થોલોઝ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ઈ. સ. પૂ. 400થી ઈ. સ. પૂ. 323માં વિકસેલ શાસ્ત્રીય શૈલીમાં બનાવાયેલી વર્તુળાકાર ઇમારતો. તેની ફરતે સ્તંભો વડે રચાતી ગોળાકાર પરસાળ પણ હોઈ શકે.

‘ટ્રેઝરી ઑવ્ આટ્રિયસ’ : થોલોઝ

રોમનું પૅન્થિયન તથા વેસ્તાનું ચર્ચ, તિવોલીનું વેસ્તાનું ચર્ચ તથા બાલ્બેકનું વીનસનું ચર્ચ આ પ્રકારની ઇમારતો છે. તે ઉપરાંત ગ્રીસમાં જ ઈ. સ. પૂ. 1580થી ઈ. સ. પૂ. 1100ના માઈમેની સમયગાળામાં પથ્થરમાંથી બનાવાયેલ ગોળાકાર મકબરાને પણ થોલોઝ કહેવાય છે. આ પ્રકારની ઇમારતમાં ઈ. સ. પૂ. 1350માં બનાવાયેલ ટ્રેઝરી ઑવ્ આટ્રિયસ નામનો મકબરો ઉલ્લેખપાત્ર છે.

હેમંત વાળા