થોલોઝ
થોલોઝ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ઈ. સ. પૂ. 400થી ઈ. સ. પૂ. 323માં વિકસેલ શાસ્ત્રીય શૈલીમાં બનાવાયેલી વર્તુળાકાર ઇમારતો. તેની ફરતે સ્તંભો વડે રચાતી ગોળાકાર પરસાળ પણ હોઈ શકે. રોમનું પૅન્થિયન તથા વેસ્તાનું ચર્ચ, તિવોલીનું વેસ્તાનું ચર્ચ તથા બાલ્બેકનું વીનસનું ચર્ચ આ પ્રકારની ઇમારતો છે. તે ઉપરાંત ગ્રીસમાં જ ઈ.…
વધુ વાંચો >દતિયાનો ગોવિંદ મહેલ
દતિયાનો ગોવિંદ મહેલ : મધ્યપ્રદેશમાં આવેલ અગાઉના બુંદેલ ખંડમાં ઝાંસીની નજીક આવેલ દતિયા સંસ્થાનનો હિન્દુ સ્થાપત્યના વાસ્તુ-મંડલના સિદ્ધાંતો પર બનાવાયેલ મહેલ. તે લગભગ 75 મીટરનું સમચોરસ માપ ધરાવે છે. તેની રચના પાંચ માળની છે. પહેલા બે મજલા આખા વિસ્તારને આવરી લે છે. તેમાં વિશાળ ઓરડા છે. ત્રીજા મજલા પર આવેલી…
વધુ વાંચો >દીધનો મહેલ
દીધનો મહેલ : ભરતપુરના રાજા સૂરજમલ દ્વારા 18મી સદીના મધ્યમાં બનાવાયેલ મહેલ. ભારતીય સ્થાપત્યના સિદ્ધાંતો મુજબ બગીચાની મધ્યમાં બનાવાયેલ આ મહેલ નજીક કૃત્રિમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરાતો. પાણી તથા બગીચા નજીક આવેલ આ મહેલ ગરમીની ઋતુમાં ઠંડક આપતો. મહેલની રચનામાં નોંધપાત્ર બાબતોમાં ઉપરના ભાગમાં બે ઢળતાં છાપરાં – જેનાથી…
વધુ વાંચો >દીવાને આમ
દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…
વધુ વાંચો >દીવાને ખાસ, ફતેહપુર સિક્રી
દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા…
વધુ વાંચો >દોલતાબાદનો કિલ્લો
દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના…
વધુ વાંચો >દ્રાવિડ શૈલીનાં મંદિરો
દ્રાવિડ શૈલીનાં મંદિરો : દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ…
વધુ વાંચો >