હરસુખ થાનકી

શતરંજ કે ખિલાડી

શતરંજ કે ખિલાડી : રંગીન ચલચિત્ર. ભાષા : ઉર્દૂ. નિર્માણવર્ષ : 1977. નિર્માણસંસ્થા : દેવકી ચિત્ર. નિર્માતા : સુરેશ જિંદાલ. દિગ્દર્શન-પટકથા-સંવાદ-સંગીત : સત્યજિત રાય. કથા : મુનશી પ્રેમચંદની ટૂંકી વાર્તા પર આધારિત. સંવાદ : જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય કલાકારો : સંજીવકુમાર, સઇદ જાફરી, રિચાર્ડ એટનબરો,…

વધુ વાંચો >

શમશાદ બેગમ

શમશાદ બેગમ (જ. 1920 ?, અમૃતસર, પંજાબ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો રસ…

વધુ વાંચો >

શર્મા, કેદાર

શર્મા, કેદાર (જ. 12 એપ્રિલ 1910, નારોવાલ, સિયાલકોટ (હાલ પાકિસ્તાન); અ. 20 એપ્રિલ 1999) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, કથા-પટકથા-લેખક. હિંદી ચિત્રઉદ્યોગમાં પોસ્ટર અને પડદા ચીતરનાર તરીકે કારકિર્દી શરૂ કરીને લેખનથી માંડીને દિગ્દર્શનની જવાબદારી સંભાળી યાદગાર ચિત્રો આપનાર કેદાર શર્મા, રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી જેવાં કલાકારો અને રોશન તથા…

વધુ વાંચો >

શહીદ ચલચિત્ર

શહીદ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1965. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા : કેવલ કશ્યપ. દિગ્દર્શક : એસ. રામ શર્મા. કથા : બી. કે. દત્ત. સંવાદ-પટકથા : દીનદયાલ શર્મા. ગીતકાર અને સંગીતકાર : પ્રેમ ધવન. મુખ્ય કલાકારો : મનોજકુમાર, કામિની કૌશલ, પ્રાણ, પ્રેમ ચોપડા, નિરુપા રૉય, મદનપુરી, શૈલેશકુમાર, મનમોહન.…

વધુ વાંચો >

શંકર

શંકર (જ. 15 ઑક્ટોબર 1922, પંજાબ; અ. 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ…

વધુ વાંચો >

શંકરાભરણમ્

શંકરાભરણમ્ : રંગીન ચલચિત્ર. ભાષા : તેલુગુ. નિર્માણવર્ષ : 1979. નિર્માણસંસ્થા : પૂર્ણોદય આર્ટ ક્રિયેશન્સ. નિર્માતા : ઈ. નાગેશ્વર રાવ. દિગ્દર્શક અને કથા : કે. વિશ્વનાથ. સંવાદ : જંધ્યાલા. ગીતકાર : વેતુરી સુંદર રામમૂર્તિ. છબિકલા : બાલુ મહેન્દ્ર. સંગીત : કે. વી. મહાદેવન્. મુખ્ય કલાકારો : સૌમૈય્યાંજલુ, મંજુ, ભાર્ગવી, બેબી…

વધુ વાંચો >

શારદા ફિલ્મ કંપની

શારદા ફિલ્મ કંપની (1925) : મૂક ચિત્રોના સમયની નિર્માતા કંપની. સરસ્વતી ફિલ્મ કંપની સાથે સંકળાયેલા બે ભાગીદારો : ભોગીલાલ કે. એમ. દવે અને નાનુભાઈ દેસાઈએ તેમાંથી છૂટા થઈને 1925માં શારદા ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. તે માટે નાણાકીય સહાય મયાશંકર ભટ્ટે કરી હતી. તેઓ પણ ભાગીદાર તરીકે આ કંપનીમાં જોડાયા…

વધુ વાંચો >

શાહ, કુંદન

શાહ, કુંદન (જ. 1947) : ચલચિત્ર-દિગ્દર્શક, પટકથાલેખક. હળવી શૈલીનાં હાસ્ય-ચિત્રો બનાવવા માટે જાણીતા કુંદન શાહે 1983માં તેમનું પહેલું ચિત્ર ‘જાને ભી દો યારોં’ આપેલું. તે નવી જ શૈલીનું હાસ્યચિત્ર બની રહ્યું હતું ને આ ચિત્રે તેમને પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં સ્થાન અપાવી દીધું હતું. આ ચિત્ર હવે તો ભારતીય હાસ્યચિત્રોમાં પ્રશિષ્ટ ચિત્ર…

વધુ વાંચો >

શાહ, કૃષ્ણ

શાહ, કૃષ્ણ (જ. 10 મે 1938, મુંબઈ) : અમેરિકા સ્થિત મૂળ ભારતીય ચિત્ર-નિર્માતા, અભિનેતા, લેખક અને દિગ્દર્શક. હોલિવુડમાં ચિત્રોથી અને બ્રૉડવેમાં પોતાનાં નાટકોથી નામના મેળવનાર કૃષ્ણ શાહે મુંબઈમાં સ્નાતક થયા બાદ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બ્રૉડવેમાં તેમણે દિગ્દર્શન કરેલું અને એલન પેટન સાથે મળીને લખેલું એક દક્ષિણ આફ્રિકન…

વધુ વાંચો >

શાહ, નસીરુદ્દીન

શાહ, નસીરુદ્દીન (જ. 20 જુલાઈ 1950, અજમેર, રાજસ્થાન) : ભારતીય ચલચિત્રોના અભિનેતા. કળા અને વ્યાવસાયિક બંને પ્રકારનાં ચિત્રોમાં વ્યસ્તતા છતાં રંગમંચ પર પણ પૂરતો સમય ફાળવનાર નસીરુદ્દીન શાહ જે પાત્ર ભજવે તેમાં એકાકાર થઈ જવા માટે જાણીતા છે. પિતા ઉચ્ચ સરકારી અધિકારી હતા. નસીરનું બાળપણ બારાબંકીમાં અને કિશોરાવસ્થા નૈનીતાલમાં વીત્યાં.…

વધુ વાંચો >