હિન્દી સાહિત્ય
મોહન રાકેશ
મોહન રાકેશ (જ. 8 જાન્યુઆરી 1925, અમૃતસર, પંજાબ; અ. 3 ડિસેમ્બર 1972, દિલ્હી) : જાણીતા હિંદી નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચિંતક. મૂળ નામ મદનમોહન ગુગલાની. પરમ વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા વકીલાત ઉપરાંત સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમી હતા. હિંદી તથા અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. વરસો સુધી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘સારિકા’ પત્રિકાનું…
વધુ વાંચો >યશપાલ
યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક…
વધુ વાંચો >યાદવ, રાજેન્દ્ર
યાદવ, રાજેન્દ્ર (જ. 28 ઑગસ્ટ 1926, આગ્રા) : હિંદીના જાણીતા સાહિત્યકાર. બાલ્યાવસ્થાથી જ પરિવારમાં સાહિત્ય અંગેનું વાતાવરણ પ્રાપ્ત થયું. પિતા મિસ્રીલાલ ઝાંસીમાં સરકારી ડૉક્ટર હતા, પરંતુ સાહિત્યમાં રુચિ ધરાવતા હતા. માતાનું નામ તારાબાઈ. સંયુક્ત પરિવારમાં ઉછેર. પ્રાથમિક શિક્ષણ ઉર્દૂ ભાષામાં લીધા બાદ હિંદી ભાષા અને સાહિત્યનું અધ્યયન કર્યું. ઝાંસીની માધ્યમિક…
વધુ વાંચો >રઘુવીર
રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની…
વધુ વાંચો >રજનીશ ગોવિંદ
રજનીશ ગોવિંદ (જ. 10 સપ્ટેમ્બર 1938, વીહ, જિ. ભરતપુર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે 1963માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1967માં અને 1977માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુક્રમે પીએચ.ડી. અને ડી.લિટ્.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે આગ્રા ખાતે કે. એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદી સ્ટડીઝ ઍન્ડ લિંગ્વિસ્ટિક્સના નિયામક તરીકે સેવા આપી તેમજ લેખનકાર્ય કર્યું.…
વધુ વાંચો >રત્નમાલ
રત્નમાલ : 17મા કે 18મા સૈકાનું કવિ કૃષ્ણનું હિંદી કાવ્ય. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતના ચાવડા વંશના વનરાજનો પિતા જયશિખરી પંચાસરનો રાજા હતો અને એને યુદ્ધમાં મારી નાખી કનોજના રાજા ભુવડે એનું રાજ્ય લઈ લીધું હતું. કનોજના રાજા ભુવડે પંચાસર જીતવા વાસ્તે શરૂમાં પોતાના સોળે પટાવતો(ગામગરાસનો પટો ધરાવનાર)ને મોકલ્યા હતા; છતાં…
વધુ વાંચો >રસખાન
રસખાન (જ. 1540, દિલ્હી; અ. 1630) : હિંદી ભક્તકવિ. તેમના જીવન વિશે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમનો જન્મ શાહી પરિવારમાં થયાનું કહેવાય છે. ‘દો સૌ વૈષ્ણવોં કી વાર્તા’ અનુસાર તે ગોસ્વામી વિઠ્ઠલનાથના શિષ્ય હતા અને તેમણે ગોસ્વામી વલ્લભાચાર્યના પુષ્ટિમાર્ગના બોધ પર આધારિત ભગવાન કૃષ્ણનાં ભક્તિગીતો રચ્યાં હતાં; પરંતુ ચંદ્રબલી પાંડેના…
વધુ વાંચો >રસ્તોગી, ગિરીશ (શ્રીમતી)
રસ્તોગી, ગિરીશ (શ્રીમતી) (જ. 12 જુલાઈ 1935, બદાયૂન, ઉ.પ્ર.) : હિંદી વિવેચક અને નાટકકાર. તેમણે 1958માં આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1960માં લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને 1964માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પછી ગોરખપુર યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યમાં જોડાયાં અને પ્રાધ્યાપક તથા હિંદી વિભાગનાં વડાં તરીકે નિવૃત્ત થયાં. હાલ તેઓ નાટકોનું…
વધુ વાંચો >રાગ દરબારી
રાગ દરબારી : શ્રીલાલ શુક્લ(જ. 1925)ની સૌથી જાણીતી હિંદી નવલકથા. 1969ના વર્ષ માટે આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ તેનું નાટ્યરૂપાંતર રંગભૂમિ પર રજૂઆત પામ્યું હતું. આ નવલકથામાં ભ્રષ્ટાચાર, રાજકીય કાવાદાવા તથા આઝાદી પછી ભારતના ગ્રામજગતમાં પ્રસરેલી સર્વસ્તરીય નિરાશા પરત્વે વેધક કટાક્ષ છે. નવલકથાનો નાયક એક યુવાન…
વધુ વાંચો >રાજા રાધિકારમણ પ્રસાદસિંગ
રાજા રાધિકારમણ પ્રસાદસિંગ (જ. 1890, સૂર્યપુર, શાહબાદ, બિહાર; અ. 1971) : હિંદીના સાહિત્યકાર. તેમની સર્વપ્રથમ વાર્તા ‘કાનોં મેં કંગન’ પ્રખ્યાત સામયિક ‘ઇન્દુ’માં પ્રગટ થતાવેંત 1913માં તેમને બહોળી ખ્યાતિ સાંપડી. તેઓ જયશંકર પ્રસાદ પરંપરાના લેખક હતા. નવલકથા, ટૂંકી વાર્તા, નાટકો તથા સંસ્મરણો જેવાં તેમનાં તમામ ગદ્ય લખાણોમાં આદર્શવાદ ભારોભાર વણાયેલો જોવા…
વધુ વાંચો >