સ્થાપત્યકલા

રફાયેલ, સાંઝિયો

રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં…

વધુ વાંચો >

રફાળેશ્વર

રફાળેશ્વર : સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલ સુપ્રસિદ્ધ શિવાલય. આ મંદિર મોરબીથી 9 કિમી. દૂર આવેલું છે. તેના શિલાલેખ અનુસાર વિ. સં. 2002(ઈ. સ. 1946)માં મહારાજા લખધીરસિંહજી ઠાકોરે જીર્ણોદ્ધાર કરાવી મંદિર-સંકુલમાં રફાળેશ્વર, હાટકેશ્વર, વાઘેશ્વર અને ભીમનાથની પુન:પ્રતિષ્ઠા અને શ્રી લખધીરેશ્વર, શ્રી ગદાધર, મહાકાળી તથા ભૈરવનાથની પ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરાવી હતી.…

વધુ વાંચો >

રંગમંડપ

રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ…

વધુ વાંચો >

રાઇટ, ફ્રૅન્ક લૉઇડ

રાઇટ, ફ્રૅન્ક લૉઇડ (જ. 1867, રિચલૅન્ડ સેન્ટર, મિશિગન; અ. 1959) : મહાન આધુનિક અમેરિકન સ્થપતિ. વિસ્કૉન્સિનમાં સિવિલ ઇજનેરીમાં અભ્યાસ. તેમની કલાસાધના 60થી વધુ વર્ષ સુધી પ્રસરેલી છે. અને તે કોઈ રીતે ચીલાચાલુ, પરંપરાજડ કે રૂઢિબદ્ધ રહી નથી. શરૂઆતમાં તેઓ તેમના સતત પ્રશંસાપાત્ર સ્થપતિ લૂઇસ સલિવાન સાથે સંકળાયા હતા. નવી બાંધેલી…

વધુ વાંચો >

રાજપ્રાસાદ

રાજપ્રાસાદ : રાજાનું અધિકૃત નિવાસ-ભવન. નીતિસારમાં શુક્રાચાર્યે રાજપ્રાસાદના નિર્માણ અંગે જે વિગતો આપી છે તેમાં એ એક મજલાથી માંડીને 125 મજલા ધરાવતું હોય. તેનું તલ (તેનો પ્લાન) અષ્ટકોણ કે પદ્માકાર હોય, મધ્યમાં રાજસભા, આસપાસ આવાસખંડો, પ્રાંગણમાં સરોવર, કૂવા અને જલયંત્ર(ફુવારા)ની રચના કરેલી હોય તેવું વર્ણન મળે છે. વસ્તુત: રાજપ્રાસાદ એક…

વધુ વાંચો >

રાજમહેલ-સ્થાપત્ય

રાજમહેલ-સ્થાપત્ય : રાજાના નિવાસ માટેનું સ્થાપત્ય. વાસ્તુગ્રંથોમાં રાજમહેલ માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. ‘અમરકોશ’માં દેવ અને રાજાના ભવન માટે ‘પ્રાસાદ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજમહેલ માટે અનેક પર્યાયો છે; જેમ કે, રાજપ્રાસાદ, રાજભવન, રાજગેહ, રાજવેશ્મ વગેરે. નગર-આયોજનને કેન્દ્રમાં રાખીને રાજપ્રાસાદનું આયોજન કરવામાં આવતું. મય મુનિ પ્રમાણે નગરના ક્ષેત્રફળના સાતમા…

વધુ વાંચો >

રાજસ્થાનનું સ્થાપત્ય

રાજસ્થાનનું સ્થાપત્ય : રાજસ્થાન તેના સ્થાપત્યકીય વારસાને લીધે ઘણું જ સમૃદ્ધ છે. આ પ્રદેશમાં બૌદ્ધ સ્તૂપ, હિંદુ-જૈન મંદિરો, મહેલો, કિલ્લાઓ, કીર્તિસ્તંભો, સરોવરો, છત્રીઓ, મસ્જિદો જેવાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જયપુર પાસેના બૈરત ગામમાંથી મૌર્યકાલીન એક ઈંટેરી સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનનાં મંદિરો નાગર શૈલીએ બંધાયાં છે. પ્રાચીન રાજસ્થાનનાં…

વધુ વાંચો >

રાણી ગુફા

રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક…

વધુ વાંચો >

રાણી સિપ્રીની મસ્જિદ

રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ…

વધુ વાંચો >

રામલિંગેશ્વર મંદિર (1480)

રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે. રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને…

વધુ વાંચો >